આજે રજૂ થશે મુંબઈ મહાનગરપાલિકાનું ૨૦૨૬–૨૭નું મહાબજેટ ૮૦ હજાર કરોડનો આંકડો પાર કરવાની શક્યતા, રસ્તા–માળખાકીય વિકાસ સાથે નવા કરનો ભાર વધવાની સંભાવના.
દેશની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકા ગણાતી Brihanmumbai Municipal Corporation (BMC) આજે વર્ષ ૨૦૨૬–૨૭ માટેનું મહત્ત્વપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. દર વર્ષે દેશભરમાં સૌથી વધુ ધ્યાન ખેંચતું નગરપાલિકા બજેટ ગણાતું BMCનું આ બજેટ આ વર્ષે અનેક કારણોસર ખાસ બન્યું છે. ગયા વર્ષે અંદાજે ૭૪ હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરનાર BMC આ વર્ષે ૮૦ હજાર…