જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૬ની ધામધૂમ તૈયારીઓ – આદર્શ આચારસંહિતાનો અમલ, ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી
જામનગર જિલ્લાની રાજકીય અને પ્રજાસત્તાક પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવાનો છે, કારણ કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬નો કાર્યક્રમ જાહેર કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ચૂંટણીનું વાતાવરણ જામ્યું છે. ચૂંટણીની જાહેરાત સાથે જ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ થઈ ગયો છે અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બની ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાઈ ગયું…