દ્વારકા નજીક રૂપેણ બંદરે ગૌમાંસ મળ્યાનો વિવાદ: હિન્દુ સમાજમાં રોષ, તાત્કાલિક કાર્યવાહી માટે રેલી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદર વિસ્તારમાં ગૌમાંસ મળ્યાની ઘટનાએ ધાર્મિક અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચાવી છે. ઘટનાની માહિતી બહાર આવતા જ હિન્દુ સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે અને તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ સમગ્ર મામલે થોડા દિવસ અગાઉ જ વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો-મહંતો દ્વારા ઉપવિભાગીય…