મોટી સફળતા: સુરત ગ્રામ્ય પોલીસે 60 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો નાતાલ–નવા વર્ષની ઉજવણી પહેલા પ્રોહિબિશન માફિયાને મોટો ઝટકો તમિલનાડુ નંબરના કન્ટેનરમાં દારૂની હેરાફેરી, એક આરોપી ઝડપાયો
નાતાલ અને નવા વર્ષની ઉજવણી પહેલા રાજ્યભરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી વધતી હોય તેવા સમયે સુરત ગ્રામ્ય પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. સુરત ગ્રામ્ય પોલીસની એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂનો રૂ. 60,63,500નો માતબર જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય…