જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યસનમુક્તિના સંદેશા સાથે સાઈકલ રેલીનું આયોજન કરાયું

જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યસનમુક્તિના સંદેશા સાથે સાઈકલ રેલીનું આયોજન કરાયું: જામનગર તા.૦૪ ઓક્ટોબર, દર વર્ષની માફક આ વર્ષે પણ પુજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૩ થી તા.૮/૧૦/૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન સરકાર દ્વારા હાથ ધરાયેલ છે.જે અંતર્ગત જામનગર જિલ્લામાં પણ નશાબંધી અને આબકારી કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે.
જેનાં ભાગરૂપે ટાઉન હોલ, જામનગર ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટનનો કાર્યક્રમ રાખવા આવેલ. જે કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ ત્યા આવેલ પુજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતીમાને સુતરની આંટી અર્પીત કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ.ધારાસભ્યશ્રી દ્વારા નશાબંધી અને આબકારી ખાતાને વ્યસનમુક્તિના કાર્યક્રમ બદલ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

 

અને આ નશાબંધી સપ્તાહ સફળ થાય તે માટે શુભેચ્છા પાઠવેલ હતી. અને ગુજરાતના નવયુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરી હતી. ત્યાર બાદ જામનગર સાયક્લિંગ ક્લબ અને ગાયત્રી શક્તિપીઠ પરીવાર દ્વારા સાયકલ રેલી તેમજ વ્યસનમુક્તિ રથને લીલી ઝંડી આપી સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રીએ પ્રસ્થાન કરાવેલ હતુ. આ સાયકલ રેલી નશાબંધી અંગેના સુત્રોચ્ચાર તથા
વ્યસનમુક્તિ પ્લેબોર્ડ સાથે શહેરના લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, એસ.ટી ડેપો, જોલી બંગલા રોડ વગેરે સ્થળોએ ફરી વળી હતી. આ કાર્યક્રમનું આયોજન નશાબંધી અને આબકારી નિયામકશ્રી એલ.એમ.ડિંડોરના માર્ગદર્શન હેઠળ નશાબંધી અને આબકારી અધિક્ષક જામનગર શ્રી સહદેવસિંહ વાળા તેમજ સ્ટાફ દ્વારા કરવામા આવેલ હતું. ઉદ્ધાટન
READ MORE:-  કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી
સમારોહમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયરશ્રી સોઢા ક્રિષ્નાબેન, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના દંડક શ્રી કેતનભાઈ નાખવા તેમજ જિલ્લાના કોર્પોરેટરશ્રીઓ સહીત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી

ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી: સુરત જિલ્લાના કડોદરામાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. જો કે આ વખતે પોલીસે સમયસૂચકતા વાપરી અપહરણકારોના પ્લાનને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસની ભીંસ વધતા ભોગ બનનાર 21 વર્ષીય યુવકને છોડી મૂક્યો હતો.
પોલીસે આ ઘટનામાં ત્રણને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિને 12 વર્ષના બાળકનું અપહરણ કરી 15 લાખ રૂપિયાની ખંડણી માગવાના પ્રકરણમાં અપહરણકર્તા બાળકની નિર્દયી રીતે હત્યા કરી નાખી હતી. આ ચકચારી ઘટના બાદ કડોદરામાં વધુ એક 21 વર્ષીય યુવકના અપહરણની ઘટના બનતા ચકચાર મચી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

 

ગઈ હતી.”પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમે રાતોરાત મોબાઇલ લોકેશનને આધારે યુવકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન ત્રણ આરોપીઓ આનંદ રાજેન્દ્ર પ્રસાદ શ્યામ બિહારી મિશ્રા, નયન પ્રેમશંકર નર્મદાપ્રસાદ પટેલ અને વિજેતા અનિલ શિવજી પાંડે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જાણી તેમની સામે કાર્યાવહી કરવામાં આવશે.”
મૂળ બિહારના રોહતાસ જિલ્લા અને હાલ પલસાણા તાલુકાના વરેલી ગામે વલ્લભનગર સોસાયટીમાં આવેલ રાજદીપ બિલ્ડિંગમાં રહેતો સુમિત બિપિનભાઈ બિહારી (ઉ.વર્ષ 27) ગત રવિવારના રોજ તેના ફોઇના પુત્ર સંતોષ સાથે કપડાંની ખરીદી માટે વરેલી ગયો હતો. કપડાં ખરીદીને પરત ઘરે જઈ રહ્યા હતા તે સમયે વરેલીનાં વલ્લભનગર ટાઈમ સ્ક્વેર બિલ્ડીંગ પાસે રાત્રિના
નવ વાગ્યે શિવા અને વિકાસ પટેલ નામના બે ઇસમો તેમની પાસે આવ્યા હતા. સુમિતને, ‘તું સંતોષકો કહા તક બચા પાતે હો” એવી ધમકી આપી ત્યાં હાજર વિજેતા પાંડે અને તેની સાથેના બીજા ત્રણ ઇસમો સાહિલ, મોનુ અને આનંદ મિશ્રાને નામથી
બોલાવતા તેઓ પણ ત્યાં આવી પહોંચી સંતોષ અને સુમિતને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા.જો કે સુમિત અને સંતોષ ત્યાંથી બચીને નીકળી રૂમ પર પહોંચી ગયા હતા. દરમિયાન દસેક મિનિટ પછી એક મોટરસાઇકલ પર નયન પટેલ અને વિકાસ
પટેલ રૂમ પર આવ્યા હતા. વિકાસે ચપ્પુ બતાવી સંતોષને જોરજબરજ્સ્તી કરી મોટર સાઇકલ પર વચ્ચે બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા. ત્રણ હજાર ખંડણી માગી ત્યારબાદ સુમિત પર એક શખ્સનો ફોન આવ્યો હતો કે, “સંતોષ કો છુડા હો તો તીન હજાર રૂપિયે લેકે વલ્લભ નગર કે ગેટ પર આ જાઓ” એમ કહીને ફોન કટ કરી દીધો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરતાં
READ MORE:-  સુરત માં આરોગ્ય વિભાગે 1826 સેમ્પલો લીધા, નવ મહિનામાં અલગ અલગ 178 સેમ્પલો ફેઇલ
પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસની ભીંસ વધતા યુવક સંતોષને છોડી મૂક્યો હતો તે ત્યાં કામ કરતો હતો તે ફેક્ટરીમાંથી જ મળી આવ્યો હતો.

ક્રાઇમ: જમીન વિવાદમાં ઉત્તર પ્રદેશના વ્યક્તિએ ટ્રેક્ટર ચલાવ્યું, તેની સાથેના બે પોલીસને ઈજા

ક્રાઇમ: જમીન વિવાદમાં ઉત્તર પ્રદેશના વ્યક્તિએ ટ્રેક્ટર ચલાવ્યું, તેની સાથેના બે પોલીસને ઈજા: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં જમીનના વિવાદને કારણે કેટલાક લોકો કથિત રૂપે તેના પર ટ્રેક્ટર ચલાવતા 60 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં મંગળવારે સાંજે એક 60 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે જમીનના વિવાદને કારણે કેટલાક લોકો કથિત રીતે તેના પર ટ્રેક્ટર દોડી ગયા હતા, પોલીસે જણાવ્યું હતું.

હરાજીમાં જીતેલી જમીનના પાર્સલનો કબજો લેવા ગયેલા આ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે તેની સાથે રહેલી બે મહિલા કોન્સ્ટેબલને ઈજા થઈ હતી, એમ તેઓએ ઉમેર્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

પોલીસ અધિક્ષક (શહેર) સર્વેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે નરખી વિસ્તારના ફતેહપુરાના રહેવાસી જગદીશે 2003માં હરાજી દરમિયાન ગઢી કલ્યાણમાં જમીનનું પાર્સલ જીત્યું હતું. જો કે, જમીનના કબજાને લઈને થોડો વિવાદ થયો હતો.

જગદીશની ફરિયાદ બાદ, તહસીલદાર સદર પુષ્કર સિંહ મંગળવારે પોલીસ દળ સાથે ગામમાં ગયા હતા અને વિવાદનું સમાધાન કરી તેને જમીનનો કબજો અપાવ્યો હતો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે હરીફ પક્ષના નેત્રપાલ અને ઇન્દ્રવીરે કેટલાક લોકો સાથે જગદીશ પર ટ્રેક્ટર ચલાવ્યું, જેમાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, એસપીએ જણાવ્યું.

તેમણે ઉમેર્યું હતું કે, બે મહિલા કોન્સ્ટેબલ, રાધારાણી અને કોમલને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પંજાબ: પંજાબના જલંધરમાં પરપ્રાંતિય દંપતીએ ગરીબીના કારણે 3 દીકરીઓની હત્યા કરી, ધરપકડ

મિશ્રાએ કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, વધુમાં ઉમેર્યું હતું કે નેત્રપાલ અને ઇન્દ્રવીર સહિત ત્રણ લોકોની પોલીસે અટકાયત કરી છે.

બજાર ભાવ: એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.804 અને ચાંદીમાં રૂ.2,839નું ગાબડુઃ ક્રૂડ તેલ રૂ.179 લપસ્યું

બજાર ભાવ: એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.804 અને ચાંદીમાં રૂ.2,839નું ગાબડુઃ ક્રૂડ તેલ રૂ.179 લપસ્યું: કોટન-ખાંડી, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.14,059 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 31794.38 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.25 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 5,12,525 સોદાઓમાં કુલ રૂ.45,877.48 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,058.6 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.
31794.38 કરોડનો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,59,193 સોદાઓમાં રૂ.9,893.79 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.56,209ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,400 અને નીચામાં રૂ.56,209 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.804 ઘટી રૂ.56,301ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.592 ઘટી રૂ.46,174 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.75 ઘટી રૂ.5,702ના ભાવે
પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.661 ઘટી રૂ.56,400ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,255ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.69,255 અને નીચામાં રૂ.65,666 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2,839 ઘટી
રૂ.67,018 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,809 ઘટી રૂ.67,186 અને ચાંદી-માઈક્રો
નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,808 ઘટી રૂ.67,213 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 15,003 સોદાઓમાં રૂ.1,786.53 કરોડના વેપાર થયા હતા.
તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.712.00ના ભાવે ખૂલી, રૂ.17.80 ઘટી રૂ.704.65 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ
રૂ.3.50 ઘટી રૂ.208.45 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.186ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર
કોન્ટ્રેક્ટ રૂ.7.25 ઘટી રૂ.225ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1
કિલોદીઠ રૂ.2.95 ઘટી રૂ.209.15 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.60 ઘટી રૂ.186.50 જસત-મિની ઓક્ટોબર
વાયદો રૂ.6.90 ઘટી રૂ.225 બોલાઈ રહ્યો હતો.

સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 51,805 સોદાઓમાં રૂ.2,364.57 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,506ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,506
અને નીચામાં રૂ.7,325 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.179 ઘટી રૂ.7,363 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.183 ઘટી રૂ.7,357 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.243ના ભાવે ખૂલી, રૂ.8.60 ઘટી રૂ.237.30 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 8.2
ઘટી 237.8 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.13.71 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,360ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,360 અને

નીચામાં રૂ.60,360 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.420 ઘટી રૂ.60,360ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.60 ઘટી રૂ.922.90 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,358.27 કરોડનાં
5,916.485 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.6,535.52 કરોડનાં 974.134 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,035.64 કરોડનાં 14,09,250 બેરલ તથા
નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,328.93 કરોડનાં 5,49,20,750 એમએમબીટીયૂ નાં કામ
થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.190.44 કરોડનાં 9,072
ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.41.02 કરોડનાં 2,202 ટન તાંબાના વાયદાઓમાં રૂ.980.52 કરોડનાં
13,938 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.574.55 કરોડનાં 25,432 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..29 કરોડનાં 48 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.13.42 કરોડનાં 143.64
ટનનાં કામકાજ થયાં હતાં.

ક્રાઇમ: યુપીના ફિરોઝાબાદમાં ચોરીની શંકામાં સગીર છોકરાને નગ્ન અવસ્થામાં પોલ સાથે બાંધી માર મારવામાં આવ્યો

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,193.604 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,439.883 ટન, તાંબાના વાયદાઓમાં 18,350.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 23,154 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,687 ટન તથા જસત અને જસત-મિનીમાં
26,575 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 10,36,540 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,31,69,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
5,760 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 605.52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.24.50 કરોડનાં 328 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 942 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,977
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,002 અને નીચામાં 14,827 બોલાઈ, 175 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 285 પોઈન્ટ ઘટી
14,980 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 31794.38 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 1571.61 કરોડ, ચાંદી
તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 2143.14 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના
ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 25410.6 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ
ઓપ્શન્સમાં રૂ. 2635.36 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 641.02 કરોડનું
થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.154.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.209.80 અને નીચામાં
રૂ.150 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.113.10 ઘટી રૂ.183 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર
રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13 ખૂલી, ઉપરમાં રૂ.14.10 અને નીચામાં
રૂ.11 રહી, અંતે રૂ.5.45 ઘટી રૂ.11.75 થયો હતો.

પંજાબ: પંજાબના જલંધરમાં પરપ્રાંતિય દંપતીએ ગરીબીના કારણે 3 દીકરીઓની હત્યા કરી, ધરપકડ

સોનું નવેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.450.00ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.490 અને નીચામાં રૂ.351 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.245 ઘટી રૂ.431.50
થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.163
ખૂલી, ઊપરમાં રૂ.163 અને નીચામાં રૂ.110 રહી, અંતે રૂ.68.50 ઘટી રૂ.132 થયો હતો.
ચાંદી નવેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,000.00ના ભાવે ખૂલી,
રૂ.925 ઘટી રૂ.1,202 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ

રૂ.1,797.00ના ભાવે ખૂલી, રૂ.888.50 ઘટી રૂ.1,333 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.720 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.25 ઘટી રૂ.5.54 જસત ઓક્ટોબર રૂ.225 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ રૂ.3.38 ઘટી રૂ.5.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.180.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.233.90 અને નીચામાં રૂ.180 ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.69.70 વધી રૂ.217.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.70 ખૂલી, ઉપરમાં રૂ.16.90 અને નીચામાં રૂ.12.70
રહી, અંતે રૂ.3 વધી રૂ.14.50 થયો હતો.

https://samaysandeshnews.in/as-dengue-has-breached-the-200-mark-in-gurgaon-you-should-be-cautious/

સોનું નવેમ્બર રૂ.56,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.300.00ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.560 અને નીચામાં રૂ.300 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200.50 વધી
રૂ.482.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.57,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10
ગ્રામદીઠ રૂ.656 ખૂલી, ઊપરમાં રૂ.1,056 અને નીચામાં રૂ.505 રહી, અંતે રૂ.432.50 વધી રૂ.833 થયો હતો.
ચાંદી નવેમ્બર રૂ.65,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,304.00ના ભાવે ખૂલી, રૂ.702
વધી રૂ.1,324 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.65,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.656.00ના ભાવે ખૂલી, રૂ.758.50 વધી રૂ.1,252 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.6.70 વધી રૂ.8.15 થયો હતો.

પંજાબ: પંજાબના જલંધરમાં પરપ્રાંતિય દંપતીએ ગરીબીના કારણે 3 દીકરીઓની હત્યા કરી, ધરપકડ

પંજાબ: પંજાબના જલંધરમાં પરપ્રાંતિય દંપતીએ ગરીબીના કારણે 3 દીકરીઓની હત્યા કરી, ધરપકડ: પંજાબના જલંધરમાં એક સ્થળાંતરિત દંપતીએ તેમના તમામ બાળકોની ભરપાઈ કરવામાં બંનેની આર્થિક અસમર્થતાને કારણે તેમની ત્રણ પુત્રીઓની હત્યા કરી. પોલીસ પૂછપરછ દરમિયાન માતા-પિતાએ ગુનો કબૂલી લીધો હતો.


પંજાબના જલંધરમાં એક પરપ્રાંતિય મજૂર અને તેની પત્નીએ ગરીબીને કારણે તેમની ત્રણ પુત્રીઓની હત્યા કરી અને તેમના મૃતદેહને તેમના જ ઘરની અંદર ટ્રંકમાં મૂકી દીધા, પોલીસે સોમવારે જણાવ્યું હતું.

આ ઘટના પ્રકાશમાં આવી જ્યારે અપરાધીઓએ પોતાની દીકરીઓના ગુમ થયાની ફરિયાદ નોંધાવી , અને બાદમાં દાવો કર્યો કે ઘરની ચીજવસ્તુઓ ખસેડતી વખતે તેમને તેમના મૃતદેહ ઘરમાં એક ટ્રંકની અંદર મળી આવ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

સુશીલ મંડલ અને તેની પત્ની મંજુ દેવી, બંને રોજમદાર મજૂરોએ રવિવારે તેમની દીકરીઓને જંતુનાશક મિશ્રિત દૂધ પીવડાવ્યું હતું. છોકરીઓના ઝેરથી મૃત્યુ થયા પછી, તેઓએ તેમના મૃતદેહને ટ્રંકમાં મૂક્યા.

દંપતીએ તે જ રાત્રે મકસુદન પોલીસ સ્ટેશનમાં છોકરીઓ, 4 વર્ષની કંચન, 7 વર્ષની સાક્ષી અને 9 વર્ષની અમૃતાની ગુમ થયાની જાણ કરી હતી.

આ કેસ વિશે બોલતા, જલંધર ગ્રામીણ વરિષ્ઠ પોલીસ અધિક્ષક મુખવિંદર સિંઘ બુલરે જણાવ્યું હતું કે દંપતીને પાંચ બાળકો હતા અને આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે બધાને એકસાથે ઉછેરવાનું પોસાય તેમ ન હતું.

મૃતદેહોની પુનઃપ્રાપ્તિ પછી ગુમ થયાની ફરિયાદ પ્રાપ્ત થતાં, પોલીસે તપાસ શરૂ કરી અને નજીકના સીસીટીવી કેમેરાની તપાસ કરી. તે વાતની પુષ્ટિ થઈ હતી કે છોકરીઓએ તેમનું ઘર છોડ્યું ન હતું. જેથી તેઓએ મૃતક યુવતીઓના માતા-પિતાની પૂછપરછ શરૂ કરી હતી.

ક્રાઇમ: યુપીના ફિરોઝાબાદમાં ચોરીની શંકામાં સગીર છોકરાને નગ્ન અવસ્થામાં પોલ સાથે બાંધી માર મારવામાં આવ્યો

પૂછપરછ દરમિયાન, દંપતીએ કબૂલ્યું હતું કે તેઓ ગરીબીને કારણે તેમની દીકરીઓનું ભરણપોષણ કરી શકતા ન હોવાથી તેમને ઝેર આપ્યું હતું. તેઓએ કહ્યું કે તેઓ ફક્ત બે બાળકોની સંભાળ રાખી શકે છે.

SSP બુલરે જણાવ્યું હતું કે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને બંનેની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઇમ: યુપીના ફિરોઝાબાદમાં ચોરીની શંકામાં સગીર છોકરાને નગ્ન અવસ્થામાં પોલ સાથે બાંધી માર મારવામાં આવ્યો

ક્રાઇમ: યુપીના ફિરોઝાબાદમાં ચોરીની શંકામાં સગીર છોકરાને નગ્ન અવસ્થામાં પોલ સાથે બાંધી માર મારવામાં આવ્યો: એક નજીકના વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને છોકરાને બચાવી લીધો હતો.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક 11 વર્ષના છોકરાને ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધી દેવામાં આવ્યો હતો, તેને છીનવીને લાકડીઓ વડે મારવામાં આવ્યો હતો. આ ઘટના સોમવારે સવારે લગભગ 6 વાગ્યે બની હતી.

આ ઘટનાનો વિડિયો, એક નજીકના વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને છોકરાને બચાવ્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

પોલીસે વીડિયો ફૂટેજ પરથી હુમલામાં સામેલ લોકોની ઓળખ કરી છે અને તેમની સામે કેસ દાખલ કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલી રહી છે.

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સર્વેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમે છોકરાના પરિવારને જાણ કરી, અને કેસ નોંધ્યો, અને ત્યારબાદ તેમાં સામેલ ત્રણ લોકોની અટકાયત કરી.”

મિશ્રાએ વધુમાં કહ્યું હતું કે, “નાગરિકોએ આવી ક્રિયાઓનો આશરો લેવો જોઈએ નહીં અને સગીરને માર મારવો તે કોઈપણ ધોરણો દ્વારા અસ્વીકાર્ય છે.”

સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત

 

મિશ્રાએ ઉમેર્યું હતું કે, જો ભવિષ્યમાં આવી ઘટનાઓ બનશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.

દરમિયાન, છોકરાની માતાએ જણાવ્યું હતું કે, “મારા પુત્રએ કોઈ ચોરી કરી નથી, અને કોઈ ચોરીનો કોઈ પુરાવો નથી.

સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત

સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત: સુરતનાં ભિમરાડમાં એક નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન લોડિંગ લિફ્ટમાંથી
સમાન ઉતરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા નીચે પટકાયો હતો. જેથી તેને સારવાર માટે હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુવકની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી.ગતરોજ મૂળ મધ્યપ્રદેશ અને સુરતમાં ભિમરાડ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર કામ કરતા વિનુભાઈ ડામોર પરિવાર સાથે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ત્યાં જ રહેતા હતા. પરિવારમાં બે સંતાન પૈકી મોટો 19 વર્ષીય દીકરો અલ્કેશ છેલ્લા ત્રણ વર્ષથી પિતા સાથે કામ કરતો હતો. અલ્કેશ છઠ્ઠા માળે સ્લેબ ભરવાના કામકાજમાં લોડિંગ લિફ્ટમાંથી આવતા મટિરિયલ ખાલી કરાવવાનું કામ કરી રહ્યો હતો. અચાનક લિફ્ટ માલ ખાલી કરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા છઠ્ઠા માળેથી લિફ્ટના પાલકમાં નીચે પટકાયો હતો.
જેથી અલ્કેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.છઠ્ઠા માળેથી પટકાયેલા અલ્કેશને માથા અને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ તમામ સારવાર ખર્ચ બિલ્ડરે ઉપાડ્યો હતો. હાલ વેસુ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.
READ MORE:-  વિખ્યાત યાત્રાધામ બેટ-દ્વારકા જવા માટે ઓખા પેસેન્જર જેટીએ ગાંધી જયંતીના દિવસે સફાઈ, શિસ્ત અને સુરક્ષાના લીરા ઉડતા જોવા મળ્યા
આ અંગે મૃતકના પિતા વિનુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, પુત્ર 3 વર્ષથી જ સાથે કામે લાગ્યો હતો. બે મહિના પહેલા અજ તેની સગાઈ કરી હતી. આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના હતા એ પહેલા જ આ ઘટના બની છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.