“રામને ફૉલો, રાવણને અનફૉલો” – દશેરાના સંદેશમાં શક્તિ, સિદ્ધિ અને નમ્રતાનો જીવનપાઠ
ભારતીય સંસ્કૃતિમાં દશેરાનું પર્વ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવન માટેનો ઊંડો સંદેશ આપતું તહેવાર છે. નવરાત્રિના નવ દિવસ સુધી માતાજીની આરાધના કર્યા બાદ દશમીના દિવસે દુર્ગા દેવીના વિજય સાથે જ ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો એ ઘટનાને પણ યાદ કરવામાં આવે છે. એક બાજુ મહિશાસુર પર વિજય મેળવતી દેવી દુર્ગા, બીજી બાજુ રાવણ…