પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરથી રજતમઢિત પાલખીનું ભવ્ય પ્રસ્થાન – શોભાયાત્રાએ જામનગરને શિવમય બનાવ્યું.
જામનગર શહેર મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તિ, આસ્થા અને સાંસ્કૃતિક ગૌરવના અનોખા રંગોમાં રંગાઈ ગયું હતું. શહેરના પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી ભગવાન શિવની રજતમઢિત પાલખીનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. “હર હર મહાદેવ” અને “બમ બમ ભોલે”ના ગુંજતા જયઘોષ વચ્ચે શરૂ થયેલી આ શોભાયાત્રાએ સમગ્ર જામનગરને શિવમય બનાવી દીધું હતું. પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરનું આધ્યાત્મિક…