વિકસિત ભારત તરફનો મોટો પગથિયો: સામાન્ય નાગરિકોને રાહત આપતા GST સુધારા બદલ પ્રધાનમંત્રીને ગુજરાત તરફથી આભાર
ભારતના અર્થતંત્રમાં એક ઐતિહાસિક નિર્ણય રૂપે, દિલ્હી ખાતે યોજાયેલી ૫૬મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચીજ-વસ્તુઓ અને સેવાઓ પરના વેરાના દરમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવાનો મહત્ત્વનો ઠરાવ લેવાયો. આ નિર્ણયથી સામાન્ય નાગરિકો, ખેડૂત વર્ગ, મધ્યમ વર્ગના પરિવારો, નાના વેપારીઓ તથા ઉદ્યોગકારો સહિત સમાજના તમામ વર્ગોને સીધો લાભ મળશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય બદલ પ્રધાનમંત્રી…