પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ એ ભારતના આર્થિક વિકાસના મુખ્ય આધારસ્તંભ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી આજે અમદાવાદમાં થઈ હતી, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને કરદાતાઓ તથા આવકવેરા વિભાગના અધિકારીઓનું હાર્દિક ભાવથી સન્માન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, “ભારતના 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રના લક્ષ્ય સુધી પહોંચવામાં આવકવેરા વિભાગની નિષ્ઠા અને કરદાતાઓની પ્રામાણિકતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.”

“આવકવેરા વ્યવસ્થા હવે ભય નહીં, ભરોસાનું પ્રતિનિધિત્વ કરે છે”

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, “કર પ્રણાલી હવે વધુ પારદર્શક, ડિજિટલ અને કરદાતા-મૈત્રીપૂર્ણ બની ગઈ છે. આજે કરદાતાઓને ભય નહીં, પણ સહજતા અને સુરક્ષાનો અનુભવ થાય છે, જે દેશના વિકાસ માટે અત્યંત આવશ્યક છે.”

તેમણે ઉમેર્યું કે, “કર વસૂલાત એ માત્ર રાષ્ટ્રીય આવક એકત્ર કરવાનું સાધન નથી, પણ સમાજમાં ન્યાય અને સમાનતાનું માધ્યમ પણ છે.” તેમણે એવો મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો કે, “કોઈ અધિકારી જ્યારે કરદાતા સામે બેઠો હોય, ત્યારે તેણે વિચારવું જોઈએ કે જો હું તેમના સ્થાને હોત તો શું મને આ વ્યવહાર યોગ્ય લાગત؟

ગુજરાતમાં આવકવેરાનો વધતો સંગ્રહ સમાજના સુખદ સંકેત

ગુજરાતના સંદર્ભમાં વાત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, “ગુજરાતમાંથી આજે વાર્ષિક ₹1,05,421 કરોડનો આવકવેરા સંગ્રહ થાય છે, જે આપણા સમાજની આર્થિક મજબૂતી, કરદાતાઓની નૈતિકતા અને વિભાગની કાર્યક્ષમતા દર્શાવે છે.”

ડિજિટલ સુધારાઓ, કરમુક્તિ અને ફેસલેસ પ્રક્રિયા સરકારના સકારાત્મક વલણનું પ્રતિબિંબ

રાજ્યપાલશ્રીએ ખાસ નોંધ્યું કે, “ફેસલેસ એસેસમેન્ટ, ડિજિટલ કર નિભાવ, અને ₹12 લાખ સુધીની આવક પર કરમુક્તિ સરકારના પ્રજાનુકૂળ વલણનું સંકેત આપે છે. આજે કરદાતા પોતાની ઘર બેઠી ટેક્સ ભરવા અને રિફંડ મેળવવાની વ્યવસ્થા ભોગવે છે.”

તેમણે આજની આવકવેરા વ્યવસ્થાને “વિશ્વસનીયતા અને નૈતિકતા આધારિત” ગણાવતાં કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયા અર્થતંત્રમાં સહકાર અને સહઅસ્તિત્વની ભાવના ઊભી કરે છે.

મુખ્ય આયકર આયુક્ત શ્રી સતીશ શર્માનું નિવેદન

મુખ્ય આયકર આયુક્ત શ્રી સતીશ શર્માએ જણાવ્યું કે આવકવેરા વિભાગ હવે એક દંડાત્મક તંત્ર નહીં, પણ સેવા આધારીત સંસ્થા બની ચૂક્યું છે.

તેમણે જણાવ્યું કે:

  • 1990માં આવકવેરા વિભાગ સંપૂર્ણપણે કાગળ આધારિત હતો, જ્યારે હવે આખી કામગીરી ડિજિટલ છે.

  • આજકાલ રિટર્ન ફાઈલ કર્યા પછી 10 દિવસમાં રિફંડ મળી જાય છે.

  • અત્યાર સુધી મહત્તમ ટેક્સ દર 60% હતો, જે હવે 30% સુધી આવી ગયો છે.

  • કરદાતાઓની સંખ્યા 40 લાખથી વધીને 9 કરોડ થઈ છે.

  • ચકાસણીના કેસોનું પ્રમાણ 5%માંથી ઘટીને હવે માત્ર 0.2% થયું છે.

તેમણે નવી ટેકનોલોજી વિશે ઉમેર્યું કે, “ટીડીએસ રિટર્નના આધારે હવે દર વર્ષે 60 કરોડથી વધુ નાણાકીય વ્યવહારોની માહિતી મળતી રહે છે, જે ટેક્સની પ્રક્રિયાને સચોટ અને પારદર્શક બનાવે છે.”

તેમણે આશા વ્યક્ત કરી કે આગામી વર્ષ 2025માં લાગુ પડનાર નવો આવકવેરા કાયદો ટેક્સ પ્રણાલીને વધુ સરળ અને ન્યાયી બનાવશે.

વિદ્યાર્થીઓનો પણ સન્માન

આ પ્રસંગે ટેક્સ અવેરનેસ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ પાત્રતા મુજબ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા. તેમજ વિભાગના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પણ રાજ્યપાલશ્રીએ સન્માનિત કર્યા.

ઉપસ્થિત રહી આગવી પધ્ધતિથી ઉજવાયો દિવસ

આ પ્રસંગે મુખ્‍ય આયકર આયુક્ત (ટીડીએસ) શ્રીમતી અપર્ણા અગ્રવાલે સ્વાગત ઉદબોધન આપ્યો હતો. ઉપરાંત મુખ્‍ય આયકર આયુક્ત (અમદાવાદ-1) શ્રી રાજેશ ગુપ્તા, આવકવેરા મહાનિદેશક (તપાસ) શ્રી સુનિલકુમાર સિંહ, તેમજ અન્ય અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આર્થિક સમૃદ્ધિ એ ધર્મ, નૈતિકતા અને જીવંત પરંપરાનું પરિણામ

અંતે, રાજ્યપાલશ્રીએ ભારતીય સંસ્કૃતિનું ઉલ્લેખ કરતાં કહ્યું કે, “અર્થ એ ધર્મ, નૈતિકતા અને સામાજિક ભલાઈ સાથે સંકળાયેલ છે. જો આપણે લોકહિતમાં ધનનું વહન કરીએ, તો તે મોક્ષ સુધીનો માર્ગ ખોલે છે.” તેમણે “વિકસિત ભારત-૨૦૪૭” ના લક્ષ્ય માટે આવકવેરા વિભાગને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ રીતે આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ઉજવણીમાં અર્થવ્યવસ્થાની નબળાઈઓને દુર કરવા માટે કરદાતા અને સરકાર વચ્ચે વિશ્વાસ જમાવવાના સંદેશો સાથે સમારોહ ઉર્જાથી ભરપૂર રહ્યો.

WhatsApp link-
https://chat.whatsapp.com/L18FV1R9B1r42hmCOLc6QL

FACEBOOK LINK –
https://www.facebook.com/SamaySandesh…

Instagram link –
https://t.me/joinchat/g1_gPdcFxtM1NDZl

TELEGRAM LINK –
https://t.me/joinchat/uIljpkLp6VViYjRl

જનતાના અવાજને અમે કરીશુ ઉજાગર…
સંપર્ક કરો. +91 88660 66060

સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કરતા રાજ્યપાલ

અમદાવાદ,  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં જોડાયા હતા ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે તેમણે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. અમદાવાદના નાગરિકોને સંબોધીને તેમણે કહ્યું કે, જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ. સાબરમતીની સ્વચ્છતાની જવાબદારી લેવી જોઈએ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અત્યાર સુધીમાં સાબરમતી નદીમાંથી 408 મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો છે. તેમાં 33 મેટ્રિક ટનથી વધુ કાપડ, 70 મેટ્રિક ટનથી વધુ પ્લાસ્ટિક અને 41 મેટ્રિક ટન જેટલું લાકડું કાઢવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે, પૂજનની અવશિષ્ટ સામગ્રી અને પ્લાસ્ટિકથી નદીમાં ખૂબ ગંદકી થાય છે. સાબરમતી નદીને સ્વચ્છ અને પવિત્ર રાખવાની આપણી સામૂહિક જવાબદારી છે. આપણે સજાગ થઈશું તો આવનારી પેઢીને સ્વચ્છ સાબરમતી અને સ્વચ્છ પર્યાવરણ પ્રદાન કરી શકીશું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદૂષિત, દુર્ગંધયુક્ત અને ગંદકીના ઘર જેવી સાબરમતી નદીની ગંદકીને દૂર કરવાનો સંકલ્પ કર્યો અને સાબરમતી નદી અમદાવાદ શહેરના લોકો માટે વરદાન બની શકે તે રીતે તેમણે સાબરમતી રિવરફ્રન્ટનું નિર્માણ કર્યું. સાબરમતી નદીની ગંદકી દૂર કરીને તેને શુદ્ધ અને પવિત્ર બનાવવાનું  ભગીરથ કાર્ય કર્યું છે. આજે સાબરમતી રિવરફ્રન્ટ દેશ અને દુનિયા માટે એક પ્રેરણારૂપ બન્યો છે. સાથો સાથ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ માટે શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રદાન કરનાર પણ બન્યો છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નિયમિત રીતે પ્રતિમાસ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થાય છે. તેમના કાર્યક્રમો દરમિયાન તેઓ નિયમિત રીતે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાય છે અને લોકોને સ્વચ્છતા માટે સતત પ્રેરિત કરતા રહ્યા છે. આ અવસરે તેમણે કહ્યું કે, આ અભિયાન અંતર્ગત હું આજે અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં જોડાયો છું. આ અભિયાન અંતર્ગત રિવરફ્રન્ટમાં મોટી સંખ્યામાં પ્લાસ્ટિક અને ધાર્મિક પૂજામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી જોવા મળી છે. આ સ્થિતિના કારણે સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. રાજ્યપાલએ અમદાવાદનાં નગરજનોને અપીલ કરતાં કહ્યું કે, આગામી તા. 5 જૂન સુધીમાં નગરજનોએ થોડો સમય કાઢીને ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં સહભાગી થવું જોઈએ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, ધારાસભ્યઓ, કોર્પોરેટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન આઇ.પી ગૌતમ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરઓ, ચેરમેનઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ- પદાધિકારીઓ, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, એનઆઇડીના વિદ્યાર્થીઓ, એનસીસી  કેડેટ્સ, વિવિધ સંસ્થાઓ અને વિવિઘ એનજીઓના કાર્યકર્તાઓ તેમજ આસપાસના વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫ મી મે થી ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે.  ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ અને કલ્પસર વિભાગ દ્વારા વાસણા બેરેજમાં બંધ સુરક્ષાને ધ્યાને લઈ ચોમાસા પૂર્વે દરવાજાના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી હાથમાં ધરવાની હોવાથી સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરવાની હતી. આમ નદી સંપૂર્ણપણે ખાલી થવાની જ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા જનહિતમાં નદીની સફાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ની શરૂઆત અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે કરવામાં આવી હતી. આજ સુધીમાં આ મહાઅભિયાનમાં કુલ  40,435 લોકો શ્રમદાન કરી ચૂક્યા છે. લોકો સ્વતંત્રપણે, વિવિધ સંસ્થાઓ જેવી કે ધાર્મિક, સામાજિક, ઉદ્યોગ, શાળા, કોલેજ,  NCC વિગેરે માંથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં જોડાઈ રહ્યા છે. કચરો સાફ કરવામાં શ્રમદાન કરી રહેલા લોકો સાથે યાંત્રિક મજબૂતી આપવા માટે રોજે રોજ JCB, ટ્રક, ટ્રેક્ટર અને હિટાચી જેવા યાંત્રિક ઉપકરણો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

 

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.