વિશ્વ કેન્સર દિવસ 2026 : સિવિલ હોસ્પિટલ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ચોંકાવનારા આંકડા, એક વર્ષમાં ૨૩,૮૧૦ નવા દર્દીઓ નોંધાયા, પુરુષોમાં મોઢાના કેન્સરમાં ૧૦ ટકા વધારો
આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવાઈ રહ્યો છે. દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ ઉજવાતો આ દિવસ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, સમયસર નિદાન અને યોગ્ય સારવારનું મહત્વ સમજાવવાનો તેમજ કેન્સર સામે લડતા દર્દીઓમાં હિંમત અને આશા જગાવવાનો સંદેશ આપે છે. પરંતુ આ જાગૃતિના દિવસ પર ગુજરાતની સૌથી મોટી સરકારી આરોગ્ય સંસ્થાઓમાંથી એક એવી સિવિલ હોસ્પિટલ અમદાવાદની…