નાગરિક સંરક્ષણ હેતુ તા.૦૭ મે ના રોજ જામનગરમાં સાંજે ૪ થી ૮ કલાક સુધી મોકડ્રિલનું આયોજન

નાગરિક સંરક્ષણ હેતુ તા.૦૭ મે ના રોજ જામનગરમાં સાંજે ૪ થી ૮ કલાક સુધી મોકડ્રિલનું આયોજન. 

નાગરિક સંરક્ષણ હેતુ તા.૦૭ મે ના રોજ જામનગર જિલ્લામાં સાંજે ૪ થી ૮ કલાક સુધી મોકડ્રિલનું આયોજન

નાગરિક સંરક્ષણ હેતુ તા.૦૭ મે ના રોજ જામનગર જિલ્લામાં સાંજે ૪ થી ૮ કલાક સુધી મોકડ્રિલનું આયોજન

 

મોકડ્રિલ તથા બ્લેક આઉટ અંગે જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા વિગતો અપાઈતા.7 મે ના રોજ સાંજે 8.00 થી 8.30 સુધી બ્લેકઆઉટ (અંધારપટ) માટે સ્વેચ્છાએ વીજ પુરવઠો બંધ રાખવા જિલ્લા કલેક્ટરશ્રીનો નાગરિકોને અનુરોધસંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રિલનું આયોજન – જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરબ્લેક આઉટમાં ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવા અને મોકડ્રિલ દરમિયાન બિનજરૂરી ભીડ એકઠી ન કરી તંત્રને સહયોગ આપવા મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી દ્વારા કરાતી અપીલ.

જામનગર તા.6 મે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તા.૭ મેના રોજ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા મોકડ્રીલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. બેઠક બાદ અધિકારીશ્રીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી મોકડ્રિલ અંગેની વિગતો જાહેર કરાઈ હતી.

કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે આયોજિત બેઠક અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કલેક્ટરશ્રી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, મોકડ્રીલ દ્વારા આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ મુખ્ય હેતુ છે. તા.૭મીએ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે. સાંજે ૪.૦૦ વાગ્યે સાયરન વાગશે. રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન સમગ્ર જિલ્લામાં બ્લેક આઉટ કરવામાં આવશે. સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રીલ યોજાવાની હોવાથી નાગરિકોએ ભયભીત ન થવા, અફવાથી દૂર રહેવા તેમજ તંત્રને ઉચિત સહયોગ આપવા તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.

મોકડ્રીલ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત્ત કરવાનો સામૂહિક પ્રયાસ છે તેમ જણાવી કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, સુરક્ષા તંત્ર અને નાગરિકોની પૂર્વ તૈયારીનો ઓપરેશન અભ્યાસનો હેતુ છે.જેમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઇ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલાં વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે. દરમિયાન ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે.

મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદીએ જણાવ્યું કે, શહેરી વિસ્તારના વિવિધ સ્થળો તેમજ એકમોમાં સાયરન વાગશે. સાંજે ૮.૦૦ થી ૮.૩૦ના બ્લેક આઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ,આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો શોરૂમ્સની નિયોન સાઈન લાઇટ્સ, ઇન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરની લાઈટ્સ બંધ રહેશે.તેમને લોકો ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરી હતી.તેમજ મોકડ્રિલ દરમિયાન નાગરિકો બિનજરૂરી ભીડ ન કરે તે માટે પણ અનુરોધ કર્યો હતો.

પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુએ કહ્યું કે, જાહેર સલામતી માટે યોજાનાર મોક ડ્રિલ માટે પોલીસ તંત્ર સજ્જ છે.આ દરમિયાન લોકોએ ભયભીત થયા વિના તંત્રને સહયોગ આપવા તેઓએ અપીલ કરી પોલીસ તંત્રની તૈયારીઓ વિશેની વિગતો આપી હતી.વધુમાં તેઓએ કહ્યું કે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવાઈ છે જે લોકોને જાગૃત કરશે.સાથે જ મોકડ્રિલ અંગેની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે ડ્રોન સહિતના સંસાધનો વડે ચકાસણી પણ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

         બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીશ્રી સહિત આર્મી, એરફોર્સ, નેવી, આરોગ્ય, ફાયર, માર્ગ અને મકાન વિભાગ, પુરવઠા વિભાગ, પાણી પુરવઠા, બી.એસ.એન.એલ, આર.ટી.ઓ, એસ.ટી, સહિતના મહત્વના વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
નાગરિક સંરક્ષણ તાલીમ અંતર્ગત નિમ્ન બાબતો પર મોકડ્રિલ થશે

૧. હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવું.

૨. નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને દુશ્મન દેશ દ્વારા હુમલાના કિસ્સામાં સ્વ બચાવ અને સલામતીના ધોરણો અપનાવવા માટે તાલીમ પ્રદાન કરવી.

૩. હુમલાના કિસ્સામાં કેવી રીતે બચવું? તેના પગલાં વિશે લોકોને માહિતી અને તાલીમ આપવી.

૪. યુદ્ધના સમયે મહત્વના સ્થળો/સ્થાપત્યોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કરવો અને તેના માટે તાલીમ આપવી.

૫. હુમલાના કિસ્સામાં ઈવેક્યુએશન પ્લાનનો અમલ અને રિહર્સલ કરવા.

સુરક્ષાનું સાયરન: આટલું ધ્યાન રાખો

– સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં, શાંત રહીને સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરશો.

– ૫ થી ૧૦ મિનિટ માટે સુરક્ષિત સ્થાન પર જતા રહો.

– ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો.

– અફવાઓ પર ધ્યાન ન આપો. ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો.

– જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો

આવા ને આવા દેશ વિદેશ ને લગતા સમાચાર જાણવા માટે અમારી વેબસાઇટ ને વિઝિટ કરો સમયસંદેશન્યુસ

 

 

India Operation Sindoor live : ભારતની 9 આતંકી સ્થળો પર એરસ્ટ્રાઈક, 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ

India Operation Sindoor live : ભારતની 9 આતંકી સ્થળો પર એરસ્ટ્રાઈક, 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ

India Operation Sindoor

 

India airstrike: ભારતે આતકંવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. ભારતીય સેનાએ વધુએક મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી સૌ પ્રથમ આપી છે.

ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક,

operation sindoor airstrike live updates : પહલગામ હુમલાબાદ ભારત એક પછી એક મોટા પગલાં ભરી રહી છે ત્યારે ભારતે આતકંવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. ભારતીય સેનાએ વધુએક મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી સૌ પ્રથમ આપી છે. ભારતીય સેનાએ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે. કોઈ સરકારી ઇમારત કે કોઈ પાકિસ્તાની નાગરિકને નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતીય સેનાએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે અને અમે આ પ્રતિબદ્ધતા પર ખરા ઉતરી રહ્યા છીએ.

ઓપરેશન સિંદૂર સંબંધિત આ સમાચાર પણ વાંચો….

પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી. આગામી 48 કલાક માટે બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

 

આવા ને આવા દેશ વિદેશ ને લગતા સમાચાર જાણવા માટે અમારી વેબસાઇટ ને વિઝિટ કરો સમયસંદેશન્યુસ

જામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન

જામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપનસ્પર્ધામાં ગુજરાતભરના યુવા તલવારબાજોએ પોતાનું કૌશલ્ય દાખવી ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ મેળવ્યા જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ વિજેતા ખેલાડીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા.

જામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન

જામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન

જામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન

 

જામનગર તા.૦૬ એપ્રિલ, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જામનગર તેમજ જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંચાલિત ખેલમહાકુંભ ૩.૦ ની ફેન્સીંગ રમતની રાજ્યકક્ષાની તમામ એજ ગ્રુપના ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.૨૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ સુધી JMC સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ઇન્ડોર હોલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. ફેન્સીંગની આ સ્પર્ધામાં ઇપી, ફોઈલ અને સેબર જેવી ત્રણ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તા. ૨૮/૦૪/૨૦૨૫ ના રોજ અં.૧૭ બહેનોની ત્રણેય ઇવેન્ટની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી.અં.૧૭ બહેનોની ઇપી ઇવેન્ટમાં મહેસાણાના ચૌધરી સિદ્ધીબેને ગોલ્ડ મેડલ, જામનગરના ભક્તિ રાબડીયાએ સિલ્વર મેડલ, જ્યારે સાબરકાંઠાના અર્ચના પરમારે અને ગાંધીનગરના હિમાંશી ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફોઈલ ઇવેન્ટમાં ગાંધીનગરના દિવ્યા માલીએ ગોલ્ડ મેડલ, અમદાવાદના પુરોહિત હિમાક્ષીએ સિલ્વર મેડલ અને જુનાગઢના બાપોદરા રંજુ તેમજ ગાંધીનગરના માહી ચૌધરીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સેબર ઇવેન્ટમાં ગાંધીનગરના હેતલ ચાવડાએ ગોલ્ડ મેડલ, મહેસાણાના જીનલ ચૌધરીએ સિલ્વર મેડલ અને ગાંધીનગરના ખુશી પ્રજાપતિ તથા ગાંધીનગરના દિશા પારધીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

ત્યારબાદ, તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ઓપન એજ ગ્રુપની બહેનોની ત્રણેય ઇવેન્ટની ફાઈનલ સ્પર્ધામાં ઇપી ઇવેન્ટમાં પાટણના મિતવા ચૌધરીએ ગોલ્ડ મેડલ, મહેસાણાના ચૌધરી ધ્રુવીએ સિલ્વર મેડલ અને સાબરકાંઠાના ચૌધરી અમીશ તેમજ પટેલ ભક્તિએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ફોઈલ ઇવેન્ટમાં બનાસકાંઠાના સમેજા ખુશીએ ગોલ્ડ મેડલ, બનાસકાંઠાના ચૌધરી શીતલે સિલ્વર મેડલ અને જામનગરના આસ્થા અસ્તિક તેમજ ગાંધીનગરના ગોપી મારતોલીયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેબર ઇવેન્ટમાં ગીર સોમનાથના બારડ વંદિતાએ ગોલ્ડ મેડલ, બનાસકાંઠાના રાજપુરિયા આશાએ સિલ્વર મેડલ અને જામનગરના ધર્મિષ્ઠા સોલંકી તથા સુરેન્દ્વનગરના ઝાલા અંજનાબાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

આ ઉપરાંત, તા. ૦૧/૦૫/૨૦૨૫ ના રોજ અં.૧૪ ભાઈઓની ફેન્સીંગની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ફોઈલ ઇવેન્ટમાં સુરેન્દ્રનગરના ઠાકોર રોહિતે ગોલ્ડ મેડલ, અમદાવાદના વૈશ્વિક ગોખલેએ સિલ્વર મેડલ અને સુરેન્દ્રનગરના રોજસરા અરદીપ તેમજ અમદાવાદના આર્જવ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેબર ઇવેન્ટમાં સુરેન્દ્રનગરના ત્વયા આકાશે ગોલ્ડ મેડલ, સુરેન્દ્રનગરના જાડેજા છત્રપાલસિંહે સિલ્વર મેડલ અને સુરેન્દ્રનગરના સાભડ નૈતિક તથા મહેસાણાના ચાવડા અનિકેતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

અંતમાં, તા. ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ અં.૧૭ ભાઈઓની ત્રણેય ઇવેન્ટની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી. અં.૧૭ ભાઈઓની ઇપી ઇવેન્ટમાં મહેસાણાના ચૌધરી મનીષે ગોલ્ડ મેડલ, મહેસાણાના પટની વિક્રમે સિલ્વર મેડલ અને સુરેન્દ્રનગરના પરમાર પવન તેમજ ચૌહાણ અરમાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફોઈલ ઇવેન્ટમાં મહેસાણાના ઠાકોર સતીશે ગોલ્ડ મેડલ, સુરેન્દ્રનગરના સિસોદિયા ચંદ્રરાજસિંહે સિલ્વર મેડલ અને મહેસાણાના મકવાણા અલ્પેશ તેમજ સુરેન્દ્રનગરના ઝાલા હાર્દિકે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

આ રોમાંચક મુકાબલાને નિહાળવા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી કમિશ્નર શ્રી ડી.એ.ઝાલા, સિટી એન્જિનિયર શ્રી બી.એન.જાની, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એમ.આઈ.પઠાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ભાવેશ રાવલીયા, ડિસ્ટ્રીક્ટ કોચ શ્રી રીનાબા ઝાલા, રાજ્યકક્ષા ફેન્સીંગ સ્પર્ધાના નોડલ ઓફિસર અને ડિસ્ટ્રીક્ટ કોચ શ્રી રોશન થાપા અને ફેન્સીંગ રમતના હેડ કોચ શ્રી અનીલ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તમામ વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ અને ટ્રેકશૂટ આપી સન્માનિત કરી વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

વધારે માહિતી માટે અમારી વેબસાઇટ ને વિઝિટ કરો samaysandeshnews

કુદરતી પ્રકોપ સામે ખેડૂતો લાચાર બન્યા

કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલ બાજરી સહિતનો અન્ય પાકને નુકસાન જવાની શક્યતા હોવાથી ખેડૂતોની ચહેરા પરની રોનક છીનવાઈ..

કુદરતી પ્રકોપ સામે ખેડૂતો લાચાર




ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ બાજરી સહિતનો પાક ખેતરમાં જમીન દોસ્ત થયો…

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં સોમવારના રોજ ભારે પવન સાથે થયેલ કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થવાની શક્યતા ને લઈને ખેડૂતોની ચેહરા પરની રોનક છીનવાઈ ગઈ હતી. જ્યારે તાલુકાના સાદરા સહિતના અન્ય ગામોમાં ખેતર માં રહેલ બાજરી, તલ સહિત અન્ય પાક ને નુકસાન થતા ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા હતા.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં સોમવારની સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત થયા હતા. જ્યારે તાલુકાના સાદરા ગામ સહિત આજુબાજુના ગામના ખેડૂતો ચિંતાતુર થવા સાથે તેમની અનેક આશાઓ ઉપર પાણી ફરી ગયુ હોય તેવા દ્રશ્યો અનેક ખેડૂતોના ખેતરમાં જોવા મળી રહ્યા હતા,ખેડૂતના ખેતરમાં રહેલ બાજરી, તલ સહિત નો અન્ય પાક જમીનદોસ્ત થતા ખેતી પાકને નુકસાન જવાની શક્યતા ને લઈને ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યા હતા.અમુક ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ બાજરી સહિતનો પાક ભારે પવન અને વરસાદના કારણે ઢળી પડતા ખેડૂતોની મહેનત ક્યાંકને ક્યાંક માથે પડે હોઈ તેવી શક્યતા ના પગલે ખેડૂતો હવે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા હતા.જોકે ઉનાળામાં ચોમાસા જેવો અહેસાસ ખેડૂતોને થયો હોય પરંતુ આ કુદરતી આફત સામે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ભારે પવન સાથે આવેલ કમોસમી વરસાદે છીનવી લીધો હતો. સાદરા ગામના અરવિંદભાઈ માછી સહિતના ખેડૂતો ખેતી પાકમાં થયેલ નુકસાનને લઈને રાજ્ય સરકાર સહાયનું પેકેજ જાહેર કરે તેવી આશા અપેક્ષા રાખી રહ્યા હતા જોકે આવી સ્થિતિમાં સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી પાકવળતરની સહાય જાહેર કરે તેવી આશા ખેડૂતો રાખી રહયા હતા.જ્યારે મીની વાવાઝોડા ના કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર વૃક્ષો પડી જવાના બનાવો બનવા સાથે ઘણા બધા ગામોમાં રાત્રિ દરમિયાન લાઈટો ગુલ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

વધારે માહિતી માટે અમારી વેબસાઇટ ને ચેક કરો samaysandeshnews