જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની

સ્ટેટની ખેલમહાકુંભ ફૂટબોલ સ્પર્ધા કે જે તારીખ 9 થી 13 દરમ્યાન ગોધરા સપોર્ટ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ હતી, એમાં જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની છે.

જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની

જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની

પ્રથમ મેચમાં તાપી સામે 11 ગોલથી, બીજા મેચમાં પાટણ સામે 1 ગોલથી, ત્રીજા મેચમાં બરોડા સામે 2 ગોલથી અને સેમિફાઇનલમાં વલસાડ સામે 4 ગોલથી મેચો જીતીને આપણી બાળાઓએ ખૂબ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.

ત્યારબાદ ફાઇનલમાં બનાસકાંઠા સામે એક એક ગોલથી મેચ બરાબરી ઉપર રહેતા, પેનલ્ટી શૂટ આઉટમાં 3-2 ગોલથી જામનગર ટીમ ચેમ્પિયન બનેલ છે.

કાલાવડની DLSS ની આ નાની નાની છોકરીઓએ ગુજરાત રાજ્યમાં, ખેલમહાકુંભમાં ચેમ્પિયનશીપ મેળવીને, જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. આની પાછળ કોચ શ્રી આદિત્ય પીપરિયાએ ખૂબ જહેમત ઉઠાવી છે. વિજેતા ટીમને જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ શ્રી ધનરાજભાઈ નથવાણી, અને સેક્રેટરી શ્રી આનંદભાઈ માડમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા છે. સાથે સાથે સાંસદ બેનશ્રી પૂનમબેનએ પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ”

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ” 

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ”

જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓએ પોલીસને જોઇને ભાંગ્યા: ૧૨ થી વધુ વાહન ચાલકો દંડાયા અને ૪ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા…….

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા યોજવામાં આવેલી નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતાં. જેમાં ૧૨ જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી અને ૪ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતાં.

જામનગર શહેર તથા જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા નાઈટ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ગતરાત્રી ના જામનગત શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવેલા જુદા-જુદા વિસ્તારોમાં જેમકે પવન ચક્કી સર્કલ, ઓશવાળ હોસ્પિટલ સર્કલ અને દરબારગઢ વિસ્તારોમાં ટ્રાફીક ડ્રાઈવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઈક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ તથા બાઇક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ૪ જેટલા બાઇક ડીટેઈન કરાયા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી રૂ.૭૫૦૦ હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જામનગર પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઈડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો તો પોલીસને જોઈને ભાંગ્યા હતાં.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસ ની વેબસાઇટને વિઝિટ કરો.

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરાઈ

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરાઈ

 

જામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખને જરૂર જણાયે મદદરૂપ થવા સરકાર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ સજ્જ; સેનાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે શ્રી શાહ દ્વારા ચર્ચા કરાઈ

જામનગર, તા.૯ મે, – રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખોના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અગ્રણી અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને કોઇ આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરવાનો હતો.

શ્રી બી.એ.શાહે બેઠકની શરૂઆતમાં એરફોર્સ, આર્મી અને નેવીના અધિકારીઓને મેડીકલ સહાય, સાધનો તથા માનવબળ સહાય વિગેરે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપેક્ષિત મદદ તથા આકસ્મિક સંજોગોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષા સંબંધે વહીવટી તંત્રના ધ્યાને મુકવા અંગેની કામગીરીની માહિતી મેળવી હતી. તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સેનાને કોઈપણ પ્રકારની મદદ કે સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ તત્પરતા દર્શાવી હતી. આ બેઠકની શરૂઆતમાં ઉપરોકત માહિતી મેળવી ઉપસ્થિત એરફોર્સ, નેવી, આર્મીના પ્રતિનિધિશ્રીઓનો આભાર માની તેમને બેઠકમાંથી તુર્ત રજા આપવામાં આવેલ.

બેઠક દરમિયાન શ્રી શાહે જિલ્લામાં ઉપલબ્ધ ફાયર ફાઇટર સહિતના સંસાધનો, હોસ્પિટલોમાં દવાઓ, બેડ, સ્ટાફ અને તબીબી સાધનોની પૂરતી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. તેમણે કોઈપણ પરિસ્થિતિમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેની તૈયારીઓ, જિલ્લાના માર્ગો પરિવહન માટે ખુલ્લા રહે તે સુનિશ્ચિત કરવા માટેની કામગીરી અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.
વધુમાં, ઇન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ સતત કાર્યરત રહે, જરૂરી વાહનોની વ્યવસ્થા જળવાઈ રહે, દરિયામાં ગયેલા માછીમારોને પરત બોલાવવા અને તેમની યાદી તૈયાર કરવી, ડેમેજ હેલ્પલાઇનને તાત્કાલિક રિપેર કરવી, પાણી પુરવઠો પહોંચાડવો, ફૂડ પેકેટ અને જરૂરી ઇંધણની વ્યવસ્થા તેમજ એમ્બ્યુલન્સની ફાળવણી વગેરે જેવી બાબતો અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની માહિતી મેળવીને શ્રી શાહે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે તમામ વિભાગોને કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવવા અને જરૂર પડ્યે સેનાને મદદરૂપ થવા માટે સજ્જ રહેવા પણ સૂચન કર્યું હતું.\

પંચમહાલમાં કમોસમી વરસાદ..

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે સેટલમેન્ટ કમિશનરશ્રીને જિલ્લાની વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા અને તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને અત્યંત જાગૃતિ અને તત્પરતા સાથે પોતાની ફરજો નિભાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.

આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, અધિક કલેક્ટર શ્રી બી.એન. ખેર, તેમજ આર્મી, એરફોર્સ, નેવી, સિક્કા થર્મલ પાવર સ્ટેશન, રિલાયન્સ, નયારા, આઈ.ઓ.સી. સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિતિ રહ્યા હતા.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

 

હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલી શિવવિલા સોસાયટીમાં વર્ષોવર્ષ ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોઇ રહીશોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે.જે સમસ્યા હલ કરવા 20 દિવસ અગાઉ પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી પણ હજુ સમસ્યા હલ નહીં થતા સોસાયટીના રહીશો સત્વરે ભૂગર્ભ પાઇપ લાઈનમાં વરસાદી પાણી નિકાલ નું આયોજન કરે તે જરૂરી બન્યું છે.

હારિજના ઝાપટપુરથી જલિયાણ ચોકડી થી શીવવિલા સોસાયટીમાં અગાઉ ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાકટર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બર બનાવી હતી જે ચેમ્બર માટી નાખીને બુરાણ કરી દેવામાં આવી છે. હાલના સમયે હવામાન ખતાની આગાહીના પગલે કમોસમી વરસાદ પડતા ચોમાસા પહેલાજ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે.તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ બંધ થઇ જતા.શિવવિલા સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

શિવવીલા સોસાયટીના રહીશોએ 20 દિવસ અગાઉ પણ પાલિકા ને લેખિત રજુઆત કરી હતી.તેમજ આજદિન સુધી શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ચેમ્બર કોઈ કામમાં આવી નથી .તો સત્વરે તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે એવી શિવવિલા સોસાયટી ના રાહીશોની માંગ ઉઠી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

પંચમહાલમાં કમોસમી વરસાદ..

શહેરા માં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ

શહેરા માં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ

 

બપોરના ત્રણથી ચારમાં બે ઇંચ વરસાદ થતાં અમુક વિસ્તારોમાં પાણી ભરાયા અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી સાન્તાક્રુઝ સોસાયટી ના રસ્તા ઉપર એક ફુટ કરતા વધુ પાણી ભરાતા ત્યાંના રહીશો ભારે ચિંતિત થઈ ઉઠ્યા. હાલોલ શામળાજી હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી મુકાયા સાન્તાક્રુઝ સોસાયટી માં
પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા હોવા છતાં પાલિકા અને તાલુકા વહીવટી તંત્ર હલ કરવામાં નિષ્ફળ નીવડી રહી.. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં ખેતી પાકને નુકસાન જવાની શક્યતા ને લઈને તેમજ ઘાસના પૂળા પલળી જતા ખેડૂતો અને પશુપાલકો ચિંતિત

શહેરા મા શુક્રવારના રોજ વાતાવરણમાં પલટો આવવા સાથે એક કલાકમાં બે ઇંચ જેટલી કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે અણીયાદ ચોકડી વિસ્તારમાં પસાર થતાં હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે સંબંધિત તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો.જ્યારે શાંતા કુંજ સોસાયટીના અવર જવરના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ચોમાસા પૂર્વે પાલિકા પોતાની નૈતિક ફરજ બજાવીને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ અહીના રહીશો કરી રહ્યા હતા.

શહેરા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારના રોજ વાતાવરણમાં પલટો આવતા વૈશાખ મહિનામાં અષાઢી માહોલ જામતા જિલ્લા વાસીઓને ચોમાસાની ઋતુ જેવો અહેસાસ થવા માંડ્યો હતો. મેઘરાજા મન ભરીને વરસતા નગરના અણીયાદ વિસ્તારમાં આવેલી સાન્તાક્રુઝ સોસાયટીના અવર જવરના રસ્તા ઉપર એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ઘરની અંદર પાણી ભરાઈ જવાની શક્યતા ના પગલે ત્યાંના રહીશો ભારે ચિંતિત થઈ ઉઠ્યા હતા, જ્યારે પસાર થતાં હાલોલ શામળાજી હાઇવે માર્ગ ઉપર એક ફૂટ કરતા વધુ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. અમુક વાહનો પાણીમાં બંધ થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે ગમે તે રીતે પોતાની ગાડી બહાર કાઢતા નજરે પડવા સાથે તંત્ર સામે ભારે આક્રોશ વાહન ચાલકો નો જોવા મળી રહ્યો હતો. હાઈવે માર્ગ ઉપર બે તરફ વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ને પણ અસર થવા પામી હતી,આ હાઇવે ઉપર દર વર્ષે ચોમાસામાં પણ આજ પરિસ્થિતી સર્જાતી હોવા છતા જવાબદાર તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામા આવી રહી નથી. ચોમાસા પૂર્વે વૈશાખ મહિનામાં કમોસમી વરસાદ થતા અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી સાન્તાક્રુઝ સોસાયટી તેમજ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા તંત્ર એ પણ પોતાની નૈતિક ફરજ સમજીને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટેની કાર્યવાહી કરવી જોઈએ પરંતુ કયા કારણથી આ સમસ્યા હલ કરવામાં તાલુકા વહીવટી અને પાલિકા તંત્ર રસ રાખી રહ્યા ન હોવાથી જાગૃત નાગરિક દ્વારા આ ઉપરોક્ત બાબતને લઈને સ્વાગત કાર્યક્રમ તેમજ જિલ્લા કલેકટર થી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી શકે તો નવાઈ નહી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને ખેતી પાકને નુકસાન જવાની શક્યતાના પગલે અને ઘાસના પૂળા પલળી જતા પશુપાલકો અને ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા. વરસાદના પગલે લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી.શહેરા માં ત્રણ થી ચાર વાગ્યા સુધીમાં બે ઇંચ કરતા વધુ વરસાદ થયો હોવાનું મામલતદારના ડિઝાસ્ટર શાખામાં નોંધાયો હતો, જ્યારે કામ અર્થે જતા લોકોને પણ રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડ્યો હતો.બદલાયેલા વાતાવરણના પગલે પાછલા પાંચ દિવસથી સમગ્ર જિલ્લામા વાદળછાયુ વાતાવરણ સર્જાવા સાથે છૂટો છવાયો વરસાદ થતાં ચોમાસાનો અહેસાસ લોકોને વૈશાખ મહિનામાં થયો હતો.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

 

 

જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે હાજર

        જામનગર તા.09 મે, જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા, ચીફ ફાયર ઓફિસર શ્રી કે.કે.બીશ્નોઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.તેમજ તેઓ દ્વારા પળેપળની માહિતી મેળવીને પરિસ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે.

           આ અંગે માહિતી આપતા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે.સાથે જ તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરે છે. કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 0288-2553404 પર સંપર્ક કરી શકાશે.

આવા ને આવા નવા સમાચાર જાણવા માટે આત્યારે જ સમયસંદેશન્યુસ  વેબસાઇટને વિઝિટ કરો.

રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા બાબત લેખિત રજુઆત..

રોડ રસ્તા, લાઈટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ જણાતા પાલિકાના ચીફ ઓફિસર સહીત પ્રમુખ ને રજુઆત…

રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં પડતર પ્રશ્નોનો નિકાલ

 

પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં આવેલ વોર્ડ નં-૧માં નગરપાલિકા હદમાં આવેલ વિસ્તારમાં ઘણા સમયથી રજુઆતો કરેલ હોવા છતાં હજુ સુધી પડતર પ્રશ્નોના નિકાલ આવેલ નથી. ત્યારે આ વોર્ડ નગરના છેવાડે આવેલ હોવાથી પબ્લીકની અવરજવર વધારે થતી હોવાથી રોડ રસ્તા, લાઈટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ પણ જોવા મળે છે. જેને લઈને પાલિકાના સદસ્ય જયાબૅન ઠાકોર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

લેખિત માં દર્શાવ્યા મુજબ રાધનપુર વિસ્તારમાં રૂપાસરા (પ્રાથમિક શાળા)- જ્યાં ૩૫ વર્ષથી લાઈટનો અભાવ છે તો અંધાર પટમાં રહેતા રહીશોને લાઈટના થાંભલા તેમજ મીટરની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. તેમજ જૈન ટોકીઝ નાના ઠાકોરવાસથી મોટાઠાકોરવાસ ઠાકોર ભુરાભાઈ જગુભાઈના ઘર સુધીનો અધુરો રોડ પૂર્ણ કરી આપવા બાબતે રજૂઆત અને ઠાકોરવાસમાં રોડ પર આવેલ મોટી ખુલ્લી ગટરો હોવાથી કોઈ ઘટિત ઘટના ના ઘટે એ હેતુસર સત્વરે ખુલ્લી ગટરોને ઢાંકવા રજુઆત કરી છે.

રાધનપુર નાં મોટાપીરની દરગાહથી અર્ગોસર તળાવ અને જાપટપરા સુધી ઘણા સમયથી ભૂગર્ભ ગટરની સાફ સફાઈ થયેલ ના હોવાથી સતત ગટરના ગંદા પાણી રોડ પર ૨૪ કલાક ફરતા જોવા મળે છે જેના હિસાબે લોકોમાં માંદગી પણ જોવા મળી રહેલ છે તો આ વિસ્તરમાં સત્વરે ગટર સાફ સફાઈ અને સમારકામ કરાવી નિવારણ લાવવા રજુઆત કરવામાં આવી છે.આમ આ વિસ્તારમાં નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હોવાથી સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ફરજ સમજી પાલિકા નાં સદસ્ય જયાબેન ઠાકોરે પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ ને રજુઆત કરી હતી અને લેખિતમાં આપેલ રજૂઆતને ધ્યાને લઇ સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

આવા ને આવા નવા નવા ન્યુસ જાણવા માટે અમારી વેબસાઇટને વિઝિટ કરો સમયસંદેશન્યુસ