રાજકોટ અને પાટણ બન્ને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ.

રાજકોટ અને પાટણની કલેક્ટર કચેરીઓને અજાણ્યા શખ્સો દ્વારા ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ. રાજકોટ કલેક્ટર કચેરીને ધમકી મળતા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી, પરંતુ તપાસ ચાલુ છે. પાટણ કલેક્ટર કચેરીને બપોરે ૩ વાગ્યે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા કચેરીના ૨૦૦ કર્મચારીઓને બહાર કાઢી કામગીરી સ્થગિત કરાઈ, કલેક્ટરે આઈઈડીના મેઈલ આઈડીથી ધમકી આવી હોવાની શક્યતા વ્યક્ત કરી. તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સામે આવશે. બંને શહેરોમાં ધમકીના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે અને પોલીસ ધમકી આપનાર અજાણ્યા શખ્સોને શોધવા માટે તપાસ કરી રહી છે.

પાટણની કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઇમેઇલ મળતાં હડકંપ મચી…કચેરીના 200 અધિકારીઓ- કર્મીઓને ઘરે જવા રવાના કરાયા.. ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા, પાટણ SP, SOG,LCB,ડોગ સ્કવોડ, પોલીસ કાફલા સહીત તમામ ટિમ દ્વારા કચેરીના આસપાસની સુરક્ષામાં વધારો કરી તજવીજ તેજ કરાઈ…

પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને કચેરીમાં બૉમ્બ મૂકાયાનો ઈમેઈલ મળતાની સાથેજ કલેકટરએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી.
બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટની ધમકી અપાઈ હતી. જેને લઈને કચેરીના 200 જેટલા અધિકારીઓ- કચેરી કર્મીઓને ઘરે રવાના કરાયા હતા.પાટણની કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઇમેઇલ મળતાં હડકંપ મચી જવા પામી હતી. અને સમગ્ર જિલ્લાની તમામ વિભાગની ટિમો કલેક્ટર કચેરી પહોંચી હતી.જોકે ઇમેઇલમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.અને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરીઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો અને અધિકારીઓ તથા કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા આ સાથે, કચેરીના આસપાસની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.

પાટણ કલેક્ટર ના ઇમેલ આઇડી પર પોણા બે કલાકે એક ફેક આઈડી ઉપરથી કલેકટર કચેરી માં બપોરના ત્રણ વાગ્યા સુધી બ્લાસ્ટ થવાની શક્યતાઓ હોવાની ધમકી વાળો મેલ મળતા જ કલેક્ટરે સમય સૂચકતા વાપરી કલેકટર કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી તો એકાએક કર્મચારીઓને કચેરીની બહાર નીકળી જવાની સૂચના મળતા કર્મીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને પાટણ પોલીસ અધિક્ષકને જાણ કરતા જ આખી કલેક્ટર કચેરી પોલીસ છાવણી માં ફેરવાઈ જવા પામી હતી.તો પાટણ કલેકટર કચેરી ખાતે પોલીસ અધિક્ષક સહિત lcb એસઓજી, બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો ખડકાઈ જવા પામી હતી.અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને તાત્કાલિક બોલાવી પાટણ કલેકટર કચેરીમાં આઈ.ઇ.ડી ની બ્લાસ્ટ થવાની ધમકીના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પાટણ કલેકટર કચેરીના તમામ કર્મચારીઓને ઘરે જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવતા કર્મચારીઓ ભય ના ઓથા હેઠળ પોતાના ઘરે વાપસી કરી હતી. અને આગળની વધુ તપાસ તેજ કરવામાં આવી હતી.

ત્રણ વાગ્યા સુધીમાં કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો :-

પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બબ્લાસ્ટની ધમકીવાળો ઈ-મેલ મળતાં સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. આ ઇ-મેલ પોણાબે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે.ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલાસનાં ધાડેધાડાં કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયાં છે કલેક્ટર કચેરીએ કલેકટરએ સમય સૂચકતા વાપરી કર્મીઑને ઓફિસથી બહાર કઢાયા:-

જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા હતા. આ સાથે કલેક્ટર કચેરીની આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, SP, SOG, LCB સાહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી :

આ ઘટના અંગે જાણ પાટણના જિલ્લા પોલીસ અધીક્ષકને કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે

કલેક્ટર કચેરી પોલીસ બેટમાં ફેરવાઈ:-

આ ધમકીના પગલે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતાં મોટી અનિચ્છનીય ઘટના ટળી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ ઇ-મેલના સ્ત્રોત અને તેની સત્યતા અંગે તપાસ કરી રહી છે.તેમજ મેઇલમાં જણાવેલ ત્રણ વાગ્યા સુધીમાં કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું

રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પરંપરાઓને ઉજાગર કરે છે : પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાઓના અનોખા સંગમ સમા આ ઉત્સવને એક તાંતણે જોડવાનું ઉત્તમ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા ઉત્તરપૂર્વીય રાજ્યો અને ગુજરાતના લોકોના ગાઢ સંબંધો ભારતની સાંસ્કૃતિક એકતા પ્રદર્શિત કરે છે: સાંસદશ્રી પૂનમબેન મેડમ દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાનમાં ૨૫૦ જેટલા કલાકારો દ્વારા શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવન પર આધારિત અદભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરાયો.

“એક ભારત શ્રેષ્ઠ ભારત” ભાવનાને ઉજાગર કરતી પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાના અનોખા સંગમમાં વિશાળ સંખ્યામાં દ્વારકાવાસીઓ બન્યા સહભાગી માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો.

આ સત્કાર સમારોહમાં પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરે છે. માધવપુરથી નીકળેલી ભગવાનની જાનને સત્કારવા માટે ગાંધવી(હર્ષદ) થી રુક્મણીજી મંદિર સુધી બાળકોથી માંડી વયોવૃદ્ધ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુરમાં યોજાતી વર્ષો જૂની મેળાની પરંપરા જાળવી રાખનાર સૌ કોઈ અભિનંદનને પાત્ર છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરતું શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી કૃષ્ણ – દેવી રુક્મણીજી વિવાહના પ્રસંગમાં ઉજવાતો પાંચ દિવસીય માધવપુરનો મેળો. આ વારસાને ઉજાગર રાખવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી ગુજરાત સરકાર દ્વારા વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે. લોકો આધુનિકતા સાથે પરંપરાઓ અને વારસાનું મહત્વ સમજે અને વિવિધતામાં એકતાની ભાવના ઉજાગર થાય તે હેતુથી આ વર્ષે અમદાવાદ, સુરત, વડોદરા અને સોમનાથમાં પણ સાંસ્કૃતિક કલાકૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

માધવપુરનો મેળો ગુજરાતને દેશના ઉત્તરપૂર્વ વિસ્તાર સાથે એક અભિન્ન બંધનમાં જોડે છે. મેળા દ્વારા લોકોને અને ખાસ કરીને યુવા પેઢીને આપણા વારસા, સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને પરંપરાગત ભોજન વિશે જ્ઞાન મેળવવાની તક મળે છે. મેળો પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે. ગુજરાતના માધવપુરનો મેળો એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના ખરા અર્થમાં રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઈ રહ્યો છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણી સત્કાર સમારોહ પ્રસંગે જનમેદનીને સંબોધતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, ઉત્તર-પૂર્વ તથા પશ્ચિમની સાંસ્કૃતિક તેમજ ભાવનાત્મક જોડાણને એક તાંતણે બાંધવાનું કામ દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. સ્થાનિક સ્તરે એક નાનકડા આયોજનથી શરૂ થયેલો માધવપુરનો મેળો આજે ઉત્તર–પૂર્વ અને પશ્ચિમ ભારતને સાંસ્કૃતિક એકતા સાથે જોડતો લોકપ્રિય ઉત્સવ બન્યો છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, માધવપુર ઘેડ મેળો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝનને સાકાર કરે છે. આ વિઝનનો ઉદ્દેશ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ દ્રઢ બનાવીને તેને પ્રોત્સાહિત કરવાનો છે.

ભારતની બે સાંસ્કૃતિક મહત્વ ધરાવતી વિરાસત સોમનાથ અને દ્વારકા વચ્ચેનો આ ગુજરાતનો દરિયાઈ પટ્ટીનો પ્રદેશ માધવપુર મેળાના વિશેષ આયોજનને લીધે ઉત્સવનો પ્રદેશ બન્યો છે. માધવપુરનું દ્વારકા સાથેના ભાવનાત્મક જોડાણને વધુ ગાઢ બનાવવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩થી દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ- રુક્મણી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને દર્શાવતો માધવપુરનો મેળો એ માત્ર ઉજવણી નથી પરંતુ સૌ નાગરિકોને સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો જાળવવાની પ્રેરણા આપતો ઉત્સવ છે. વધુમાં તેઓશ્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ધાર્મિક ધરોહરને ઉજાગર કરતા અને સાંસ્કૃતિક એકતા પ્રેરતા આ ઉત્સવના આયોજન માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં ભારતની સાંસ્કૃતિક એકતા દર્શાવતા ઉત્તર પૂર્વીય અને ગુજરાતના ૨૫૦ જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીના જીવન પર આધારિત અદભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેને નિહાળી સૌ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશ મકવાણા, ધારાસભ્યશ્રી પબુભા માણેક, નોર્થ ઈસ્ટ કાઉન્સિલના મેમ્બરશ્રી લોંગકી ફાંગ્ચો, કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલના ડાયરેક્ટર શ્રી પલ્લવી હોલ્કર, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી એસ.ડી.ધાનાણી, જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કે.બી.ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભૂપેશ જોટાણીયા, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દેવીસીંગભા હાથલ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કોમલબેન ડાભી, અગ્રણી શ્રી મયુરભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર ઉદય પંડયા

દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના ૬૩૪ કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત અને ૯૪ કરોડના કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારના વિકાસ કાર્યો પહોંચ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર ખાતેથી જૂનાગઢ જિલ્લામાં ૬૩૪ કરોડના નવા કામોની જાહેરાત કરી ૯૪ કરોડના વિકાસ કામોની ભેટ આપી.

મુખ્યમંત્રીશ્રીએ ૯૪ કરોડના વિકાસ કામનું ઇ- ખાતમુહૂર્ત અને ઇ- લોકાર્પણ તેમજ ૬૩૪ કરોડના માર્ગો નવીનીકરણ સહિતના નવા કામોની જાહેરાત કરી. નવા વિકાસ કામો માટે જોઈએ એટલા નાણા મળશે: સ્થાનિક ટીમ સંકલન કરીને દરખાસ્ત મોકલે-મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી વિસાવદરમાં રૂ.૫૫ કરોડના ખર્ચે નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે: ઉપરાંત રૂ. ૨૫૯ કરોડના ખર્ચે વિસાવદર તાલુકા માટે રોડના નવા કામો હાથ ધરાશે.


વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ સાકાર કરવા જનહિતના નવ સંકલ્પને ચરિતાર્થ કરીએ
જળસંચયના કામોની સરકારને અગ્રતા: ધારાસભ્ય અપાતી ગ્રાન્ટ માંથી ૫૦ લાખ માત્ર જળસંચયના કામો માટે ખર્ચ કરવાની જોગવાઈથી સિંચાઈ યોજના મજબૂત બનશે…વિસાવદર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની કર્મભૂમિ છે
ગામડાઓમાં પણ ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે: વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની નેમ રોડ કનેક્ટિવિટી સહિતના માળખાગત કામોથી સાકાર થશે . વિસાવદર ખાતે વિકાસ પ્રકલ્પોના પ્રારંભ પ્રસંગે કૃષિ અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિ


આ તકે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે સરકાર વિકાસ માટે જોઈએ એટલા નાણા આપશે. સ્થાનિક ટીમ સંકલન કરીને નવા વિકાસ કામોની પણ દરખાસ્ત મોકલી આપે.


મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લામાં રૂ. ૬૩૪ કરોડથી વધુના નવા કામોની જાહેરાત કરી હતી. ૯૪ કરોડના ઇ – ખાતમુહુર્ત અને લોકાર્પણ સહિત વિકાસ કાર્યોની ભેટ આપી હતી. રાજ્યમાં થઈ રહેલા નવા વિકાસ કામોની બાબતો સહિત મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ ચરિતાર્થ થશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લાની ૫ વિધાનસભા વિસ્તાર માટે રોડ રસ્તા સહિતના વિકાસકામો માટે અંદાજે રૂ.૬૩૪ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. જેમાં વિસાવદરમાં રોડ રસ્તા માટે અંદાજે રૂ. ૨૫૯ કરોડ ઉપરાંત રૂ. ૫૫ કરોડના ખર્ચે અધ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણના કામનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે બજેટમાં પાંચ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરી છે તેમાં વિસાવદરનો પણ સમાવેશ છે અને આ માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે. મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ અને તેમની કર્મભૂમિને યાદ કરતા કહ્યું કે રાજ્ય સરકારે જ્ઞાન આધારિત વિકાસ ની નીતિ હાથ ધરીને શિક્ષણ, સ્કિલ ડેવલોપમેન્ટ અને યુવાઓને રોજગારી ના નવા અવસરો પ્રાપ્ત થાય તે માટે નેમ લીધી છે અને આ કાર્યમાં સર્વાંગી વિકાસના કામો હાથ ધર્યા છે.


મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની અગ્રતાના સંદર્ભમાં કહ્યું કે,તાજેતરમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં સરકારે રૂપિયા એક કરોડનો વધારો કર્યો છે,તેમાં રૂ.૫૦ લાખ માત્ર પાણીના કામોમાં ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે,તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે,પાણીના કાર્યો માટે નાણા વાપરવાની આ ખાસ જોગવાઈ થી જળ સિંચાઈના કામોથી સિંચાઈ વ્યવસ્થા મજબૂત થશે અને પાણીને બચાવવાનું કર્તવ્ય આપણે જન ભાગીદારીથી નિભાવીએ તેવો પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં આપણે નવ સંકલ્પને સાકાર કરીએ તેમ જણાવીને જળસંચય, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ,પર્યટન સંવર્ધન, મેદસ્વિતા નિયંત્રણ,યોગ રમતગમત અને બીજાને મદદ કરવા સહયોગ સહિતની નેમ પાર પાડવા જનમેદની ને આહવાન કર્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણો વિસ્તાર ખેતી આધારિત છે. ચાલુ વર્ષે સારો વરસાદ થયો છે. ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે.હાલ ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય અને એને પોષણક્ષમ ભાવ આપવા માટે સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરે છે.હાલ મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવી છે,જેના લીધે ખેડૂતોને સીધો જ ૫૦ થી ૭૦ હજારનો ફાયદો થાય છે.આમ રાજ્ય સરકાર ખેડૂતોના દરેક પ્રશ્ન સમસ્યા માટે હર હંમેશ તેની પડખે છે.તેમણે આ તકે જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ ને સહકારથી સમૃદ્ધિનું મંત્ર સાકાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે,જિલ્લામાં દરેક ક્ષેત્રે ઝડપથી વિકાસ થાય એ દિશામાં મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશમાં કામ થઈ રહ્યું છે.ઘણા વર્ષોથી આ વિસ્તારની રોડ,રસ્તાની અને અન્ય માંગણીઓ હતી. મુખ્યમંત્રીશ્રીએ વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટ પટેલે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં,કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને દ્રષ્ટિથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વડપણ હેઠળ સહકારી ક્ષેત્રે ખેડૂતને મદદ કરવા માટે મુહિમ શરૂ કરી છે. આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક એ શાખાઓના નવીનીકરણનું એ લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે ગામડાઓમાં પણ માળખાકીય સુવિધામાં વધારો થશે. તેમણે ઉમેર્યું હતું કે, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કોઈપણ ખેડૂતને પશુ નિભાવ માટે રૂ. ૨ લાખની લોન, ખેડૂતોના સંતાનો માટે વગર વ્યાજની શિક્ષણ લોન આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ. ૩૬.૯૫ કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કર્યું હતું. જેમાં વંથલી ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ,જિલ્લા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બોક્સ ક્રિકેટ,ટેબલ ટેનિસ,જીમ,આર્ચરી જેવી સુવિધાઓના કામનું,જુનાગઢ શહેર ખાતે બીઆરસી ભવન ના બાંધકામ,કેશોદ ખાતે ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ ના કામનું અને વિસાવદર ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બે શાખાઓનું નવીનીકરણ અને પાંચ મંડળીઓને માઇક્રો એટીએમ વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી એ રૂ.૫૭.૧૩ કરોડના વિવિધ કામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું.જેમાં જૂનાગઢ શહેર ખાતે નવી આઈટીઆઈ બિલ્ડીંગના બાંધકામ, જૂનાગઢ શહેર ખાતે જિલ્લા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બેડમિન્ટન કોર્ટના કામનું, જૂનાગઢ શહેર ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી, તથા સીટી સર્વે કચેરી અને માળિયાહાટીના ખાતે મામલતદાર કચેરીના બાંધકામનું માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અંતર્ગત રોડના રિસરફેસિંગના કુલ ચાર કામોનું, માર્ગ અને મકાન વિભાગ પંચાયત અંતર્ગત રોડના રિસર્ફેસિંગના કુલ છ કામોનું ઈ ખાતમુહૂર્ત યોજાયું હતું.


આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રી મીયાવડલા સહકારી મંડળીના શ્રી રસિકભાઈ પાંચાણી,શ્રીસુડાવડ સેવા સહકારી મંડળીના શ્રી કુલદીપભાઈ વેકરીયાને માઈક્રો એટીએમ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા.તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શ્રી શૈલેષભાઈ રાદડિયા અને શ્રીમતી ચેતનાબેન કોટડીયા ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ શોભાવડલા (લશ્કર)ગામના શ્રી વિરજીભાઈ શેલડીયા અને બરડીયા ગામના કુસુમબેન ભટીને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ ભલગામના સરપંચ શ્રી જ્યોત્સનાબેન ગોધાણી અને મોણીયા ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ ગોંડલીયાને ટીબી મુક્ત ગામ માટે સન્માન પત્ર એનાયત કર્યા હતા.


મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમ પૂર્વે પ્રાકૃતિક કૃષિ સ્ટોલની મુલાકાત કરી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર,ધારાસભ્ય સર્વે શ્રી સંજયભાઈ કોરડીયા,શ્રી અરવિંદભાઈ લાડાણી,શ્રી દેવાભાઈ માલમ,શ્રી ભગવાનજીભાઈ કરગટીયા,જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા,પૂર્વ કૃષિ મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા,પૂર્વ ધારાસભ્ય શ્રી ભુપતભાઈ ભાયાણી,પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા,તાલુકા પંચાયત વિસાવદર પ્રમુખ શ્રી રેખાબેન સરસિયા,જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન શ્રી મનુભાઈ ખુટી, જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ,જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતીન સાંગવાન સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

UGVCL તંત્રની ઘોર બેદરકારી ના કારણે આગ લાગી

સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે ખેતરમાં ગામની ચાર જગ્યાએ એકીસાથે બની આગની ઘટના,ugvcl તંત્રની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલો

UGVCL તંત્રની ઘોર બેદરકારી ના કારણે આગ લાગી, વીજ લાઈનમાં તાત્કાલિક સમારકામ કરવા ગ્રામજનોની રજુઆત

વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા તકેદારી લેવામાં આવતી નથી, વીજ વાયર ઢીલા પડી જતા તાર અથડાતા આગની ઘટના બની: ખેડુત

પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામ ખાતે ખેતરોમાં આગની ઘટના બની હતી. મોટા જોરાવરપુરા ગામના ખેતર વિસ્તારમાં વરાણા ફીડર સંચાલિત જ્યોતિગ્રામ યોજના તળે નીકળેલ વીજ લાઈનમાં સૉર્ટ સર્કિટ થતાં અને વીજ વાયર ઢીલા હોવાના કારણે ગામની ચાર જગ્યાએ એકીસાથે આગની ઘટના બની હતી. ગામમાં વોલ્ટેજ વધઘટ થવાને લઈને અનેકવાર ઘટનાઓ બને છે ત્યારે ugvcl તંત્રની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.


Ugvcl તંત્ર દ્વાર મોટા જોરાવરપુરા ગામે વરાણા ફીડર લાઈનમાં સમયસર સમારકામ નહીં થતાં ઠેર ઠેર લીલીવેલ અને બાવળ થી વિંટાયેલ વીજ થાંબલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ લીલીવેલ અને લીલા બાવળીયા પવન સાથે તાર અથડાતા સૉર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું ખેડુત પબાભાઇ ભગવાનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.

મોટા જોરાવરપુરા ગામે આગની ઘટનામાં ખેડૂતોને નાના મોટુ ઘઉંના પાકમાં નુકશાન થયું છે. ત્યારે આગની ઘટનાની જાણ થતાંની સાથેજ ગ્રામજનોએ ટ્રેક્ટર મારફતે પાણી પહોંચાડી આગ ઉપર પાણી છન્ટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે રાધનપુર નગર પાલિકા ખાતે અનિલ રામાનુજએ આગની ઘટનાની જાણ કરતા નગર પાલિકા નું ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગની ઘટનાને લઈને ફાયર ફાઇટર અને સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી:

સમી તાલુકાના મોટા જોરાવરપુર ગામ ખાતે બનેલ આગની ઘટનાની જાણ રાધનપુર નગર પાલિકામાં કરતા રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યું હતું ત્યારબાદ ઘટનાની જાણ સમી પોલીસને થતાં સમી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી.

UGVCL તંત્રની ઘોર બેદરકારીને કારણે આગની ઘટના બની:-

સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે દાદર ગામથી શેરપુરા ગામ તરફ જઈ રહેલ વીજ લાઈન માં ઠેર ઠેર વીજવાયરો ઢીલા જોવા મળી રહ્યા છે તેમજ ખેતરોમાં ચાલેલ વીજ લાઈન કે જ્યાં થાંભલા ઉપર લીલીવેલ અને લીલા બાવળનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે.ત્યારે UGVCL દ્વારા લાઈનમાં કામગીરી નહીં કરાતા અને વિધુત બોર્ડના કર્મીઓની લાપરવાહીને કારણે વીજ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ આગની ઘટના બની છે અને આ લાઈનમાં તમામ જગ્યાએ તાર ઢીલા હોય ફોલ્ટ થવાના કારણ બની રહી છે જેને લઈને આગની ઘટના બની હતી તેવું ગામના ખેડુત પબાભાઇએ જણાવ્યુ હતું.ગ્રામજનો ના જણાવ્યા મુજબ વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા તકેદારી લેવામાં આવતી નથી ત્યારે વીજ વાયર ઢીલા પડી જતા તાર અથડાતા આગની ઘટના બની હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું છે.

મોટા જોરાવરપુરા ગામે અલગ અલગ 4 જગ્યાએ આગની બનતા લોકોમાં દોડધામ મચી..

સમી તાલુકાના મોટા જોરાવરપુર ગામે રોડની બિલકુલ બાજુમાં આવેલ ખેતર વિસ્તારમાં ugvcl ની વીજ લાઈન માં ફોલ્ટ થતાં ગામના ખેતર વિસ્તારોમાં અલગ અલગ ચાર જગ્યાએ આગની ઘટના બની હતી ત્યારે ગામજનોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.અને આગની ઘટનાની જાણ રાધનપુર પાલિકામાં કરતા રાધનપુર પાલિકા દ્વારા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચાડ્યું હતું ત્યારે ફાયર વિભાગના કર્મીઓ અને ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી.

UGVCL ની ઘોર બેદરકારી,ગામના ખેડૂતોને થયું નુકસાન,ઠેર ઠેર લાઈનોમાં લીલીવેલ બાવળનું સામ્રાજ્ય હોય મોટી દુર્ઘટના ઘટે તેં પહેલા સમારકામ જરૂરી :-

મોટા જોરાવરપુરા ગામે બનેલ આગની ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ ઘટના યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીના કારણે બની છે ગામના સરપંચ સહિત ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ ugvcl તંત્ર દ્વારા કોઇજ પ્રકારનું સમારકામ કરવામાં આવતું નથી ધ્યાન આપવામાં આવતું નથી જેને લઈને આ ઘટના બની છે. ત્યારે તંત્રના કર્મીઓ પોતાની મનમાનીચલાવતા હોય વીજ કર્મીઓ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ લાઈન વરાણા ફિડટ જ્યોતિગ્રામ યોજનાની વીજ લાઈનમાં વીજ વાયર ઢીલા પડી જતા શોર્ટ સર્કિટ થતાં આ આગની ઘટના બની છે.ત્યારે આગની ચપેટ માં ખેડુતનો પાક આવી જતા ખેડૂતોને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

યુજીવીસીએલ તંત્ર દ્વારા વીજ લાઈનો ચેક કરવામાં આવતી નથી અને લાઈનમાં ઠેર ઠેર લીલીવેલ અને બાવળ વિન્ટાયેલ હોય સમારકામ પણ કરવામાં આવતું નથી ત્યારે ચોક્કસથી કહી શકાય કે મોટા જોરાવરપુરા ગામે ugvcl ની બેદરકારી ને કારણે આ આગની ઘટના બની છે.ત્યારે ugvcl તંત્ર દ્વારા ઢીલા બનેલ તાર ખેંચી ખેતર વિસ્તારમાં જ્યા લીલીવેલ થાંભલા ઉપર ચડી હોય તેં દૂર કરી ઝડપી સમારકામ કરી લાઈન ચાલુ કરવા ગ્રામજનોએ માંગ કરી છે.

વનતારાની વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશનમાં ભવિષ્ય માટે તૈયાર, ઇમર્સિવ ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ

જામનગર (ગુજરાત), ૧૦ એપ્રિલ ૨૦૨૫: વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા પરોપકારી અનંત મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ vantara.inના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે, જે સંસ્થાની વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન, એજ્યુકેશન અને રિસર્ચ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

નવી વેબસાઇટની મુખ્ય વિશેષતા તેની 360-ડિગ્રી વિઝ્યુઅલ ટૂર છે, જેમાં મુલાકાતીઓ વનતારાની દુનિયામાં ખોવાઈ જાય છે, સાથે સાથે સંસ્થાની પ્રાણી સંગ્રહાલય તરીકે નહીં પરંતુ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશન કેન્દ્ર તરીકેની ઓળખને મજબૂત બનાવે છે. આ પ્લેટફોર્મ ઇન્ટરેક્ટિવ મોશન ગ્રાફિક્સ અને એનિમેશન દ્વારા પ્રાણીઓની વાર્તાઓને જીવંત બનાવતો ડાયનેમિક અને વિઝ્યુઅલથી સમૃદ્ધ અનુભવ પૂરો પાડે છે.

અડચણો વગરની ડિઝાઇનના તત્વો પ્રાણીઓ અને તેમના રહેઠાણો વચ્ચેના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે, જ્યારે સરળ અને સાહજિક ઇન્ટરફેસ સુગમ નેવિગેશન સુનિશ્ચિત કરે છે. ડેસ્કટોપથી લઈને ટેબ્લેટ અને સ્માર્ટફોન સુધીના બધા ડિવાઇસીસ માટે સંપૂર્ણપણે ઑપ્ટિમાઇઝ કરેલી આ સાઇટ તમામ પ્લેટફોર્મ પર વપરાશકર્તાને સરળ અને સુસંગત અનુભવ પૂરો પાડે છે. ખાસ પ્રકારની તસવીરો અને લીલા રંગના થીમ આધારિત દૃશ્યોનો વિચારપૂર્વક ઉપયોગ વનતારાના પર્યાવરણ પ્રત્યેના સભાન મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂકે છે.

આગામી મહિનાઓમાં વનતારા તેની વેબસાઇટ પર અનેક પ્રજાતિઓનો જ્ઞાનકોશ લોન્ચ કરશે – એક એવું વ્યાપક પ્લેટફોર્મ જેમાં વિવિધ પ્રજાતિઓ, તેમના રહેઠાણો, આહાર, સંભાળની જરૂરિયાતો અને બચાવ પ્રયાસોની ઊંડાણપૂર્વકની વિગતો આપવામાં આવશે, જે વન્યજીવન માહિતી માટે એક જ ઠેકાણે ઉપલબ્ધ સંસાધન તરીકે સેવા આપશે. આ ઉપરાંત પ્રજાતિઓ અને પેટાજાતિઓ પર વિગતવાર સામગ્રીનો સમાવેશ થશે, જેમાં અદ્યતન ડીએનએ પ્રોફાઇલ્સનો સમાવેશ થતાં આ રિસોર્સ હબનો વિસ્તાર થશે.

આ પહેલ વનતારા ધીરુભાઈ અંબાણી વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ લેબોરેટરીના અગ્રણી કાર્ય સાથે સુસંગત છે, જે વિશ્વસનીય આનુવંશિક ડેટાનું સંશોધન કરનારા વિજ્ઞાનીઓ અને સંશોધકો માટે આ પ્લેટફોર્મને એક મૂલ્યવાન સાધન તરીકે સ્થાન આપે છે. વન્યજીવન તથા આનુવંશિકતામાં અધિકૃત અને ઘણીવાર ઓછી શોધાયેલી વિગતો પૂરી પાડીને આ વેબસાઇટનો ઉદ્દેશ્ય જૈવવિવિધતાની સમજને આગળ વધારવા માટે એક અગ્રણી વૈશ્વિક સંસાધન બનવાનો – અને તેના સ્થાપક અનંત અંબાણીના વિઝનને સાકાર કરવાનો છે.

પ્રાણીઓના કલ્યાણમાં ઊંડો રસ ધરાવનારા લોકો માટે આ પ્લેટફોર્મ ગેટવે તરીકે કાર્ય કરીને સ્વયંસેવક, કોલાબોરેશન અને કારકિર્દી ઘડવાની તકો પૂરી પાડશે. આ લોન્ચ વનતારાની ડિજિટલ યાત્રામાં એક મુખ્ય સીમાચિન્હરૂપ છે, જે એક એવી જગ્યા તૈયાર કરે છે જ્યાં કન્ઝર્વેશનનો ઇનોવેશન સાથે સમન્વય થાય છે અને ગ્લોબલ ઓડિયન્સને પ્રકૃતિ અને વન્યજીવનના રક્ષણ, જતન અને સમજવાના તેના મિશન સાથે વધુ અર્થપૂર્ણ રીતે જોડાવા સક્ષમ બનાવે છે.

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન કરાયેલું વનતારા ગુજરાતના જામનગર સ્થિત એક વિશ્વ કક્ષાની રેસ્ક્યૂ એન્ડ કન્ઝર્વેશન માટેની પહેલ છે. આ સંસ્થાએ વૈશ્વિક સ્તરે 2,000થી વધુ એનિમલ રેસ્ક્યૂ મિશન હાથ ધર્યા છે અને ચિત્તાઓને ભારતીય જંગલોમાં પાછા લાવવા, એશિયાઈ સિંહોની વસ્તીને પુનર્જીવિત કરવા અને સંરક્ષણમાં જન્મેલા અને ઉછરેલા ગેંડાઓને રિઇન્ટ્રોડ્યૂસ કરવા જેવી મુખ્ય પહેલો થકી વનતારા ભારતના વન્યજીવન વારસાને પુનઃસ્થાપિત કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે.

વીરતા, ત્યાગ અને બલિદાનના પરમ પ્રતીક, જૂનાગઢના ‘જૂના’ ગઢમાં સ્થાપિત થશે !!

ઉપરકોટ ખાતે ત્યાગ, બલિદાન તથા સાહસના આદર્શ પ્રતીક યદુકુળ શિરોમણી વીર દેવાયત આપા બોદર તથા ‘રા’ નવઘણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસ કાર્યનું આનંદભેર ખાતમુહૂર્ત કર્યું.

આશરે 1 હજાર વર્ષ પૂર્વે આડિદર-બોડિદરના પાદરમાં આહીર સમાજના આશરા ધર્મને અમરત્વ આપનાર વીર શિરોમણી દેવાયત આપા બોદરની પ્રતિમા તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે.

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં ‘વિકાસ ભી – વિરાસત ભી’ ના મૂળમંત્ર સાથે સદી જૂના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રૂપ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે!

જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની સીમાચિન્હ રૂપ અને અસરકારક કામગીરી

ઓનલાઇન ફ્રોડ ટોળકીના ભોગ બનેલા જામનગર જિલ્લાના ૬૦ થી વધુ નાગરિકોની ૧ કરોડ ૨૧ લાખની રોકડ રકમ અપાવી દીધી

જામનગર તા ૧૦, જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની છેલ્લા ત્રણ માસ દરમિયાન ખૂબ જ અસરકારક કામગીરી જોવા મળી છે, અને જિલ્લા ભરના ૬૦ થી વધુ નાગરિકોની છેલ્લા ત્રણ મહિના દરમિયાનની ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ માં ગયેલી ૧ કરોડ ૨૧ લાખની રકમ અદાલત ના હુકમના આધારે પરત મેળવીને જે તે આસામી ના ખાતામાં જમા કરાવડાવી દીધી છે.


સાયબર ક્રાઇમ (નાણાંકીય છેતરપીંડી)નો ભોગ બનેલા જામનગર શહેર અને જીલ્લાના ૬૦ થી વધુ અરજદારોને અદાલતના હુકમ ના આધારે કૂલ રૂ.૧, ૨૧, ૨૨,૪૦૨ની રકમ જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથક ના સ્ટાફ દ્વારા જેતે આસામી ને પરત તેઓના બેન્ક ખાતામાં જમા કરાવડાવી દીધી છે.

રાજકોટ વિભાગના પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ તથા જામ શહેરના નાયબ પો.અધિ. જયવિરસિંહ ઝાલા વગેરેએ સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરિકોને તાત્કાલિક મદદરૂપ થવા અને તેમનાં ગુમાવેલાં નાણાં પરત અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પો.ઈન્સ. આઇ.એ.ઘાસુરાને માર્ગદર્શન હેઠળ સૂચના આપી હતી.


જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગરની ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન સાયબર ક્રાઇમ નો ભોગ બનેલા ૬૦ થી વધુ અરજદારોનો સંપર્ક સાધી તેઓની બેંકની જરૂરી માહિતીઓ મંગાવી ફ્રોડમાં ગયેલા નાણા પરત મેળવવા સામેવાળાનાઓના બેન્ક એકાઉન્ટ ની માહિતીઓ મંગાવી છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત મળી રહે, તે માટે અદાલત ના હુકમ મેળવી જામનગરના અરજદારોને રૂ.૧,૨૧,૨૨,૪૦૨/- (એક કરોડ એકવીસ લાખ બાવીસ હાજાર ચારસો બે) પરત કરાવેલા છે.