માસૂમિયત પર મજૂરીનો ભાર નહીં: ૧૨ જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ નિમિત્તે ખાસ અહેવાલ
એક બાળક એ આપણા સમાજનું એવું નિર્મળ દર્પણ છે, જેમાં આપણે દેશનું ભવિષ્ય જોઈ શકીએ. તે શાળાના વર્ગખંડમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરે, ખેલમય વાતાવરણમાં આનંદ મેળવે, એ તેની યથાર્થ જગ્યા છે. પરંતુ જ્યારે આ બાળક કપડાંના કારખાનાં, ચાની ટપરી કે ખાદ્યસામગ્રીની દુકાન પર મજૂરી કરતી સ્થિતિમાં જોવા મળે ત્યારે એ દેશ માટે ચિંતાજનક સંજોગો છે. સમાજ…