જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ગરમાવો: વોર્ડ નં.7માં ભાજપ ઉમેદવારના ફોર્મ પર કોંગ્રેસનો વિરોધ, ચકાસણી સ્થળે તીવ્ર દલીલો.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગઈ છે અને આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. જામનગર શહેરમાં યોજાયેલી આ ચકાસણી પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 7માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટકરાવ જોવા મળ્યો છે. ફોર્મ ચકાસણી દરમિયાન ઉઠ્યો વિવાદ આજે શહેરની વિવિધ કચેરીઓમાં ઉમેદવારી ફોર્મની સ્ક્રુટિની ચાલી રહી હતી, ત્યારે…