ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂની ફેક્ટરી પર મોટો દરોડો: 15.25 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીઓ ઝડપી, આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ.
ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા નકલી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બનાવતી એક ફેક્ટરી પર સફળ દરોડો પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ. 15,25,036 જેટલા મુદ્દામાલ સાથે છ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે…