ભારત-યુકે વ્યાપક આર્થિક-વેપાર કરારથી નિકાસ ઉદ્યોગોને મળશે નવી ગતિ: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયું ઉદ્યોગ સંવાદ
અમદાવાદ: ગુજરાતના ઉદ્યોગકારો અને નિકાસકર્તાઓ માટે મહત્વપૂર્ણ એવા “ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (Comprehensive Economic and Trade Agreement – CETA)” વિષયક ઓપન ફોરમનો ભવ્ય આયોજાન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા વિદેશ વેપાર મહા નિર્દેશાલય (DGFT) દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ…