શેરબજારમાં ભૂકંપ જેવી ગિરાવટ સેન્સેક્સ ૧,૩૮૬ પોઇન્ટ તૂટી ૮૨,૩૪૮ પર બંધ, નિફ્ટી ૪૦૫ પોઇન્ટ તૂટી ૨૫,૪૧૩ પર સ્થિર; ઓટો, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી.
ભારતીય શેરબજારમાં ગુરુવારે ભારે ગિરાવટ નોંધાઈ હતી, જેમાં મુખ્ય સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. રોકાણકારોમાં ગભરાટ, વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતો, નફાખોરી અને ચોક્કસ સેક્ટરોમાં ભારે વેચવાલીના કારણે બજારમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીએસઈનો સેન્સેક્સ ૧,૩૮૬.૦૭ પોઇન્ટ તૂટી ૮૨,૩૪૮.૧૮ અંકે બંધ થયો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી ૪૦૫.૯૫ પોઇન્ટના ઘટાડા સાથે ૨૫,૪૧૩.૪૦ પર બંધ રહ્યો હતો….