રાજકોટના TRP ગેમઝોન આગકાંડમાં મોટો વળાંક : પૂર્વ TPO મનસુખ સાગઠિયાને જામીન, ન્યાયિક પ્રક્રિયામાં નવી દિશા
રાજકોટના TRP ગેમઝોન આગકાંડમાં, જેમાં નિર્દોષ બાળકો સહિત અનેક લોકોનાં પ્રાણ ગયા હતા, તે કેસે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ભારે ચકચાર મચાવી હતી. સુરક્ષા ધોરણોનું પાલન કર્યા વગર ચાલી રહેલા આ ગેમઝોનમાં લાગી ગયેલી આગે પળવારમાં અનેક પરિવારોને અંધકારમાં ધકેલી દીધા હતા. આ ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે હવે પૂર્વ ટાઉન પ્લાનિંગ…