ધુમ્મસમાં ઉતરાણની મંજૂરી કેમ? અજિત પવાર વિમાન દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલે ઊભા કર્યા ગંભીર સવાલો VFR નિયમોના ઉલ્લંઘનથી અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડ સુધીની ખામીઓ બહાર, અંતિમ અહેવાલ માટે CVR ડેટાની રાહ.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના જાન્યુઆરી ૨૮ના રોજ થયેલા વિમાન અકસ્માત અંગે એરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા તૈયાર કરાયેલા પ્રાથમિક અહેવાલે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટી હોવા છતાં વિમાનને લેન્ડિંગ માટે મંજૂરી કેમ આપવામાં આવી? તે મુદ્દો તપાસનું કેન્દ્રબિંદુ બન્યો છે. આ દુર્ઘટનામાં અજિત પવાર…