દ્વારકામાં બારેમેઘ ખાંગાઃ બે કલાકમાં 5 ઈંચ વરસાદથી શહેરમાં ‘જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી’નું દ્રશ્ય
દ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટભર્યા વાતાવરણ અને ભભૂકતા તાપને કારણે સામાન્ય જનજીવન કંટાળી ગયું હતું. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ખેડૂતો વાદળોને તાકી રહ્યા હતા અને નગરજનો તાપમાનથી અકળાઈ ગયા હતા. આ વચ્ચે આજે વહેલી સવારે જ આકાશમાં ઘેરાયેલા કાળા વાદળોએ વરસાદનો સંકેત આપ્યો અને…