વિસાવદરના વિછાવડ ગામના સરપંચ પેશકદમી કરતા ગેરલાયક ઠરાવતા ડીડીઓ

વિસાવદરતા.વિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેડ કરાતા તાલુકા ભરમાં ચકચાર મચી ગયેલ છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે વિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપંચ સંજયભાઈ વજુભાઇ નલિયાધરાએ તેમની ચૂંટણીના ફોર્મમાં એકરાર નામાં જે મિલકત દર્શાવેલ હતી તે મિલકતમાં તેઓ રહેતા ન હતા અને તે મિલકતનો કબજો બીજા વ્યક્તિ પાસે હતો અને સરપંચ ગ્રામ પંચાયતની જમીનમાં જ પેશકદમી કરી મકાન બનાવી રહેતા હોય આ બાબતની હકીકત સબધે રજુઆત કરતા તેઓને સાંભળવા જરૂરી તકો આપવા છતાં તેઓ તરફથી કોઈ રજુઆત ન કરાતા રેકર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સાહેબે આ સરપંચને તેમના સરપંચ તરીકેના હોદા ઉપરથી દૂર કરી ઉપસરપંચને ચાર્જ આપવા હુકમ કરતા ફફડાટ મચી ગયેલ છે.

YouTube player

અને વિસાવદર તાલુકાના અન્ય સરપંચો દ્વારા પણ પંચાયતની જમીનમાં પેશકદમી કરેલ હોય તથા અન્ય લોકોની પેશકદમી હોય તે જાણવા છતાં દૂર કરાવતા ન હોય તેવા સરપંચ સામે પણ ટુક સમયમાં કાર્યવાહી થનાર હોવાની વાતો વહેતી થતા તાલુકામાં ફફડાટ મચી ગયેલ છે.