મુંબઈના ટ્રાફિકને મળશે ‘સ્માર્ટ દિમાગ’ – AI આધારિત મેનેજમેન્ટ પ્લાન પર સરકાર ગંભીર BKCથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી જૅમ ઘટાડવા ટેક્નોલોજીનો સહારો, પોલીસ-BMCને તાત્કાલિક સૂચના.
મુંબઈમાં વધતા ટ્રાફિક જૅમ, અકસ્માતો અને અવ્યવસ્થાને કાબૂમાં લેવા માટે હવે ટેક્નોલોજીનો સહારો લેવાશે. મહારાષ્ટ્ર સરકાર શહેર માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવાની દિશામાં આગળ વધી રહી છે. તાજેતરમાં યોજાયેલી જિલ્લા આયોજન સમિતિની બેઠક દરમિયાન આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અમલીકરણ અંગે ઉચ્ચ સ્તરની…