“અંબાજી પદયાત્રા–સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2025”: આસ્થા અને પર્યાવરણ સંરક્ષણનું સંગમ
ભારતભરમાં ધાર્મિક મેળા અને પદયાત્રાઓ માત્ર ધાર્મિક ભાવના કે આધ્યાત્મિક અનુભવનો જ અવિભાજ્ય ભાગ નથી, પરંતુ તે સામાજિક એકતાનું, સહભાગિતાનું અને સંસ્કૃતિના જતનનું પણ જીવંત પ્રતિક છે. ગુજરાતના ઉત્તર ભાગમાં દર વર્ષે ઉજવાતી ભાદરવી પૂનમની અંબાજી પદયાત્રા લાખો માઈભક્તોની આસ્થાનું અનોખું પ્રતિબિંબ છે. અંબાજી માતાના દર્શન માટે હજારો નહીં પરંતુ લાખો યાત્રાળુઓ દેશના વિવિધ ખૂણેથી…