ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરી સંતોનો આશીર્વાદ મેળવ્યો
જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના પાવન અવસરે આસ્થા, આધ્યાત્મિકતા અને સંત પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગરવા ગિરનારની તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ મહાપર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિભાવપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા…