કામરેજના પરબ ગામે ગેસ કૌભાંડનો ભંડાફોડ — સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની મોટી કાર્યવાહી, રૂ.34.18 લાખનો મુદ્દામાલ સાથે 8 આરોપી ઝડપાયા.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા એક મોટી અને ચોંકાવનારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘરેલુ તેમજ કોમર્શિયલ રાંધણગેસના બાટલાઓ ગેરકાયદેસર રીતે ઊંચા ભાવે વેચાણ કરવાનું અને તેને વિવિધ વાહનો મારફતે સગેવગે કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભંડાફોડ કરતા પોલીસે કુલ રૂ.34,18,622/-ના મુદ્દામાલ સાથે 8…