બેટ દ્વારકામાં ગેરકાયદેસર કેમ્પિંગ–રેસ્ટોરન્ટનો ખતરો: ‘ડોલ્ફિન એડવેન્ચર’ના નામે પ્રવાસીઓના જીવ સાથે રમતું બેફામ તંત્ર, ફૂડ સેફ્ટી અને GMBની પરમિશન વગર ખુલ્લેઆમ ધંધો – અધિકારીઓની આંખે કોણે પટ્ટી બાંધી?
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું બેટ દ્વારકા માત્ર એક પ્રવાસન સ્થળ નહીં, પરંતુ ધાર્મિક, પર્યાવરણીય અને સાંસ્કૃતિક રીતે અતિ સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે. લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દર વર્ષે અહીં ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિના દર્શન કરવા અને કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવા આવે છે. પરંતુ આ પવિત્ર અને સંવેદનશીલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માથું ઊંચું…