હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

 

હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલી શિવવિલા સોસાયટીમાં વર્ષોવર્ષ ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોઇ રહીશોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે.જે સમસ્યા હલ કરવા 20 દિવસ અગાઉ પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી પણ હજુ સમસ્યા હલ નહીં થતા સોસાયટીના રહીશો સત્વરે ભૂગર્ભ પાઇપ લાઈનમાં વરસાદી પાણી નિકાલ નું આયોજન કરે તે જરૂરી બન્યું છે.

હારિજના ઝાપટપુરથી જલિયાણ ચોકડી થી શીવવિલા સોસાયટીમાં અગાઉ ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાકટર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બર બનાવી હતી જે ચેમ્બર માટી નાખીને બુરાણ કરી દેવામાં આવી છે. હાલના સમયે હવામાન ખતાની આગાહીના પગલે કમોસમી વરસાદ પડતા ચોમાસા પહેલાજ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે.તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ બંધ થઇ જતા.શિવવિલા સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

શિવવીલા સોસાયટીના રહીશોએ 20 દિવસ અગાઉ પણ પાલિકા ને લેખિત રજુઆત કરી હતી.તેમજ આજદિન સુધી શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ચેમ્બર કોઈ કામમાં આવી નથી .તો સત્વરે તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે એવી શિવવિલા સોસાયટી ના રાહીશોની માંગ ઉઠી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

પંચમહાલમાં કમોસમી વરસાદ..

શહેરા માં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ

શહેરા માં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ

 

બપોરના ત્રણથી ચારમાં બે ઇંચ વરસાદ થતાં અમુક વિસ્તારોમાં પાણી ભરાયા અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી સાન્તાક્રુઝ સોસાયટી ના રસ્તા ઉપર એક ફુટ કરતા વધુ પાણી ભરાતા ત્યાંના રહીશો ભારે ચિંતિત થઈ ઉઠ્યા. હાલોલ શામળાજી હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી મુકાયા સાન્તાક્રુઝ સોસાયટી માં
પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા હોવા છતાં પાલિકા અને તાલુકા વહીવટી તંત્ર હલ કરવામાં નિષ્ફળ નીવડી રહી.. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં ખેતી પાકને નુકસાન જવાની શક્યતા ને લઈને તેમજ ઘાસના પૂળા પલળી જતા ખેડૂતો અને પશુપાલકો ચિંતિત

શહેરા મા શુક્રવારના રોજ વાતાવરણમાં પલટો આવવા સાથે એક કલાકમાં બે ઇંચ જેટલી કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે અણીયાદ ચોકડી વિસ્તારમાં પસાર થતાં હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે સંબંધિત તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો.જ્યારે શાંતા કુંજ સોસાયટીના અવર જવરના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ચોમાસા પૂર્વે પાલિકા પોતાની નૈતિક ફરજ બજાવીને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ અહીના રહીશો કરી રહ્યા હતા.

શહેરા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારના રોજ વાતાવરણમાં પલટો આવતા વૈશાખ મહિનામાં અષાઢી માહોલ જામતા જિલ્લા વાસીઓને ચોમાસાની ઋતુ જેવો અહેસાસ થવા માંડ્યો હતો. મેઘરાજા મન ભરીને વરસતા નગરના અણીયાદ વિસ્તારમાં આવેલી સાન્તાક્રુઝ સોસાયટીના અવર જવરના રસ્તા ઉપર એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ઘરની અંદર પાણી ભરાઈ જવાની શક્યતા ના પગલે ત્યાંના રહીશો ભારે ચિંતિત થઈ ઉઠ્યા હતા, જ્યારે પસાર થતાં હાલોલ શામળાજી હાઇવે માર્ગ ઉપર એક ફૂટ કરતા વધુ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. અમુક વાહનો પાણીમાં બંધ થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે ગમે તે રીતે પોતાની ગાડી બહાર કાઢતા નજરે પડવા સાથે તંત્ર સામે ભારે આક્રોશ વાહન ચાલકો નો જોવા મળી રહ્યો હતો. હાઈવે માર્ગ ઉપર બે તરફ વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ને પણ અસર થવા પામી હતી,આ હાઇવે ઉપર દર વર્ષે ચોમાસામાં પણ આજ પરિસ્થિતી સર્જાતી હોવા છતા જવાબદાર તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામા આવી રહી નથી. ચોમાસા પૂર્વે વૈશાખ મહિનામાં કમોસમી વરસાદ થતા અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી સાન્તાક્રુઝ સોસાયટી તેમજ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા તંત્ર એ પણ પોતાની નૈતિક ફરજ સમજીને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટેની કાર્યવાહી કરવી જોઈએ પરંતુ કયા કારણથી આ સમસ્યા હલ કરવામાં તાલુકા વહીવટી અને પાલિકા તંત્ર રસ રાખી રહ્યા ન હોવાથી જાગૃત નાગરિક દ્વારા આ ઉપરોક્ત બાબતને લઈને સ્વાગત કાર્યક્રમ તેમજ જિલ્લા કલેકટર થી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી શકે તો નવાઈ નહી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને ખેતી પાકને નુકસાન જવાની શક્યતાના પગલે અને ઘાસના પૂળા પલળી જતા પશુપાલકો અને ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા. વરસાદના પગલે લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી.શહેરા માં ત્રણ થી ચાર વાગ્યા સુધીમાં બે ઇંચ કરતા વધુ વરસાદ થયો હોવાનું મામલતદારના ડિઝાસ્ટર શાખામાં નોંધાયો હતો, જ્યારે કામ અર્થે જતા લોકોને પણ રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડ્યો હતો.બદલાયેલા વાતાવરણના પગલે પાછલા પાંચ દિવસથી સમગ્ર જિલ્લામા વાદળછાયુ વાતાવરણ સર્જાવા સાથે છૂટો છવાયો વરસાદ થતાં ચોમાસાનો અહેસાસ લોકોને વૈશાખ મહિનામાં થયો હતો.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

કુદરતી પ્રકોપ સામે ખેડૂતો લાચાર બન્યા

કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલ બાજરી સહિતનો અન્ય પાકને નુકસાન જવાની શક્યતા હોવાથી ખેડૂતોની ચહેરા પરની રોનક છીનવાઈ..

કુદરતી પ્રકોપ સામે ખેડૂતો લાચાર




ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ બાજરી સહિતનો પાક ખેતરમાં જમીન દોસ્ત થયો…

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં સોમવારના રોજ ભારે પવન સાથે થયેલ કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થવાની શક્યતા ને લઈને ખેડૂતોની ચેહરા પરની રોનક છીનવાઈ ગઈ હતી. જ્યારે તાલુકાના સાદરા સહિતના અન્ય ગામોમાં ખેતર માં રહેલ બાજરી, તલ સહિત અન્ય પાક ને નુકસાન થતા ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા હતા.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં સોમવારની સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત થયા હતા. જ્યારે તાલુકાના સાદરા ગામ સહિત આજુબાજુના ગામના ખેડૂતો ચિંતાતુર થવા સાથે તેમની અનેક આશાઓ ઉપર પાણી ફરી ગયુ હોય તેવા દ્રશ્યો અનેક ખેડૂતોના ખેતરમાં જોવા મળી રહ્યા હતા,ખેડૂતના ખેતરમાં રહેલ બાજરી, તલ સહિત નો અન્ય પાક જમીનદોસ્ત થતા ખેતી પાકને નુકસાન જવાની શક્યતા ને લઈને ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યા હતા.અમુક ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ બાજરી સહિતનો પાક ભારે પવન અને વરસાદના કારણે ઢળી પડતા ખેડૂતોની મહેનત ક્યાંકને ક્યાંક માથે પડે હોઈ તેવી શક્યતા ના પગલે ખેડૂતો હવે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા હતા.જોકે ઉનાળામાં ચોમાસા જેવો અહેસાસ ખેડૂતોને થયો હોય પરંતુ આ કુદરતી આફત સામે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ભારે પવન સાથે આવેલ કમોસમી વરસાદે છીનવી લીધો હતો. સાદરા ગામના અરવિંદભાઈ માછી સહિતના ખેડૂતો ખેતી પાકમાં થયેલ નુકસાનને લઈને રાજ્ય સરકાર સહાયનું પેકેજ જાહેર કરે તેવી આશા અપેક્ષા રાખી રહ્યા હતા જોકે આવી સ્થિતિમાં સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી પાકવળતરની સહાય જાહેર કરે તેવી આશા ખેડૂતો રાખી રહયા હતા.જ્યારે મીની વાવાઝોડા ના કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર વૃક્ષો પડી જવાના બનાવો બનવા સાથે ઘણા બધા ગામોમાં રાત્રિ દરમિયાન લાઈટો ગુલ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

વધારે માહિતી માટે અમારી વેબસાઇટ ને ચેક કરો samaysandeshnews