નવા લેબર કોડ અને ખાનગીકરણ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળ: ૬૦૦ જિલ્લામાં અસર, ૩૦ કરોડ કર્મચારીઓ જોડાવાનો દાવો
દેશભરમાં આજે સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા આહ્વાન કરવામાં આવેલી દેશવ્યાપી હડતાળને પગલે વિવિધ રાજ્યોમાં કામકાજ પર નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. નવા લેબર કોડ, કામદાર વિરોધી નીતિઓ, ખાનગીકરણ, વેતન અને કામદારોની સુવિધાઓ સંબંધિત મુદ્દાઓને લઈને આ હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે.ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC) સહિત અનેક કેન્દ્રિય મજૂર સંસ્થાઓએ દાવો કર્યો છે…