સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ

જામનગર,  જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત જામનગર જીલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલ યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તથા પદાધીકારીઓ દ્વારા લોક માંગણીઓને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી રજુઆતો અંગે સકારાત્મક દિશામાં કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિભાગોની યોજનાઓની સમીક્ષા અને કામગીરી જેમાં દિન-દયાળ અંત્યોદય યોજના- નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન, શહેરી ફેરીયાઓને સહાય માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન,ભૂગર્ભ ગટર શાખા, અમૃત ૨.૦ ગ્રીન સ્પેસ એન્ડ પાર્ક પ્રોજેક્ટ, વોટર વર્કસ શાખા, આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નમોશ્રી યોજના, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ગુણોત્સ્વ ગ્રેડ, સ્માર્ટ સ્કુલ પ્રોજેક્ટ હેઠળ શાળા બિલ્ડીંગ નવીનીકરણ, પી.એમ. પોષણ યોજના, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, આઈસીડીએસ વિભાગની સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તથા લગત વિભાગના અધિકારીઓએ આ યોજનાઓ અંતર્ગત થઇ રહેલી કામગીરી અંગે સાંસદને માહિતગાર કર્યા હતા.

આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, રેલ્વે વિભાગ દ્વારા થઇ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પી.એમ.પોષણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વરછ ભારત મિશન(ગ્રામિણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, જીલ્લા વિદ્યુત કમિટી દ્વારા થઇ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ, ઈન્ટીગ્રેટેડ વોટરસેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી જામનગર જીલ્લા વહીવટીતંત્ર દ્વારા થઇ રહેલ કામગીરી અંગે સાંસદએ માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હોવાથી જીલ્લામાં નિયમિત પાણી વિતરણ કરવા, જરૂર હોય તે જગ્યાઓ પર પાણી વિતરણનો જથ્થો વધારવા તથા પ્રિ-મોન્સુન કામગીરી અને સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવા જણાવ્યું હતું. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે જન પ્રતિનિધિઓ દ્વારા લોકોની વિવિધ માંગણીઓને લઈને જે રજુઆતો કરવામાં આવે છે તેનું યોગ્ય રીતે નિરાકરણ લાવી લોકોની સવલતોમાં વધારો થાય તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવે જેથી કરીને જીલ્લામાં વિકાસના કાર્યોને વેગ મળે.

આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કરે સાંસદ દ્વારા આપવામાં આવેલા સૂચનો ધ્યાને લઇ પડતર કામો ઝડપથી પૂર્ણ કરવા તથા લોકોની રજુઆતોને ધ્યાને લઇ અગત્યના કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

https://www.instagram.com/samay__sandesh/

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર,જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો , ડી.આર.ડી.એ. નિયામક શારદા કાથડ, રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ.રાજકોટ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચઓ, ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યઓ, આગેવાનઓ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

ચોમાસાને લઈને ટ્રાફિક સમસ્યા વિકટ નહીં બને તે માટે પ્રી મોનસુન કામગીરી શરૂ કરતી સુરત ટ્રાફિક પોલીસ

ચોમાસાને લઈને ટ્રાફિક સમસ્યા વિકટ નહીં બને તે માટે પ્રી મોનસુન કામગીરી શરૂ કરતી સુરત ટ્રાફિક પોલીસ

ચોમાસાને લઈને ટ્રાફિક સમસ્યા વિકટ નહીં બને તે માટે પ્રી મોનસુન કામગીરી શરૂ કરતી સુરત ટ્રાફિક પોલીસ

સુરત, સંજીવ રાજપૂત: હાલમાં સુરતના અલગ અલગ વિસ્તારોના રસ્તાઓ પર વિકાસલક્ષી કાર્યને લઈને રસ્તાઓ સાંકડા અને અમુક જગ્યા પર ડાયવર્ઝન આપવામાં આવ્યો છે તેમજ મોટા ખાડાઓ ખોદાયેલા હોય છે જેના કારણે ચોમાસામાં અમુક વિસ્તારમાં વાહન ફસાઈ જાય એવી સંભાવના લઈને ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન કરી શહેરની રોડ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ભાગરૂપે સર્વે શરૂ કર્યો

આગામી ચોમાસુ શરૂ થતા ટ્રાફિક વ્યવહાર વધુ વિકટ નહિ બને તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મહાનગરપાલિકાના કમિશનર અગ્રવાલ સાથે સંકલન કરીને ચોમાસા પહેલા રસ્તાઓ ક્લિયર કરવાના નિર્દેશ આપવામાં આવ્યો

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસલક્ષી કાર્યને લઈને અલગ અલગ વિસ્તારમાં રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને આગામી ચોમાસુ શરૂ થતા પહેલા જ વાહન ચાલકને ચોમાસામાં કોઈપણ પ્રકારની વિકટ પરિસ્થિતિ ઊભી નહીં થઈ તે માટેની તૈયારી શહેર ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારી સાથે અલગ અલગ ઝોનમાં રોડ ટ્રાન્સપોર્ટ માટે સર્વે સાથે શરૂ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં રસ્તાઓ પર ખોદકામને લઈને ચોમાસામાં રસ્તા બેસી જવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ એવા વિસ્તારોને તાત્કાલિક અસરથી પુરાણ કરવાની સાથે અમુક વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યમાં બેરીકેટ મૂકવામાં આવ્યા છે એને હટાવવાની જરૂરી સુચના સૂચન પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

વિશ્વનો સૌથી વિકાસ પામતું શહેર તરીકે ઓળખાતું સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિકાસલક્ષી પ્રોજેક્ટ શહેરમાં શરૂ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધારે મેટ્રો તેમજ ઓવર બ્રિજ અને અમુક વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇન નખાતી હોવાના કારણે રસ્તાઓ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે રોડ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માં વાહન ચાલકને ઘણી તકલીફો અને પરેશાની નો સામનો કરવો પડે છે ત્યારે શહેરમાં મેટ્રો પ્રોજેક્ટને લઈને રીંગરોડ કે આઉટર રીંગ રોડ પર કાર્ય શરૂ હોવાને લઈને કેટલાક વિસ્તારમાં બેરીકેટ લગાવવામાં આવ્યા હતા.

રસ્તા ઉપર વાહન ચાલકોને ઘણી સમસ્યા ઊભી થતી હતી અને આગામી ચોમાસા શરૂ થાય એ પહેલાં જ સુરત શહેરના અલગ અલગ રોડ ટ્રાન્સપોર્ટ ના ભાગરૂપે રસ્તાઓની ફિટનેસ ચકાસણી ટ્રાફિક પોલીસ અધિકારી અને મહાનગરપાલિકાના અધિકારી દ્વારા અલગ અલગ ઝોનમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવ્યું છે જેની પાછળ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શહેરીજનોને રોડ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં ટ્રાફિક સમસ્યામાં વધુ ચોમાસામાં જટિલ સમસ્યા નહીં સર્જાય તે માટે મહાનગરપાલિકાના કમિશનર અગ્રવાલ સાથે સંકલન મીટીંગો કરીને જરૂરી રસ્તાઓ ઉપર પાણીનો ભરાવું નહીં થઈ સાથે અમુક જગ્યા ઉપર ખોદકામને લઈને રસ્તો બેસીને જાય તે માટેની સર્વે સાથે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જ્યારે કેટલાક રસ્તાઓ પર બંધ કરવાને લઈને પણ ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બની રહી છે.

https://www.instagram.com/samay__sandesh/

ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર અને હાલમાં સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં કામગીરી શરૂ થતા શહેર કોડ વિસ્તારમાં આવતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ ઓવર બ્રિજની કામગીરીને લઈને બધી જ જગ્યા પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે તેની સમીક્ષા કરવા માટે ગુરુવારે બપોરે ટ્રાફિક ડીસીપી અને તેમના એસીપી અને મહાનગરપાલિકાના અધિકારી સાથે અલગ અલગ જગ્યા પર સર્વે કરવામાં આવ્યો હતો પ્રી મોન્સૂન કામગીરી અત્યાર સુધી આપણે મહાનગરપાલિકાની જોવા મળતી હતી પરંતુ આ વખતે પહેલીવાર શહેર પોલીસે પણ પ્રી મોનસુન કામગીરી ને લઈને કામગીરી કરવામાં આવતા શહેરીજનોને ચોમાસામાં ટ્રાફિક વ્યવસ્થામાં સમસ્યા નહીં નડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

જેના માટે ખુદ શહેર ડીસીપી ટ્રાફિક પોતાના અધિકારી સાથે ભર તડકામાં ફરી રહ્યા છે ખૂદ અલગ અલગ રસ્તાઓ પર વધતો જતો ટ્રાફિકનો સર્વે સાથે જરૂરી માર્ગદર્શન અધિકારીને આપી રહ્યા છે જેથી કરીને શહેરીજનો ટ્રાફિક જામમાં વધારે સમય ઊભા નહીં રહી તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેને લઇને જરૂરી નિર્દેશ શહેર પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

મશીન ભલે તૂટે, બાળકોના સપના નહીં તૂટવા દઈએ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

મશીન ભલે તૂટે, બાળકોના સપના નહીં તૂટવા દઈએ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

મશીન ભલે તૂટે, બાળકોના સપના નહીં તૂટવા દઈએ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, જન્મજાત બહેરાશની તકલીફ હોય તેવા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક કોકલીયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન નિ:શુલ્ક લગાવી આપવામાં આવે છે. નાનું બાળક રમત ગમત કરતા કાનની બહાર લગાવવાનું એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન ખોઈ બેસે છે કે પછી તૂટી જાય કે બગડી જાય છે ત્યારે બાળક ફરીથી શ્રવણ શક્તિ ગુમાવે છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ૧૦૦ બાળકોને કોકલીયાર ઈમ્પ્લાન્ટ અને એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.કુલ ૨૨૦ બાળકોને, રૂપિયા અઢી લાખનું એક એવા આ મશીનનું બીજીવાર ફીટીંગ અને મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું છે.બાકી રહેલા ૧૨૦ બાળકોના પણ પ્રોસેસર ઈમ્પ્લાન્ટ ટુંક સમયમાં નવા બદલી આપવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આ સંદર્ભે આરોગ્ય મંત્રીએ કહ્યું કે, બાળક એ દેશનું ભવિષ્ય છે. બધીરતાની તકલીફ કે મશીન બગડી જવાના કારણે બાળકનું ભણતર અટકી જાય અને તેનું ભવિષ્ય ધૂંધળું બને તેવું સરકાર થવા નહીં દે. અને એટલે જ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર બગડ્યું હોય કે ખોવાઈ ગયું હોય તેવા કિસ્સામાં આ મશીન ફરીથી નિશુલ્ક લગાવી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેમણે ઉમેર્યું કે, પહેલીવાર ખાનગી હોસ્પિટલમાં મશીન લગાવ્યું હોય તો તેમની પાસેથી કુલ ખર્ચના ૧૦ ટકા જેટલી નજીવી રકમ લઈને બીજી વાર મશીન લગાવી આપવામાં આવશે. કુદરતે કોઈ બાળકને કાનમાં ત્રુટી આપી છે તો તેને નિવારવા સરકારે કૃત્રિમ શ્રવણ શક્તિ આપવાનું વ્યવસ્થા સરકારે બનાવી છે.

સોલા સિવિલ હોસ્પિટલના વિભાગના વડા શ્રીમતી નીના ભાલોડીયાએ સરકારી ઓડિયોલોજી કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિગતો આપતા કહ્યું કે, અત્યારે સુધીમાં ૯૦૦૦ લોકોએ બહેરાશ સંબંધી સારવાર અહીં લીધી છે. ૪૦૦૦ થી વધુ કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે. સ્પીચ થેરાપી માટેના સાઉન્ડ પ્રુફ રૂમ અને અધ્યતન સાધનો અહીં ઉપલબ્ધ છે. મંત્રી ઋષિકેશ પટેલે ઓડિયોલોજી ફેસીલીટી, સ્પીચ થેરાપી સેન્ટર, ઈમ્પ્લાન્ટ સુવિધા વગેરેની મુલાકાત લીધી હતી. તેમણે સોલા સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડની રૂબરૂ મુલાકાત લઈને તમામ મેડિકલ ફેસીલીટીની સમીક્ષા કરી હતી અને  તબીબો તેમજ વહીવટી અધિકારીઓને આવશ્યક સૂચનો કર્યા હતા.

તેમણે ઉમેર્યું કે, પહેલીવાર ખાનગી હોસ્પિટલમાં મશીન લગાવ્યું હોય તો તેમની પાસેથી કુલ ખર્ચના ૧૦ ટકા જેટલી નજીવી  રકમ લઈને બીજી વાર મશીન લગાવી આપવામાં આવશે. કુદરતે કોઈ બાળકને કાનમાં ત્રુટી આપી છે તો તેને નિવારવા સરકારે કૃત્રિમ શ્રવણ શક્તિ આપવાનું વ્યવસ્થા સરકારે બનાવી છે. મંત્રીએ કહ્યું કે, બાળકનું સપનું હોય વૈજ્ઞાનિક બનવું, ઇજનેર બનવું અને સારી કારકિર્દી બનાવીને પરિવાર અને રાષ્ટ્રની સેવા કરવી. તો આવા સપના પૂરા કરવામાં તેમની બધિરતા અડચણ ન બને તે રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારે ઓડિયોલોજીમાં ઉચ્ચ તબીબી અભ્યાસ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઊભું કર્યું છે.

મંત્રીએ કહ્યું કે, બાળકનું સપનું હોય વૈજ્ઞાનિક બનવું, ઇજનેર બનવું અને સારી કારકિર્દી બનાવીને પરિવાર અને રાષ્ટ્રની સેવા કરવી. તો આવા સપના પૂરા કરવામાં તેમની બધિરતા અડચણ ન બને તે રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારે ઓડિયોલોજીમાં ઉચ્ચ તબીબી અભ્યાસ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઊભું કર્યું છે. સોલા સિવિલ હોસ્પિટલના વિભાગના વડા શ્રીમતી નીના ભાલોડીયાએ સરકારી ઓડિયોલોજી કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિગતો આપતા કહ્યું કે, અત્યારે સુધીમાં ૯૦૦૦ લોકોએ બહેરાશ સંબંધી સારવાર અહીં લીધી છે. ૪૦૦૦ થી વધુ કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે. સ્પીચ થેરાપી માટેના સાઉન્ડ પ્રુફ રૂમ અને અધ્યતન સાધનો અહીં ઉપલબ્ધ છે.

https://www.instagram.com/p/DJq7UWCMolw/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

મંત્રી ઋષિકેશ પટેલે ઓડિયોલોજી ફેસીલીટી, સ્પીચ થેરાપી સેન્ટર, ઈમ્પ્લાન્ટ સુવિધા વગેરેની મુલાકાત લીધી હતી. તેમણે સોલા સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડની રૂબરૂ મુલાકાત લઈને તમામ મેડિકલ ફેસીલીટીની સમીક્ષા કરી હતી અને તબીબો તેમજ વહીવટી અધિકારીઓને આવશ્યક સૂચનો કર્યા હતા. આરોગ્ય વિભાગના સચિવ ધનંજય ત્રિવેદી , આરોગ્ય કમિશનર ગ્રામ્ય શ્રીમતી રતન કવર ગઢવી ચારણ, આરોગ્ય વિભાગના અધિક નિયામક નયન જાની, સોલા મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ, તબીબી અધ્યાપકો અને પ્રોફેસર વિગેરે આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતા.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે, તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મહિલા દર્દીના પરિવારજનોએ કરી માંગ.

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે

 

પરિવારજનો આસ્થા હોસ્પિટલ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર ને મળવા પહોંચતા ની સાથેજ હાજર સ્ટાફ દ્વારા ગેર વર્તણુક કરી ધક્કામૂકી કરી મારવાની ધમકી આપી… સમગ્ર ઘટના બાબતે પરિવારજનોએ તબીબ અને સ્ટાફ સામે કાર્યવાહી કરવા અને ન્યાયની માંગ કરતા FIR નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા, પોલીસ ફરિયાદ નહીં લેતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ.!!!

પાટણ જિલ્લાની રાધનપુર સ્થિત આવેલ આસ્થા હોસ્પિટલ જે અગાઉ પણ વિવાદ ને લઈને ચર્ચામાં રહી છે. ત્યારે ફરીથી વધુ એકવાર ચર્ચા મા જોવા મળી રહી છે. રાધનપુર ભાભર ત્રણ રસ્તા પાસે આવેલ આસ્થા હોસ્પિટલ ના તબીબ ડો. દેવજીભાઈ પટેલ ની ઘોર બેદરકારી અને સ્ટાફની ગેર વર્તણુક હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છૅ ત્યારે આ ઘટનાં ને લઈને હાલતો રાધનપુર પંથકમાં ચર્ચા નો વિષય બન્યો છે.

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ઠાકોર ભરતભાઇ ની પત્નિ પાર્વતીબેન સગર્ભા હોય શરૂઆત થી જ છેલ્લા 3 મહિના થી આસ્થા હોસ્પિટલ ના તબીબ ડો. દેવજીભાઈ ના ત્યાં દવા ચાલુ હતી. ત્યારે મહિલા દર્દીને પેટમા અચાનક દુખાવો ચાલુ થતાં ત્યાં આસ્થા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં મહિલા દર્દી ના રિપોર્ટ કરી દવાઓ આપી ઘરે પરત મોકલી દીધા હતા જે બાદ રાત્રે મહિલાને સતત પેટનો દુખાવો ચાલુ રહ્યો હતો ત્યારે બીજા દિવસે વહેલી સવારે મહિલા દર્દીને લઈને પોતાના પરિવારજનો રાધનપુર ની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. જ્યાં રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે મહિલાના પેટના અંદરના ભાગે ગાંઠ જેવું કંઈક દેખાય છે અને બાળક પણ તંદુરસ્ત નથી અને મહિલા તેમજ બાળક ની હાલત નાજુક દેખાઈ રહી છે જેથી કરીને પરિવારજનોને પાટણ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા જ્યાં પરિવારજનો પાટણની જુના બસ ડેપો પાસે આવેલ પંછીવાલા હોસ્પિટલ પહોંચી સારવાર કરાવતા અને રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે બાળકની હાલત નાજુક છે અને બાળક મૃત અવસ્થામાં હોય તાત્કાલિક બાળકને બહાર કાઢવાની તજવીજ લેવી પડશે નહીં તો બાળક મૃત હોય મહિલાને મોટી તકલીફ થાય તેવું જણાવતા પાટણ ની ખાનગી હોસ્પિટલ મા દવા શરૂ કરાવી હતી.

ત્યારે રાધનપુરની આસ્થા હોસ્પિટલ ના ડો. દેવજીભાઈ પટેલ એ આ વાત ને પરિવારજનોને કહ્યા વગર જ નોર્મલ અને સામાન્ય સ્થિત કેવી રિતે કહી તેમજ જયારે મહિલા દર્દી ને લઈને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે દવા આપી કેમ ઘરે મોકલી દીધા જે સવાલો વચ્ચે જ અત્યારે હાલ તો બાળક પાટણ ની અન્ય હોસ્પિટલમા સારવાર અર્થે પહોંચતા મૃત જાહેર કરાયો હોય ત્યારે આસ્થા હોસ્પિટલ ની આ બેદરકારી ને કારણે જ મારો બાળક મૃત પામેલ છે તેવું સેંધાભાઈ ઠાકોરે જણાવ્યું હતું અને આ તબીબ સામે કડક અને કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાધનપુર આસ્થા હોસ્પિટલના તબીબ ની બેદરકારી થી બાળ મોતનો મામલો ગરમાયો છૅ તો બીજી તરફ મહિલા દર્દીના પિતા દેવાભાઇએ મીડિયા સમક્ષ જણાવ્યું કે પોલીસે ફરિયાદ લઇ રહી નથી તેવા આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વ નું છે કે પરિવારજનો જયારે ગત. તા.13/05/25 ના રોજ ફરીથી આસ્થા હોસ્પિટલ પહોંચી પોતાની વ્યથા કહેવા ગયેલ ત્યારે હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા ગેર વર્તણુક કરવામાં આવી હતી અને જવાબ આપવાની જગ્યાએ પરિવારને ધક્કા મૂકી કરી ધમકી આપી બહાર કાઢી મારવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપ મહિલા દર્દી નાં સસરા સેંધાભાઇ ઠાકોર કરી રહ્યા છે. એટલુંજ નહીં પરંતુ આ સમગ્ર ઘટના ને પગલે મહિલા દર્દી ના પરિવારજનો ન્યાય માટે રાધનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં પોલીસએ ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છૅ.

આસ્થા હોસ્પિટલ રાધનપુર પહોંચેલા મહિલા દર્દીના પરીજનો સાથે સ્ટાફ દ્વારા ધક્કા મુક્કીથી લઈને ગેર વર્તણૂક અને ધમકી આપી હોવાના આક્ષેપ હોય પરિવાર ન્યાય ની માંગ સાથ પોલીસ મથકે પહોંચે છે. તો પોલીસ મથકે પણ ન્યાય મળ્યો નથી ત્યારે પરિવારજનોમા ભારે રોષ વ્યાપ્યો હતો. રાધનપુર પોલીસ મથકે પહોંચેલા પરિજનોની ફરિયાદ લેવામાં ન આવી હોવાની વિગતો મહિલા દર્દીના સસરા ઠાકોર સેંધાભાઇ એ મીડિયા સમક્ષ માહિતી આપી છે. ત્યારે મીડિયાને જણાવ્યું હતું કે રાધનપુર પોલીસ પણ કેસ લેવા તૈયારી નથી અને કયાંક ને ક્યાંક ડૉ. દેવજીભાઈના ઉચ્ચ રાજકારણને લઈને અમને પરેશાન કરવામાં આવી રહ્યા છૅ તેવું જણાવ્યું હતું.આસ્થા હોસ્પિટલના આ મામલે પોલીસ ફરિયાદ નહીં લેતા આખરે પરિવારએ લેખિત મા પરિજનોએ ફરિયાદ લેવા જણાવ્યું છે અને લેખિત આપી પોલીસ ને fir નોંધવા માટે જણાવ્યું હોવાની વિગત સામે આવી છૅ.

https://www.instagram.com/reel/DJqgeWqpRpf/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

રાધનપુરના કલ્યાણપુરા ગામના મહિલા દર્દી પાર્વતીબેન ભરતભાઇ ઠાકોર કે જેઓ ને ત્રણ મહિનાનો ગર્ભ હોવાથી સતત ત્રણ મહિના થી આસ્થા હોસ્પિટલ ના ડૉ. દેવજીભાઈ ની દવા ચાલુ હોય દવા લઇ રહ્યા હતા.અને આ મહિલાને પેટમાં દુખાવો થતાં મહિલા સાથેજ પરિજનઓએ હોસ્પિટલ જઈ સમગ્ર વાત કરતા સામાન્ય સ્થિત બતાવી દવા આપી ઘરે મોકલી દીધા હતા.ત્યારબાદ મહિલા ને સતત પેટમાં દુખાવો વધતા પરિજનઓએ મહિલાને રાધનપુર ની અન્ય ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તમામ પ્રકારના રિપોર્ટ કરાવતા ડૉ. એ કહેલ કે આસ્થા હોસ્પિટલ થી આ કેશ બગડી ગયેલ છે રિપોર્ટ ખરાબ આવેલ છે.ત્યારબાદ પાટણ ખાતે પરિજનઓએ અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.જ્યાં ડોક્ટરે કહ્યું કે આ મહિલાની સ્થિતિ ખૂબ જ નાજુક છે તેમ જ ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ પણ ખૂબ જ નાજુક છે.ડોક્ટરે કહેલ કે બાળક બચે તેવી સ્થિતિમાં નથી તેવું ડોક્ટરે જણાવેલ ત્યારબાદ ત્યાં હોસ્પિટલ મા મહિલા ને દાખલ કરી દવા ચાલુ કરાવેલ અને આખરે બાળક મૃતક હાલત મા કાઢી મહિલાનો બચાવ કરતા બાળક મૃતક જાહેર કરતા બાળક નો જીવ આસ્થા હોસ્પિટલના તબીબ ની બેદરકારી થી થયું હોવાના પડીજવારજનો એ આક્ષેપ કર્યા છૅ અને ન્યાય ની માંગ કરી રહ્યા છે ત્યારે આ બાબતે વાત કરવા ગયેલ પરિવારજનો સાથે આસ્થા હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા પરિવાર સાથે ગેરવર્તણુક અને ધક્કા મુક્કી કરી ધમકી આપી હોવાના લેખિત મા ઉલ્લેખ કર્યા છે.ત્યારે બાળ મોત થી લઈને મહિલા ની સ્થિત નાજુક બની હોય જીવના જોખમે મહિલા હોય સારવાર કરાવી રહ્યા પરિજનઓએ પોલીસ મથકે ફરિયાદ આપવા જતા અને fir નોંધવા માટે લેખિત આપી ન્યાય ની માંગ કરી છે તેમજ જવાબદાર તબીબ સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

ઓપરેશન સિંદૂરમાં ભારતની સ્વદેશી એરપાવરનો વિજય: વાયુસેનાએ નિર્ણાયક અસર સાથે બહુવિધ સ્વદેશી વિકસિત મિસાઇલને તૈનાત કરી

અમદાવાદ, સંજીવ રાજપૂત:

1.સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન વયની આવે છે. ઓપરેશન સિંદૂર એ ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે ખાસ કરીને લશ્કરી હાર્ડવેર (આત્મનિર્ભર ભારત)માં આત્મનિર્ભરતા હાંસલ કરવાના સંદર્ભમાં એક વોટરશેડ ક્ષણ તરીકે ચિહ્નિત કર્યું. વાસ્તવિક લડાઇની પરિસ્થિતિમાં પ્રથમ વખત, ભારતીય વાયુસેના (IAF) એ નિર્ણાયક અસર સાથે બહુવિધ સ્વદેશી વિકસિત મિસાઇલ સિસ્ટમ્સ-બ્રહ્મોસ, આકાશ અને બરાક MR-SAM-ને તૈનાત કરી.
આ ઓપરેશનલ ઉપયોગ માત્ર પ્રતીકાત્મક ન હતો. આ મિસાઇલ સિસ્ટમ્સ: જીવંત લડાઇમાં તટસ્થ ગંભીર જોખમો, જેમ કે ફાઇટર જેટ, ડ્રોન અને એરબોર્ન રડાર સિસ્ટમ્સ. યુદ્ધક્ષેત્રની પરિસ્થિતિઓ હેઠળ પ્રદર્શિત વિશ્વસનીયતા, કોઈપણ શસ્ત્ર પ્રણાલી માટેના સૌથી મહત્વપૂર્ણ માપદંડોમાંનું એક. NAVIC સિગ્નલોનો ઉપયોગ કરી શકે તેવી નેવિગેશન સિસ્ટમ્સ દ્વારા માર્ગદર્શિત, પિનપોઇન્ટ સચોટતા સાથે લક્ષ્યોને હિટ કરો. લાંબા સમયથી આયાત દ્વારા પ્રભુત્વ ધરાવતા ડોમેનમાં ભારતીય R&D, DRDO અને સંયુક્ત ઉત્પાદન સાહસોની અસરકારકતાની પુષ્ટિ કરી.ભારતના પરિપક્વ થતા સંરક્ષણ ઔદ્યોગિક આધારનું આ એક શક્તિશાળી સમર્થન છે, જે તેને માત્ર એક ગ્રાહક તરીકે નહીં, પરંતુ અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલીના ગંભીર વૈશ્વિક સપ્લાયર તરીકે સ્થાન આપે છે.

2.મિસાઇલ સિસ્ટમ્સ જેણે સગાઈને ફરીથી વ્યાખ્યાયિત કરી

બ્રહ્મોસ – ભારતીય મિસાઇલ શક્તિનો ભાલો રશિયા સાથે સંયુક્ત રીતે વિકસિત, તેમ છતાં નોંધપાત્ર ભારતીય ઉત્પાદન અને વિકાસ પદચિહ્ન સાથે.એરફોર્સ, આર્મી અને નેવી – ત્રણેય સેવાઓમાં વપરાય છે.ભારતીય વાયુસેના પાસે બ્રહ્મોસના સરફેસ-લોન્ચ અને એર-લોન્ચ વર્ઝન છે.ભારતીય સેના પાસે બ્રહ્મોસનું સરફેસ-લોન્ચ વર્ઝન છે. ભારતીય નૌકાદળ પાસે બ્રહ્મોસનું શિપ-લોન્ચ વર્ઝન છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય વાયુસેના દ્વારા સરહદી વિસ્તારોમાંથી છોડવામાં આવેલી બ્રહ્મોસ મિસાઇલોએ ચોક્કસ ચોકસાઈ સાથે પાકિસ્તાનની અંદરના વ્યૂહાત્મક લક્ષ્યોને ત્રાટક્યા હતા. ભારતીય વાયુસેનાના Su-30MKI એરક્રાફ્ટે પાકિસ્તાનની અંદરના ટાર્ગેટ પર એર-લોન્ચ કરેલા બ્રહ્મોસને ગોળીબાર કર્યો હતો. દરેક Su-30MKI તેના કદ અને વજનને કારણે 1 બ્રહ્મોસ મિસાઈલ લઈ જઈ શકે છે.
બ્રહ્મોસની ગતિ ઊર્જા તેની ઊંચી ઝડપ – મેક 2.8 – અને ભારે વજનને કારણે અજોડ છે. સરગોધા, જેકોબાબાદ, ભોલારી, ચકલાલા અને નૂર ખાન જેવા વ્યૂહાત્મક સ્થાપનો સાથેના પ્રીમિયર PAF એરબેઝ પરના લક્ષ્યોને હવાઈ પ્રક્ષેપિત બ્રહ્મોસ દ્વારા ફટકો પડ્યો છે. 600 કિમી સુધીની રેન્જ, સુપરસોનિક સ્પીડ અને પિનપોઇન્ટ એક્યુરસી સાથે, બ્રહ્મોસ લાંબા સમયથી સેવામાં છે અને તેણે તેની લડાઇ ક્ષમતા સાબિત કરી છે. આ સફળતા ભારતના નિકાસ પ્રમાણપત્રોને વેગ આપે છે, ખાસ કરીને કારણ કે 12 દેશો સક્રિયપણે તેને મેળવવા માટે વાતચીત કરી રહ્યા છે. ફિલિપાઈન્સને અત્યાર સુધીમાં બ્રહ્મોસ મિસાઈલની બે બેચ મળી ચૂકી છે.

આકાશ – ઝડપી, સ્વદેશી અને ખર્ચ-અસરકારક
DRDO દ્વારા વિકસિત સંપૂર્ણ સ્વદેશી ટૂંકી અને મધ્યમ-રેન્જની સરફેસ ટુ એર મિસાઈલ (SAM).ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા પાકિસ્તાની JF-17 ફાઈટર એરક્રાફ્ટને સફળતાપૂર્વક અટકાવી અને તેનો નાશ કર્યો.તેણે પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા અન્ય હવાઈ ધમકીઓનો નાશ કર્યો.

આ એકલ અવરોધ ચીની નિર્મિત લડાયક વિમાનો પરના વિશ્વાસને ગંભીરપણે નબળી પાડે છે, ખાસ કરીને એવા દેશોમાં જેઓ પશ્ચિમી જેટ અને મિસાઈલ પ્રણાલીઓના પરવડે તેવા વિકલ્પો શોધી રહ્યા છે.તેની ઓછી કિંમત, ઉચ્ચ ચપળતા અને ઉચ્ચ હત્યાની સંભાવના નાટ્યાત્મક રીતે મૂલ્ય-એન્જિનીયર્ડ ભારતીય તકનીકની શક્તિનું પ્રદર્શન કરે છે.

બરાક-8 MR-SAM – ભારત-ઈઝરાયેલ સહયોગનું પ્રતીક નામ સૂચવે છે તેમ, તે એક મધ્યમ-અંતરની સપાટીથી હવામાં મિસાઇલ (MR-SAM) સિસ્ટમ છે જે ભારતના DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સહ-વિકસિત છે. MR-SAM નો ઉપયોગ ભારતીય વાયુસેના, ભારતીય સેના અને ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવે છે. MR-SAM નું વિસ્તૃત રેન્જ વર્ઝન વિકાસ હેઠળ છે અને તેની રેન્જ 140km સુધી હોઈ શકે છે. આ સિસ્ટમોને સુમેળમાં મોટી સંખ્યામાં તૈનાત કરવાની IAFની ક્ષમતા એક સંકલિત નેટવર્ક કેન્દ્રિત હવાઈ યુદ્ધ ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે, જે સ્વદેશી અને સહ-વિકસિત પ્લેટફોર્મ પર બનેલ છે. તેણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ડ્રોન, મિસાઇલ અને એરક્રાફ્ટ જેવા હવાઈ જોખમોને નિષ્ક્રિય કરવામાં તેની અસરકારકતા સાબિત કરી.

3.ચીન અને તુર્કી માટે પ્રત્યાઘાતો: વિશ્વસનીયતા પર ફટકો: ઓપરેશન દરમિયાન ચીની અને તુર્કી મૂળની શસ્ત્ર પ્રણાલીઓની નિષ્ફળતા તેમની વૈશ્વિક સંરક્ષણ નિકાસ પર ગંભીર અસરો ધરાવે છે.

પશ્ચિમી અને સ્વદેશી રીતે વિકસિત તેજસ એરક્રાફ્ટના બજેટ-ફ્રેંડલી વિકલ્પો તરીકે પ્રમોટ કરાયેલ ચાઈનીઝ JF-17 લડાયક એરક્રાફ્ટ ભારતીય સપાટીથી હવામાં પ્રહાર કરતા મિસાઈલો માટે સંવેદનશીલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આકાશ અને MR-SAM દ્વારા તેમના વિનાશએ આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજિપ્ત, મ્યાનમાર, નાઇજીરીયા વગેરે જેવા સંભવિત ખરીદદારોમાં લાલ ઝંડા ઉભા કર્યા છે.

HQ-9 અને HQ-16 હવાઈ સંરક્ષણ પ્રણાલી, હવાઈ હુમલા સામે શક્તિશાળી ઢાલ તરીકે પ્રમોટ કરવામાં આવી, આધુનિક હવાઈ જોખમો માટે સંવેદનશીલ સાબિત થઈ. તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ઈરાક જેવા સંભવિત ખરીદદારો આકાશ એસએએમને તેના ઉત્તમ પ્રદર્શન માટે વિચારી શકે છે.

પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતા તુર્કીના ડ્રોન પણ અસરકારક રીતે IAF એર ડિફેન્સનો ભંગ કરવામાં નિષ્ફળ ગયા અને કાં તો મધ્ય-હવાને તટસ્થ કરવામાં આવ્યા અથવા ઇલેક્ટ્રોનિક રીતે જામ થઈ ગયા.

અઝરબૈજાન વિ આર્મેનિયા, લિબિયા અને યુક્રેન જેવા સંઘર્ષમાં વૈશ્વિક દૃશ્યતા મેળવનાર તુર્કીના બાયરાક્ટર ડ્રોન્સને હવે વિશ્વસનીય અને મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી સામે અસરકારકતા અંગે પ્રશ્નોનો સામનો કરવો પડે છે. અવિશ્વસનીયતાની ધારણા, ખાસ કરીને સ્વદેશી ભારતીય પ્રણાલીઓના ચહેરામાં, ચાઇનીઝ અથવા તુર્કી પ્લેટફોર્મ પર આધાર રાખતા દેશોને અટકાવી શકે છે, ખાસ કરીને જેઓ પર્યાપ્ત વેચાણ પછીના સમર્થન અથવા તકનીકી ઊંડાણનો અભાવ છે. તેનાથી વિપરિત, ભારતનું દેખીતી રીતે સફળ સંરક્ષણ હાર્ડવેર, નીચા ખર્ચ અને ટેક્નોલોજી ટ્રાન્સફરની સંભવિતતા સાથે, ખાસ કરીને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો માટે એક સક્ષમ વિકલ્પ રજૂ કરે છે.

નિષ્કર્ષ: ભારતના સંરક્ષણ ઉદ્યોગ માટે ટર્નિંગ પોઈન્ટ: ઓપરેશન સિંદૂરએ આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ પર ભારે ખર્ચ લાદવાનો ભારતનો સંકલ્પ દર્શાવ્યો છે અને વૈશ્વિક મંચ પર એક જવાબદાર શસ્ત્ર ઉત્પાદક તરીકે તેની વધતી સ્થિતિનો અંદાજ પણ દર્શાવ્યો છે. જીવંત લડાઇમાં નિર્ણાયક રીતે બ્રહ્મોસ, આકાશ અને MR-SAM મિસાઇલોનો ઉપયોગ કરીને, ભારતે આક્રમક અને રક્ષણાત્મક પ્રણાલીઓમાં આત્મનિર્ભરતા તરફ મોટી છલાંગ લગાવી છે. આ પ્લેટફોર્મ્સનું પ્રદર્શન સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં નવીનતા લાવવા અને વિશિષ્ટ બનાવવા માટે ઘણા વધુ સ્ટાર્ટઅપ્સ અને સ્થાપિત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને પ્રેરણા આપશે.

સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

 

ડેમલી ગામ પાસે જિલ્લા ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ની ટીમે બે ટ્રેક્ટર રેતી ભરેલા પકડી પાડ્યા . એક ટ્રેક્ટર નો ચાલક નંબર પ્લેટ વગર નુ ટ્રેક્ટર લઈને ભાગી જતા પોલીસ સ્ટેશન ખાતે ખનીજ વિભાગ દ્વારા આ મામલે અરજી આપી .પોલીસ સ્ટેશન ખાતે અરજી આપતા નંબર પ્લેટ વગરનું ટ્રેકટર તાલુકા સેવા સદન ખાતે ટ્રેક્ટરનો માલિક ખનીજ વિભાગને સોંપવા આવ્યો .તાલુકા પંથકમાં નંબર પ્લેટ વગરના રેતી ભરેલા વાહનોની અવરજવર વધી હોવાથી આર.ટી.ઓ ના નિયમોનું પાલન માત્ર કાગળ ઉપર..

શહેરા ના ડેમલી ગામ પાસે જિલ્લા ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ની ટીમે બે ટ્રેક્ટર રેતી ભરેલા પકડી પાડ્યા હતા જોકે એક ટ્રેક્ટર નો ચાલક નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર લઈને ભાગી જતા પોલીસ સ્ટેશન ખાતે ખનીજ વિભાગ દ્વારા આ મામલે અરજી આપતા ટ્રેક્ટર તાલુકા સેવા સદન ખાતે માલિક દ્વારા ખનીજ વિભાગ ને સોંપવામાં આવ્યુ હતુ. જોકે તાલુકા પંથકમાં સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

શહેરા તાલુકાના ડેમલી ગામ તેમજ આજુબાજુના ગામોમાં દિન પ્રતિદિન કુણ નદી, તળાવ તેમજ કોતરમાંથી સફેદ રેતી કાઢીને તેનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાની બુમો ઉઠવા પામી હતી. જોકે ખનીજ ચોરી અટકે તે માટે જિલ્લા ખનીજ વિભાગ ના માઇન્સ સુપરવાઇઝર કમલેશ આલ સહિતની ટીમ તાલુકાના વિસ્તારમાં નીકળ્યા હતા. જ્યારે ડેમલી ગામ પાસે ખનીજ વિભાગ એ બે રેતી ભરેલા ટ્રેક્ટર પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે એક ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર લઈને નાસી ગયો હતો.ખનીજ વિભાગે એક ટ્રેક્ટરને તાલુકા સેવા સદન ખાતે મૂકીને પોલીસ સ્ટેશન ખાતે ભાગી ગયેલ ટ્રેકટર ના ચાલક સામે કાર્યવાહી થાય તે માટે અરજી આપવામાં આવી હતી. જોકે પોલીસ સ્ટેશન ખાતે ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એ કાર્યવાહી થાય તે માટે અરજી આપતા ટ્રેક્ટરના માલિક દ્વારા તાલુકા સેવા સદન ખાતે ખનીજ વિભાગ ને ટ્રેક્ટર સોંપવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છેકે નંબર પ્લેટ વગર રેતી ભરેલ ટ્રેકટરને ખનીજ વિભાગ કાર્યવાહી કરતું હોય ત્યારે પોલીસ તંત્ર એ પણ આરટીઓના નિયમ મુજબ ખનીજ વહન કરતા વાહનોના ચાલક પાસે લાયસન્સ , વાહનો વીમો તેમજ નિયમોનું પાલન થાય છેકે નહીં તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ પરંતુ પોલીસ તંત્ર દ્વારા કે ટ્રાફિક વિભાગ દ્વારા આ બાબતને કોઈ જ ગંભીરતાથી હજુ સુધી લેવામાં આવી રહી ન હોવાથી નંબર પ્લેટ વગરના ખનીજ ભરેલ ટ્રેક્ટર સહિતના વાહનો અને ઓછી ઉંમર હોવા છતાં ટ્રેક્ટર ચલાવતા છોકરાઓ જોવા મળતા હોય છે. કુણ નદી સહિત તાલુકામાં આવેલી અન્ય નદીમાં મોટા પાયે ગેરકાયદે ખનન સામે તાલુકા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવતા સફેદ રેતી નો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવા સાથે ખનીજ ચોરોને ઘી કેળા થઈ જવા સાથે મસ મોટી રકમ કમાઈ રહ્યા છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

 

આજથી ગુજરાત સાયન્સ સિટીમાં નવું નજરાણું

અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી 

અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે. આ સાયન્સ સિટીમાં હવે વધુ એક નવું નજરાણું ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી, અમદાવાદમાં એક નવીનત્તમ ગેલેરી, ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ ૧૫ મે ૨૦૨૫થી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવનાર છે. સૌરમંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર બની રહેશે

અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’

આ અવસરે સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ સિટી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’

સાયન્સ સિટી સ્થિત એક્વેરિયમ, રોબોટિક ગેલેરીની ભવ્ય સફળતા બાદ આજે ત્રીજી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ ગેલેરીમાં ભારતનું વિશેષ યોગદાન દર્શાવવામાં આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’

તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે માટે મુખ્યમંત્રીની સૂચનાથી ૧૫ મે ગુરુવારના રોજથી મુલાકાતીઓ માટે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવશે, જેથી કરીને વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે.

અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’

વધુમાં મોના ખંધારે આ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની વિશેષતા અને મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને ૩- ડી ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લખનીય છે કે, કુલ ૧૨,૭૯૭ ચોરસ મીટરના વિસ્તારમાં આવેલી આ ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો, ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ આવેલો છે, જેની ફરતે અન્ય ગ્રહોની ગોઠવણ પણ જોઈ શકાય છે. ત્રણ માળની બનેલી આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો આવેલા છે. આ સાથે ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં ૪૭ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે, જે એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો અને તેના ઇતિહાસની માહિતી આપે છે.

પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયને અનુલક્ષીને અવકાશ મિશન અને તેને લગતી શોધોના ૩૦ જેટલા વિવિધ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે ફ્યુચર ગેલેરી વિભાગમાં સંશોધનના ભાવિ દૃષ્ટિકોણને ખ્યાલમાં રાખી ૨૪ એક્ઝિબિટ્સ બનાવવામાં આવ્યાં છે.

બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું આકર્ષક સ્થળ બનશે ભારતના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં વિવિધ ૩૨ એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે. સ્ટેરલર ગેલેરીમાં વિવિધ તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા ૮ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. સાથે-સાથે વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા ૪ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર એટ્રિયમ આધારિત અને ૬ આઉટડોર ઈન્સ્ટોલેશન પણ મુલાકાતીઓને યુનિક અનુભવ આપશે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઊભી કરવામાં આવેલી આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ બનશે.

ગેલેરીની મુખ્ય વિશેષતાઓ

૧૭૨ બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ, જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ છે. આ સાથે ૨૪ ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં ૩૬૦-ડિગ્રી વ્યૂઈંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે.આ ઉપરાંત ૬.૫ મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી મુકાયો છે, જે ગ્રહોની ગતિને દર્શાવે છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.