દાઉદપુરમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભવ્ય વેજવાસ માતાજીની ઉજવણી : ભક્તિ, ભાવના અને એકતાનો અનોખો મેળો
પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું નાનું પરંતુ ઐતિહાસિક અને પરંપરાગત ગામ દાઉદપુર, દર વર્ષે ભાદરવા સુદ નોમના પાવન દિવસે ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવાતી વેજવાસ માતાજીની ઉજવણી માટે પ્રખ્યાત છે. વર્ષો જૂની આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ ગામની એકતા, સંસ્કૃતિ અને સામાજિક શક્તિનો જીવંત પ્રતિક છે. આ વર્ષે પણ આ પાવન અવસર પર દાઉદપુર…