ખુલ્લી ગટરોમાં બાળકોના જીવ જોખમાય તેવો હદસ: રાધનપુર પાલિકાની બેદરકારી સામે સ્થાનિક રોષે ભરાયા, 24 કલાકમાં ઢાંકણ નહીં મુકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મોડી સવારના સમયે થયેલી એક ઘટનાએ ફરી એકવાર શહેરની નગરપાલિકાની બેદરકારીને ઉઘાડી પાડી છે. શહેરના રાજગઢી વિસ્તારના દોસ્તી કોમ્પ્લેક્સ નજીક ખુલ્લી ગટરમાં શાળાએથી ઘરે પરત ફરતો એક બાળક સાયકલ સાથે પડી જતા ભારે અવ્યસ્થાની ચીમકી દેખાઇ. સદનસીબે આજુબાજુના સતર્ક વેપારીઓએ સમયસૂચકતા દર્શાવી બાળકને બહાર કાઢી તેનું જીવ બચાવ્યું. જો વેપારીઓ તાત્કાલિક પગલાં ન લેત, તો આ ઘટના એક ગંભીર દુર્ઘટનામાં ફેરવાઈ શકી હતી.

ખુલ્લી ગટરોમાં બાળકોના જીવ જોખમાય તેવો હદસ: રાધનપુર પાલિકાની બેદરકારી સામે સ્થાનિક રોષે ભરાયા, 24 કલાકમાં ઢાંકણ નહીં મુકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

ખુલ્લી ગટરોમાં બાળકોના જીવ જોખમાય તેવો હદસ: રાધનપુર પાલિકાની બેદરકારી સામે સ્થાનિક રોષે ભરાયા, 24 કલાકમાં ઢાંકણ નહીં મુકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

ખુલ્લી ગટરો બની ખતરાનું ઘેરું

રાધનપુર નગરપાલિકાની અણગહેણી વ્યવસ્થાપન પદ્ધતિથી શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો માર્ગ પર ભયજનક રૂપ ધારણ કરે છે. દોસ્તી કોમ્પ્લેક્સ નજીક આવેલી આ ગટર છેલ્લા ઘણાં સમયથી ખુલ્લી હતી અને વેપારીઓ તેમજ સ્થાનિક રહીશોએ ઘણી વખત તંત્રને લેખિત અને મૌખિક રીતે રજુઆત કરી હતી. છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્થાનિકોમાં ભારે રોષ

આ દુર્ઘટનાના પગલે સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા તાત્કાલિક રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર આવા બનાવો અગાઉ પણ બની ચૂક્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. બાળકે જીવ બચાવ્યો તે માત્ર સંજોગોનું સદનસીબ છે, નહીં તો રાધનપુરના ઈતિહાસમાં એક કરૂણ દુર્ઘટનાનું નામ ઉમેરાત.

સામાજિક કાર્યકરોની તાત્કાલિક પ્રવૃત્તિ

ઘટનાની જાણ થતાં કોંગ્રેસના આગેવાન અને સામાજિક કાર્યકર જયાબેન ઠાકોર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે વેપારીઓ અને સ્થાનિક લોકો સાથે વાત કરી અને નગરપાલિકા પર દબાણ વધાર્યું. પાલિકા અધિકારીઓને રૂબરૂ મળી તેઓએ 24 કલાકનો અલ્ટીમેટમ આપ્યો કે જો તત્કાલ ધોરણે ખુલ્લી ગટરના ઢાંકણ મુકાશે નહીં, તો શહેરમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.

જીવન જોખમાવતી ગટરોમાં લોખંડના સળિયા

દોસ્તી કોમ્પ્લેક્સ નજીક આવેલી ખુલ્લી ગટરમાં માત્ર ઊંડી ખાડો જ નહીં, પણ લોખંડના મોટા મોટા સળિયા બહાર નીકળી ગયેલા છે, જે બાળકો કે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વિશેષ વાત એ છે કે આ વાત પર છેલ્લા કેટલાય મહિનાઓથી રજૂઆત થઇ રહી છે, છતાં પણ પાલિકા અને તંત્ર આંખો બંધ કરી બેઠું છે.

સવાલો અને જવાબદારી

જ્યાં એક તરફ સરકાર “સફળ શહેરી વિકાસ” અને “સ્વચ્છ ભારત”ના દાવાઓ કરે છે, ત્યાં બીજી તરફ રાધનપુર જેવા શહેરોમાં નાના બાળકો ખુલ્લી ગટરોમાં પડી જાય છે. ત્યારે પોંછડાં વિસ્તારના નગરસેવકો અને પાલિકાની જવાબદારી ક્યાં છે? શું આવા હદસો થયા પછી તંત્ર જાગશે?

ઉપસંહાર

આ ઘટના માત્ર એક બાળકના બચાવની વાત નથી, પણ આખા નગરની વ્યુહરચના અને શહેરી વ્યવસ્થાપન પદ્ધતિ પર સવાલ ઉભા કરે છે. જો 24 કલાકની અંદર ખુલ્લી ગટરો પર ઢાંકણ મુકાશે નહિ, તો સ્થાનિક વેપારીઓ, રહીશો અને સામાજિક કાર્યકરો દ્વારા ઉગ્ર આંદોલન, ઘેરાવો અને રસ્તા રોકો જેવી કામગીરી હાથ ધરવાની ચીમકી આપવામાં આવી છે.

હવે જોવાનું એ છે કે રાધનપુર નગરપાલિકા તુરંત એક્શન_mode પર આવે છે કે ફરી એકવાર માત્ર ફાઈલ ઊંચકીને સમય ગુમાવશે. કારણ કે જ્યાં મુદ્દો નિર્દોષ બાળકના જીવનનો છે, ત્યાં નિંદ્રામગ્ન તંત્ર માફક નથી.

હારીજ ખાતે ઓપરેશન સિંદૂરના વિજયની ઉજવણી રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

હારીજ ખાતે ઓપરેશન સિંદૂરના વિજયની ઉજવણી રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

હારીજ ખાતે ઓપરેશન સિંદૂરના વિજયની ઉજવણી રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

 

પાટણ જિલ્લાના હારીજ શહેરમાં દેશભક્તિની અનોખી ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાનો भारतीय સેનાએ “ઓપરેશન સિંદૂર” દ્વારા યોગ્ય જવાબ આપ્યો હતો. આ પરાક્રમભર્યા પગલાંની ઉજવણી અને ભારતીય લશ્કરના શૌર્યને શ્રદ્ધાંજલિ આપવા હારીજ શહેરના ચાર રસ્તા પરથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.

આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશના લશ્કર જવાનોના બિરુદગાનને માન આપવો, દેશપ્રેમ જાગૃત કરવો અને શાંતિનો સંદેશ ફેલાવવાનો હતો. યાત્રામાં શહેરના અનેક હોદેદારો, હોશિયાર યુવાનો, વેપારીઓ, સામાજિક કાર્યકરો, પોલીસ વિભાગના જવાનો, હોમગાર્ડ યુનિટના સભ્યો તથા મુસ્લિમ સમુદાય સહિત દરેક વર્ગના દેશપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

https://www.instagram.com/samay__sandesh/

યાત્રા દરમિયાન ડીજે સાઉન્ડ સિસ્ટમ દ્વારા દેશભક્તિથી તરબતર ગીતો વગાડવામાં આવ્યા હતા, જેમાં “ભારત માતા કી જય”, “વંદે માતરમ” જેવા નારાઓ સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો તેમજ વેદાંત કોમ્પ્લેક્સ અને કે.પી. હાઈસ્કૂલ રોડથી પસાર થઈ હતી. યાત્રા અંતે જૂની મામલતદાર ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યાત્રાનું વિસર્જન કરાયું હતું.

આ યાત્રામાં ખાસ ઉપસ્થિતિ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી દશરથજી ઠાકોર, શ્રી જિગરભાઈ મેહતા, શ્રી નિલેશભાઈ રાજગોર, શ્રી મુકેેશજી ઠાકોર, હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સંજયભાઈ ઠાકોર તથા મહિલા આગેવાન શ્રીમતી સોનલબેન ઠાકોર સહિત અનેક ગણમાન્ય મહેમાનો અને નાગરિકોએ તિરંગો હાથમાં લઇ હર્ષોલ્લાસપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો.

યાત્રામાં વિવિધ બેનરો દ્વારા ઓપરેશન સિંદૂરમાં સેનાના શૌર્યને દર્શાવવામાં આવ્યું હતું. “આંતકવાદનો નાશ, શાંતિનો પ્રકાશ”, “ભારત માવીજય” જેવા નારાઓ સાથે યાત્રા જનમનમાં દેશભક્તિના સ્નેહ અને એકતા જગાવી ગઈ.

આવા આયોજન દ્વારા હારીજ શહેરે દેશને એકતા, શૌર્ય અને સમરસતાનો સંદેશ આપ્યો હતો. દેશભક્તિના રંગમાં રંગાયેલા આ અવસરે હારીજ નાગરિકોએ સાબિત કર્યું કે જ્યારે વાત દેશની હોય, ત્યારે દરેક નાગરિક એકસાથે ઊભા રહી શકે છે – માધ્યમ હોય તો બસ તિરંગાની છાંયાં અને ભારત માતા પર અઢળક પ્રેમ.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.


 

હારીજમા પાણી ન મળતા મહિલાઓએ પાલિકામાં સુત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો..

હારીજના આંબેડકર વર્ષમાં છેલ્લા 1 વર્ષ થી પાણીની પારાયણ.. મહિલાઓ ત્રસ્ત..

પાણી ન મળતા સ્વખર્ચે વેચાતું પાણી લેવાની નોબત.. અગાઉ પણ પાલિકા માં મહિલાઓ પહોંચી પાલિકામાં કપડાં ધોઈ વિરોધ દર્શાવ્યો હતો.

હારીજ આંબેડકર વાસ કન્યાશાળા પાસેની મહિલાઓ પાણી નહીં મળતા પાલિકા પહોંચી નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા… આંબેડકર વાસમાં પાણી નહિ મળતા નગરપાલિકામાં મચાવ્યો હોબાળો.

મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચતા પાલિકાના સતા અધિકારીઓની ગેર હાજરી જોવા મળી.. ત્યારે મહિલાઓને લોલીપોપ આપી સોમવાર થી રેગ્યુલર પાણી આવી જશે તેવું નગરપાલિકાના કર્મચારી દ્વારા રેગ્યુલર પાણી આપવામાં આવશે તેઓ દીલાસો આપી પરત મોકલી દેવામાં આવ્યા હતા..

પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની અને ચીફ ઓફિસરની ચેમ્બરો પણ ખાલી જોવા મળી..

છેલ્લા 1 વર્ષ થી આ વિસ્તારોમાં પાણી ન આવતું હોવાની મહિલાઓની ઉગ્ર રજૂઆત પણ સાંભળનારુ કોઈ ન જોવા મળ્યું..

https://www.instagram.com/samay__sandesh/

શહેરના મિનરલ વોટર પ્લાન્ટ કોના કોન્ટ્રાક્ટ થી ચાલતા વોટર પ્લાન્ટમાં રોજનું હજારો રૂપિયાનું પાણીનું વેચાણ થાય છે ત્યારે શહેરના આંબેડકર નગર ની મહિલાઓની ખારું પાણી પણ મળતું નથી વોટર પ્લાન્ટ ને કયું કનેક્શન છે તેની પણ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે… કે કોઈ મિલીભગતથી મિનરલ પ્લાન્ટમાં પાણીનું વેચાણ થાય છે તેની લોક ચર્ચા ઉઠવા પામી છે.

મિનરલ વોટર વર્કસ નું વેચાણ થી થતું પાણી એક દિવસ પણ બંધ રહેતું નથી ત્યારે વોટર વર્કસ ના નળ કનેક્શન ની તપાસ થવી જોઈએ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

રાજકોટ અને પાટણ બન્ને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ.

રાજકોટ અને પાટણની કલેક્ટર કચેરીઓને અજાણ્યા શખ્સો દ્વારા ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ. રાજકોટ કલેક્ટર કચેરીને ધમકી મળતા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી, પરંતુ તપાસ ચાલુ છે. પાટણ કલેક્ટર કચેરીને બપોરે ૩ વાગ્યે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા કચેરીના ૨૦૦ કર્મચારીઓને બહાર કાઢી કામગીરી સ્થગિત કરાઈ, કલેક્ટરે આઈઈડીના મેઈલ આઈડીથી ધમકી આવી હોવાની શક્યતા વ્યક્ત કરી. તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સામે આવશે. બંને શહેરોમાં ધમકીના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે અને પોલીસ ધમકી આપનાર અજાણ્યા શખ્સોને શોધવા માટે તપાસ કરી રહી છે.

પાટણની કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઇમેઇલ મળતાં હડકંપ મચી…કચેરીના 200 અધિકારીઓ- કર્મીઓને ઘરે જવા રવાના કરાયા.. ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા, પાટણ SP, SOG,LCB,ડોગ સ્કવોડ, પોલીસ કાફલા સહીત તમામ ટિમ દ્વારા કચેરીના આસપાસની સુરક્ષામાં વધારો કરી તજવીજ તેજ કરાઈ…

પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને કચેરીમાં બૉમ્બ મૂકાયાનો ઈમેઈલ મળતાની સાથેજ કલેકટરએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી.
બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટની ધમકી અપાઈ હતી. જેને લઈને કચેરીના 200 જેટલા અધિકારીઓ- કચેરી કર્મીઓને ઘરે રવાના કરાયા હતા.પાટણની કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઇમેઇલ મળતાં હડકંપ મચી જવા પામી હતી. અને સમગ્ર જિલ્લાની તમામ વિભાગની ટિમો કલેક્ટર કચેરી પહોંચી હતી.જોકે ઇમેઇલમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.અને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરીઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો અને અધિકારીઓ તથા કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા આ સાથે, કચેરીના આસપાસની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.

પાટણ કલેક્ટર ના ઇમેલ આઇડી પર પોણા બે કલાકે એક ફેક આઈડી ઉપરથી કલેકટર કચેરી માં બપોરના ત્રણ વાગ્યા સુધી બ્લાસ્ટ થવાની શક્યતાઓ હોવાની ધમકી વાળો મેલ મળતા જ કલેક્ટરે સમય સૂચકતા વાપરી કલેકટર કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી તો એકાએક કર્મચારીઓને કચેરીની બહાર નીકળી જવાની સૂચના મળતા કર્મીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને પાટણ પોલીસ અધિક્ષકને જાણ કરતા જ આખી કલેક્ટર કચેરી પોલીસ છાવણી માં ફેરવાઈ જવા પામી હતી.તો પાટણ કલેકટર કચેરી ખાતે પોલીસ અધિક્ષક સહિત lcb એસઓજી, બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો ખડકાઈ જવા પામી હતી.અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને તાત્કાલિક બોલાવી પાટણ કલેકટર કચેરીમાં આઈ.ઇ.ડી ની બ્લાસ્ટ થવાની ધમકીના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પાટણ કલેકટર કચેરીના તમામ કર્મચારીઓને ઘરે જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવતા કર્મચારીઓ ભય ના ઓથા હેઠળ પોતાના ઘરે વાપસી કરી હતી. અને આગળની વધુ તપાસ તેજ કરવામાં આવી હતી.

ત્રણ વાગ્યા સુધીમાં કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો :-

પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બબ્લાસ્ટની ધમકીવાળો ઈ-મેલ મળતાં સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. આ ઇ-મેલ પોણાબે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે.ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલાસનાં ધાડેધાડાં કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયાં છે કલેક્ટર કચેરીએ કલેકટરએ સમય સૂચકતા વાપરી કર્મીઑને ઓફિસથી બહાર કઢાયા:-

જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા હતા. આ સાથે કલેક્ટર કચેરીની આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, SP, SOG, LCB સાહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી :

આ ઘટના અંગે જાણ પાટણના જિલ્લા પોલીસ અધીક્ષકને કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે

કલેક્ટર કચેરી પોલીસ બેટમાં ફેરવાઈ:-

આ ધમકીના પગલે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતાં મોટી અનિચ્છનીય ઘટના ટળી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ ઇ-મેલના સ્ત્રોત અને તેની સત્યતા અંગે તપાસ કરી રહી છે.તેમજ મેઇલમાં જણાવેલ ત્રણ વાગ્યા સુધીમાં કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.