સુરક્ષિત ગુજરાત – મજબૂત માળખા તરફ એક પગલું : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જામનગર જિલ્લા જેલ ખાતે નવનિર્મિત સ્ટાફ ક્વાર્ટર્સ તથા રાજ્ય માટેની અદ્યતન સેવાઓનું લોકાર્પણ
ગુજરાત રાજ્ય માટે 01 સપ્ટેમ્બરનો દિવસ એક ઐતિહાસિક પ્રસંગ તરીકે યાદગાર બની રહ્યો. આ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ગુજરાતને અનેક નવી સુરક્ષા અને સુવિધાઓની ભેટ આપી. જેમાં મુખ્યત્વે ડાયલ-112 ઈમરજન્સી સેવા, 500 જનરક્ષક વાહનો, 534 નવા પોલીસ વાહનો તથા જામનગર જિલ્લા જેલ ખાતે નવનિર્મિત 58 સ્ટાફ ક્વાર્ટર્સ જેવા…