અંબાણી પરિવારની સેવા અને શ્રદ્ધાનો અનોખો સંયોગઃ દ્વારકામાં યાત્રી ભવન અને સાળંગપુરમાં આધુનિક ગૌશાળા માટે કરોડોનું અનુદાન
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ પરિવાર તરીકે ઓળખાતા અંબાણી પરિવાર ફરી એકવાર પોતાના ધાર્મિક ભાવ અને સમાજ સેવા માટેની પ્રતિબદ્ધતાને કારણે ચર્ચામાં આવ્યો છે. ભગવાન પ્રત્યેની અડગ આસ્થા અને સમાજ માટે કંઈક કરવાની ભાવનાને સાકાર કરતા અંબાણી પરિવારે દ્વારકા અને સાળંગપુરમાં બે મહત્ત્વપૂર્ણ સેવાકીય પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાનું અનુદાન જાહેર કર્યું છે. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અંબાણી પરિવારની…