આઝાદ મેદાનમાં મરાઠા અનામત આંદોલન : ભૂખ હડતાળ, સમર્થકોની ગંદકી અને BMCની વધતી મુશ્કેલીઓ
મુંબઈ શહેરનું આઝાદ મેદાન છેલ્લા કેટલાંક દિવસોથી એક મહત્ત્વપૂર્ણ સામાજિક અને રાજકીય આંદોલનનું કેન્દ્ર બની ગયું છે. મરાઠા અનામતની માંગ સાથે નેતા મનોજ જરાંગે પાટીલે શરૂ કરેલી ભૂખ હડતાળે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ, આંદોલનના કેન્દ્રમાં ચાલી રહેલી આ લડત સાથે સાથે મેદાનની બહાર એક જુદી જ સમસ્યા ઊભી થઈ છે—ગંદકી અને કચરાના ઢગલા….