સહકારથી સમૃદ્ધિનો મંત્ર : ખેડૂત કલ્યાણ માટે ખેતી બેંક દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના સહકાર ક્ષેત્રમાં નવો પડાવ
ગાંધીનગરમાં ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ, જેને ખેતી બેંક તરીકે ઓળખવામાં આવે છે, તેની આગેવાનીમાં યોજાયેલ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને એક નવી દિશા…