રાજકોટમાં સગીરાને ભગાડી દુષ્કર્મ કરનારને કડક સજા — ૨૦ વર્ષની સખ્ત કેદ અને દંડ સાથે ન્યાયનો સંદેશ.
રાજકોટ શહેરમાં નોંધાયેલા એક ગંભીર અને સંવેદનશીલ ગુનામાં અદાલતે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આપ્યો છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્ન (નિકાહ) કરવાની લાલચ આપી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. ૮૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો સમાજમાં વધતી મહિલા વિરુદ્ધ ગુનાઓ સામે એક કડક સંદેશ તરીકે જોવામાં…