ભાણવડના બરડા ડુંગરમાં પોલીસનો તડાકો — દેશી દારૂનો કારખાનો પર્દાફાશ, ૧૪૦૦ લીટર આથો અને ૧૨૦ લીટર દારૂ સાથે રૂ. ૫૯ હજારનો મુદ્દામાલ કબ્જે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં દારૂબંધી કાયદાની અમલવારી માટે પોલીસ તંત્ર દ્વારા સતત સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. આવા સમયમાં ભાણવડ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાં સ્થાનિક પોલીસે તાજેતરમાં જ મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં દેશી દારૂ બનાવવાના ગેરકાયદેસર કારખાનાનો પર્દાફાશ થયો છે. દરોડા દરમિયાન પોલીસે મોટા પ્રમાણમાં આથો તથા તૈયાર દેશી દારૂ કબ્જે…