GIFT સિટીમાં દારૂ પીવાની છૂટછાટમાં મોટો વધારો: ગુજરાત બહારના નાગરિકો અને વિદેશીઓને પરમિટની જરૂર નહીં, રાજ્ય સરકારે જાહેર કર્યું નવું નોટિફિકેશન
ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે રાજ્ય સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી) માટે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે ગુજરાત બહારના નાગરિકો તેમજ વિદેશી મુલાકાતીઓને GIFT સિટીમાં દારૂ પીવા માટે કોઈ પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. તેઓ પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર રજૂ કરીને…