આજે હોલિકા દહનનો મહોત્સવ: સાંજે ૬ થી મધરાત સુધી શુભ મુહૂર્ત, ઝાળ પરથી વર્ષનું ભવિષ્ય વાંચાશે ધાર્મિક વિધિ, લોકઆસ્થા અને આગાહીકારોની પરંપરા સાથે શહેરમાં ઉજવણીનો ઉમંગ.
આજે ફાગણ સુદ પૂર્ણિમાના પાવન દિવસે હોલિકા દહનનો મહોત્સવ ઉજવાશે. શહેરના ઠેરઠેર વિસ્તારોમાં સાંજે ૬ વાગ્યાથી હોલિકા પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શરૂ થશે, જે રાત્રે લગભગ ૧૨ વાગ્યા સુધી ચાલશે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ હોલિકા દહન બાદ આગાહીકારો હોળીની ઝાળને આધારે આગામી વર્ષ અંગે વરતારો આપશે. આ ધાર્મિક વિધિ માત્ર હોલિકા દહન પૂરતી મર્યાદિત નથી,…