જામનગરમાં ટ્રેડ યુનિયનોની હડતાલનો વ્યાપક પ્રભાવ: રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લિયરિંગ ઠપ્પ, એલ.આઇ.સી. અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ જોડાયા
જામનગર શહેરમાં આજે ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા હડતાલના આહ્વાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. શહેરના વિવિધ સરકારી અને અર્ધસરકારી વિભાગોમાં કામકાજ પર તેની સીધી અસર જોવા મળી હતી. ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ચેક ક્લિયરિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી, જ્યારે એલ.આઇ.સી. (જીવન વીમા નિગમ) અને પીજીવીસીએલ (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ)ના કર્મચારીઓ પણ આ…