હોળીના રંગોમાં ગંદકીનો કલંક – શહેરામાં વેપારીઓએ જાળવી સ્વચ્છતાની લાજ બસ સ્ટેશનથી બજાર માર્ગ પર ગટરના ગંદા પાણીથી હાલાકી, તંત્ર નિષ્ક્રિય તો વેપારીઓએ હાથમાં ઝાડુ લઈ આપ્યો જનસેવાનો સંદેશ.
શહેરા નગરમાં હોળી અને ધૂળેટીના પર્વને લઈને જ્યાં એક તરફ ઉત્સાહનો માહોલ જામી રહ્યો છે, ત્યાં બીજી તરફ પાલિકા તંત્રની બેદરકારીને કારણે ગંદકી અને દુર્ગંધનો ગંભીર પ્રશ્ન ઉભો થતા તહેવારની ખુશીમાં કલેશ છવાઈ ગયો હતો. બસ સ્ટેશનથી મુખ્ય બજાર તરફ જવાના મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણીની રેલમછેલ થતા ખરીદી કરવા આવેલા લોકો અને સ્થાનિક…