ભાણવડના કાકરવાળી વિસ્તારમાં નવા રોડનું ‘બાળમરણ’ — નબળી કામગીરી સામે ઉઠ્યો ભ્રષ્ટાચારનો સવાલ.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં વિકાસના નામે થયેલી એક કામગીરી હવે વિવાદનું કેન્દ્ર બની છે. શહેરના વોર્ડ નંબર ૨માં આવેલા કાકરવાળી વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલો નવો રોડ માત્ર એક-દોઢ મહિનામાં જ ઠેકઠેકાણે તૂટી જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે આ કામમાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક…