જેતપુરમાં સરકારના ટેકાના ભાવે ખરીદાયેલા મગફળીમાંથી 1,212 ગુણીની મોટી ચોરીનો પર્દાફાશ : પોલીસ તપાસમાં બે સિક્યુરિટી ગાર્ડ સહિત ચાર રાઉન્ડઅપ, કૃષિ મંત્રી અને DySPની સ્પષ્ટતા
જેતપુર, જિલ્લા રાજકોટ – રાજ્યમાં કૃષિ ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી યોજનાઓ સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે, કારણ કે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં નાફેડના ગોડાઉનમાં સ્ટોક થયેલી મગફળીમાંથી રૂ. લાખોના દમની અંદાજિત 1,212 ગુણી મગફળી ચોરી જવા પામી હોવાનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે. આ ઘટનાને પગલે સરકાર, પોલીસ અને ખેતીકામ વિભાગ સતર્ક…