અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન: ઓપરેશન ‘ક્લીન ચંડોળા’

 

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને ઘૂસણખોરો સામે સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી શરૂ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર JCB સ્ટ્રાઈક દ્વારા અમલમાં મુકવામાં આવી. અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝર આગળ વધ્યા અને  ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ તવાઈ બોલાવી હતી.

https://youtu.be/UyBQIhtn9B4

ચંડોળામાં 150થી વધારે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદના મિની ‘બાંગ્લાદેશ’ ગણાતા આ વિસ્તાર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ ચંડોળા તળાવ પહોંચ્યા હતા.

અહીં લલ્લા બિહારના ગેરકાયદે ફાર્મહાઉસ અને મકાનો પર JCB અને બુલડોઝર દ્વારા તોડકામ હાથ ધરાયું. 1,000થી વધુ પોલીસકર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો, સિયાસત નગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે કોમ્બિંગ કર્યું, અને ગેરકાયદે મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢી, ઘર ખાલી કરવાની અંતિમ સૂચના આપવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) સાતેય ઝોનના એસ્ટેટ અધિકારીઓ, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇજનેરી વિભાગના અધિકારીઓની હાજર રહ્યા.

અમદાવાદના ચંડોળા તળાવમાં હાલમાં મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. જ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તાજેતરમાં ચાલી રહેલી મેગા ડિમોલેશનની કામગીરી નિહાળવા હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા. આ સાથે માહિતી મળી રહી છે કે તેઓ આ કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તો રાજ્યના ડીજીપી એ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી.

https://samaysandeshnews.in/એક-જ-રાત્રિમાં-અમદાવાદ-પો/

બપોર બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સીપી ઓફીસ પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર તા. ૨૯ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા અમદાવાદ કલેક્ટર સુજિત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન

એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી આ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.

https://youtu.be/iGgyL4GO7Vk

આ અભિયાન રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, અને ગુજરાત પોલીસ આગામી દિવસોમાં આવી કામગીરીને વધુ તીવ્ર બનાવશે.

ગૃહ રાજ્યમંત્રીની ચેતવણી:

હર્ષ સંઘવીએ ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ગેરકાયદેસર ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અભિયાનની મુખ્ય વિગતો:

મોટું ઓપરેશન:
ગત રાત્રે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું, જેમાં અમદાવાદમાં 890 અને સુરતમાં 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા.

https://samaysandeshnews.in/ગાંધીનગર-સંજીવ-રાજપૂત-મુ/

આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે.

ગુનાહિત પ્રવૃત્તિઓ:
બાંગ્લાદેશીઓ અગાઉ ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે.

ચાર ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બે અલ-કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની શંકા છે, અને તેમની ગતિવિધિઓની તપાસ ચાલુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭માં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે.

ગુજરાત વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત થયાના એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને આ પંચે સુપ્રત કરેલો છે. GARC અધ્યક્ષ ડૉ. હસમુખ અઢીયાના દિશાદર્શનમાં એ જ પરંપરા આગળ ધપાવતા પંચની રચના થયાના બીજા મહિને ૧૦ જેટલી ભલામણો સાથેનો દ્વિતીય ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પંચના અધ્યક્ષશ્રી ડૉ. હસમુખ અઢીયાએ સુપ્રત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરવામાં આવેલા GARCના આ બીજા ભલામણ અહેવાલમાં મુખ્યત્વે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી ‘ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ’-સરકાર તમારે દ્વારનો ધ્યેય રાખીને સિટીઝન સેન્ટ્રીક ૧૦ જેટલી ભલામણો કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરવામાં આવેલા GARCના આ દ્વિતીય ભલામણ અહેવાલમાં જે વિષયો આવરી લેવામાં આવ્યા છે તે મુખ્યત્વે આ મુજબ છે.

https://youtu.be/K0-1azzjjxA

(૧) સુખદ નાગરિક અનુભવ માટે યુઝર-ફ્રેન્ડલી સરકારી વેબસાઇટ્સ બનાવવી:_
સરકારી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સની ગુણવત્તા, સુલભતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઓગસ્ટ 2025 સુધીમાં બધી સરકારી વેબસાઇટ્સનું મૂલ્યાંકન કરવા અને ભારત સરકારની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ માટેની(GIGW 3.0) માર્ગદર્શિકાનું પાલન કરવા GARCએ જણાવ્યું છે.

(૨) નાગરિક ચાર્ટરને અસરકારક બનાવવું:_
સિટીજન ફર્સ્ટના અભિગમ સાથે તમામ નાગરિક સેવા વિતરણ વિભાગો માટે સેવાઓ તથા તે સેવાઓ પૂરી પાડવાની સમયમર્યાદા, ફરિયાદ નિવારણ પદ્ધતિઓ અને જવાબદેહિતા અંગેની પ્રણાલી વિશે સંપૂર્ણ વિગતો સાથે નાગરિક ચાર્ટર પર બનેલી એક મજબૂત સિસ્ટમ વિકસાવાશે.

(૩) સરકારી સેવા વિતરણ પોર્ટલોને સિટિઝન ફ્રેન્ડલી બનાવવા:_
તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઇન-ઓન બનાવવાની ભલામણ કરવામાં આવેલ છે જેથી કાર્યક્ષમ ઇન્ટર ઓપરેબિલિટી સુનિશ્ચિત કરીને નાગરિકોને કોઈપણ સરકારી યોજના અથવા કાર્યક્રમનો લાભ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થઇ શકે. વધુમાં, નાગરિકને વિવિધ લાભો મેળવવા માટે સમાન પ્રકારની ડેમોગ્રાફિક અને ઓળખ અંગેની માહિતી અલગથી દાખલ કરવાની પ્રક્રિયામાથી મુક્તિ મળશે.

(૪) ટેકનોલોજી દ્વારા સરકારી પ્રમાણપત્રોની ચકાસણી થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી:_
સરકારના પારદર્શિતા અને એકાઉન્ટેબિલિટીના અભિગમને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા બહાર પાડવામા આવેલ સત્તાવાર પ્રમાણપત્રો, લાઇસન્સ, મંજૂરીઓ અને અન્ય દસ્તાવેજોની અધિકૃતતા ચકાસવા માટે સરકારે ટેક-ઇનેબલ્ડ QR-આધારિત પદ્ધતિ વિકસાવશે.

https://samaysandeshnews.in/બનાસકાંઠાના-મામણા-સરહદી/

(૫) ફરિયાદ નિવારણ પ્લેટફોર્મને સંકલિત, નાગરિક-કેન્દ્રિત અને વ્યાપક બનાવવું:_
હાલના SWAGAT પ્લેટફોર્મને વધુ વ્યાપક બનાવીને સરકાર વિવિધ ફરિયાદ નિવારણ પદ્ધતિઓને એકીકૃત કરશે. આ એકીકૃત પ્લેટફોર્મ નાગરિકોને તેમની ફરિયાદો નોંધાવવા માટે બહુવિધ ચેનલો પ્રદાન કરશે. ઉદાહરણ તરીકે, ઇમેઇલ, વોટ્સએપ, ફોન કોલ્સ, ઓનલાઈન પોર્ટલ, વગેરે.

(૬) અસરકારક જ્ઞાન વ્યવસ્થાપન દ્વારા સંસ્થાકીય જ્ઞાનને મજબૂત બનાવવું:_
સરકાર ‘નોલેજ ટ્રાન્સફર પ્રોટોકોલ’ વિકસાવશે જે અનુસાર બધા કર્મચારીઓ (ટ્રાન્સફર થઈ રહ્યા હોય અથવા નિવૃત્ત થઈ રહ્યા હોય) ને અન્ય આવનાર કર્મચારીને Knowlegde Transfer દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે જેથી સસ્થાકીય જ્ઞાનને વધુ સુદૃઢ કરી શકાય. આ ઉપરાંત સરકારના વિભાગો અને કચેરીઓ તેઓની કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે “Know Your Department” ના થીમ પર મલ્ટીમીડિયા સામગ્રી વિકસાવવાની રહેશે જેથી નાગરિકોને સરકારી કામગીરી સમજવામાં મદદરૂપ થઇ શકે.

(૭) સરકારી વાહનો માટે વાહન નિકાલ પ્રોટોકોલ:_
સરકારી વિભાગો દ્વારા ઉપયોગમાં લેવાતા જૂના વાહનોના નિકાલ માટે સરકાર વાહન નિકાલ પ્રોટોકોલ નક્કી કરશે અને બિન-ઉપયોગી વાહનોના નિકાલ માટેની હાલની વ્યવસ્થાને વધુ સરળ બનાવવા અંગેની ભલામણ પણ કરવામાં આવી છે.

(૮) બધી જાહેર કચેરીઓ માટે બિન-ઉપયોગી ફર્નિચરના નિકાલ માટેનો પ્રોટોકોલ:_
સરકાર આગામી છ મહિનાની અંદર તમામ જાહેર કચેરીઓમાં ફર્નિચર નિકાલ પ્રોટોકોલ વિકસાવશે અને તે અનુસાર બિનઉપયોગી ફર્નિચરનો નિકાલ કરવા અંગે પણ આ અહેવાલમાં સુચવાયુ છે.

(૯) શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે કચેરી સમય સવારે 9:30 થી સાંજે 5:10 કરવો, જેથી અસરકારક કાર્યદિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવી શકાય:_
કાર્યક્ષમતા વધારવા અને વર્ક – લાઇફ બેલેન્સના અભિગમે ધ્યાનમા રાખતા જઇને સરકારની ક્ષેત્રીય કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓ-સંસ્થાઓના સત્તાવાર કાર્ય સમયને સવારે 09:30 થી સાંજે 05:10 વાગ્યાનો રાખવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે.

https://youtube.com/shorts/l–j6JwBN3A?feature=share

(૧૦) સરકાર દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ:

સરકાર સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના માધ્યમથી સરકાર દ્વારા કરવામાં આવતી રોજિંદી પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક સ્તરે વિવિધ યોજનાઓ, સક્સેસ સ્ટોરીને લગતા ઇન્ફોગ્રાફિક્સ, સમજૂતી વાળા વિડિઓઝ વગેરેના જનતા સુધી સરળતાથી પહોંચે તે મુજબના પગલા લેશે. આ માટે સરકાર સોશિયલ મીડિયા હેન્ડલિંગ માર્ગદર્શિકા બનાવશે અને દરેક વિભાગ અને તેમની સંબંધિત ક્ષેત્રીય કચેરીઓમાં, પાયાના સ્તરે, સોશિયલ મીડિયા આઉટરીચ વધારવા માટે એક વિશિષ્ટ કાર્યબળ પણ સ્થાપિત કરવાની ભલામણ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને GARC દ્વારા સુપ્રત કરવામાં આવેલા આ દ્વિતીય અહેવાલમાં એવા સુધારાઓને લક્ષ્ય બનાવ્યા છે જે નાગરિકોને જાહેર સેવાઓની ઉપલબ્ધતા સરળ બનાવે.

બધી સરકારી યોજનાઓને ઍક્સેસ કરવા માટે એક જ સાઇન-ઓન રાખવાની મુખ્ય ભલામણ “Know Your Citizen” ના વિચારને પ્રોત્સાહન આપે છે અને એ બાબત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે નાગરિકોને વારંવાર એક જ માહિતી ભરવાની જરૂર ન પડે. આ અભિગમ વિવિધ યોજનાઓ અને સેવાઓને ડિજિટલ માધ્યમથી ઍક્સેસ કરવામાં એક સરળ અનુભવ બનાવવાનો પણ પ્રયાસ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બધી જ બાબતો આવરી લેતો GARCનો દ્વિતીય ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ સુપ્રત કર્યો હતો. પંચના સભ્યો મુખ્ય સચિવ પંકજ જોષી અને સભ્ય સચિવ શ્રી હારિત શુક્લા આ પ્રસંગે સહભાગી થયા હતા.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મયોગીઓ અને જાહેર જનતા પાસેથી વહીવટી સુધારણા સંદર્ભે GARC દ્વારા તેના પ્રથમ અહેવાલમાં સુચનો મંગાવવાની કરાયેલી ભલામણ સંદર્ભમાં અત્યાર સુધીમાં ૨૧૫૦થી વધુ પ્રતિભાવો અને ભલામણો પંચને મળ્યા છે તેમ GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ જણાવ્યું હતું.

https://samaysandeshnews.in/અદ્યતન-ટેક્નોલોજીથી-સુસજ/

આ ભલામણ અહેવાલો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલા છે.

બનાસકાંઠાના મામણા સરહદી ગામ ખાતે વાઇબ્રન્ટ ગામ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના NCC નિદેશાલય દ્વારા 25 એપ્રિલ 2025ના રોજ સુઇગામ સરહદી વિસ્તારના મામણા ગામના મામણા અનુપમ પાગર કેન્દ્ર શાળાના પરિસરમાં “વાઇબ્રન્ટ ગામ કાર્યક્રમ (VVP) (એક સરકારી પહેલ)”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્યભરના સરહદી ગામોના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો અને તેમનામાં જાગૃતિ લાવવાનો છે. આ વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવા, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને જીવનમાં એકંદરે ગુણવત્તામાં વધારો કરવા માટે VVP તૈયાર કરવામાં આવ્યો છે.

35 ગુજરાત બટાલિયન NCCના ઓફિસિએટિંગ CO લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી એ ડૉ. અરવિંદ પ્રજાપતિ, SDM સુઇગામ; SI ઇશ્વરસિંહ, 137 BSF બટાલિયન અને ટીમ; શ્રી પ્રવીણ દાનજી, તહસીલદાર; શ્રી ઉમ્મેદ દાનજી, સરપંચ; ડૉ. મહિપાલસિંહ ગઢવી, મામણામાં આવેલી મામણા અનુપમ પાગર કેન્દ્ર શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, અને શાળાના આચાર્યો સહિતના અતિથિઓનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં NCCના 250 કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દરેક વ્યક્તિએ ઇશ્વરને પ્રાર્થના કરીને તેમજ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને આગળ વધાર્યો હતો.

https://youtu.be/vT1nBqQgFec

આ કાર્યક્રમ દરમિયાન, NCC કેડેટ્સ અને વિદ્યાર્થીઓએ નૃત્ય, વક્તવ્ય, ગીતો રજૂ કરીને તેમજ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ નામનું નાટક રજૂ કરીને કાર્યક્રમની સુંદરતામાં વધારો કર્યો અને ગામના લોકોમાં આ અંગે જાગૃતિ ફેલાવી હતી.

સુઇગામના SDM, BSFના SI અને મામણા ગામના સરપંચે તેમના સંબોધન દરમિયાન સરહદી વિસ્તારો માટે વાઇબ્રન્ટ ગામ કાર્યક્રમના મહત્વ પર તેમજ તેના ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડ્યો હતો અને આવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા બદલ NCC નિદેશાલય, ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા NCC કેડેટ્સ અને શાળાના બાળકોમાં સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

https://samaysandeshnews.in/અદ્યતન-ટેક્નોલોજીથી-સુસજ/

લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, ઓફિસિએટિંગ CO, 35 ગુજરાત બટાલિયન NCC, પાલનપુર અને સુબેદાર મેજર સુધીશ કે. એ અતિથિઓને સ્મૃતિચિહ્ન આપીને તેમનું સન્માન કર્યું હતું અને કાર્યક્રમના સફળ સંચાલન બદલ ઉપસ્થિત રહેનારા તમામ મહેમાનો, શાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રીના હસ્તે શુભારંભ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારની કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યું છે. જેના પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા, આંગળીના ટેરવે જ મળી રહ્યા છે. ખેડૂતો માટેના આ મહત્વપૂર્ણ “આઈ-ખેડૂત પોર્ટલ”ને નવીન ટેકનોલોજીના સહારે હવે વધુ અદ્યતન અને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. આજે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે નવીન “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરળતાથી સરકારી સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે એ જ સુશાસન છે. એટલા માટે જ, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં શરૂ કરેલું “આઈ-ખેડૂત પોર્ટલ” એ સુદ્રઢ સુશાસનિક વ્યવસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને સંપૂર્ણ પારદર્શિતા, સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલનો નવતર અભિગમ અપનાવ્યો હતો.

મંત્રી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, આઈ-ખેડૂત પોર્ટલ શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ ખેડૂતોએ કુલ રૂ. ૭,૬૭૦ કરોડથી વધુના યોજનાકીય લાભો આઈ-ખેડૂત પોર્ટલ મારફત મેળવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ હવે ખેડૂતોને સરકાર સુધી અને સરકારને ખેડૂતો સુધી પહોંચવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. ત્યારે, સમયની માંગ અને આઈ-ખેડૂત પોર્ટલ બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ નવીન ટેકનોલોજી આધારિત “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ” વિકસાવવામાં આવ્યું છે.

https://youtu.be/Fb3xDdugV6U

વર્ષ ૨૦૨૫-૨૬ માટે કૃષિ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અરજી કરી શકે તે હેતુથી આ નવીન આઈ-ખેડૂત પોર્ટલ તા. ૨૪ અપ્રિલ,૨૦૨૫ થી આગામી તા. ૧૫ મે,૨૦૨૫ સુધી, એમ કુલ ૨૨ દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં અત્યારે ખેતીવાડી વિભાગના ૪૫ ઘટક અને બાગાયત વિભાગના ૫૦ ઘટક માટે અરજી મેળવવામાં આવશે. પશુપાલન વિભાગ માટે પણ પોર્ટલ ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ વેળાએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, નવીન આઈ-ખેડૂત ૨.0 પોર્ટલનો પ્રારંભ થતા કૃષિ વિભાગની યોજનાઓમાં હવે વધુ પારદર્શિતા જળવાશે. ખેડૂતોને વધુ સુવિધાયુક્ત સેવાઓ મળે અને નાના-નાના કામો માટે ધક્કા ન ખાવા પડે તે હેતુથી નવીન પોર્ટલમાં અનેકવિધ સુધારાઓ કરવામાં આવ્યા છે. મહત્તમ ખેડૂતોને યોજનાકીય સહાય મળે તે માટે હવેથી નવીન પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા-તાલુકા કક્ષાએથી ડ્રો કરીને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે અને પૂર્વ મંજૂરી આપવામાં આવશે.

આ શુભારંભ પ્રસંગે ખેતી નિયામક પ્રકાશ રબારીએ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરીને આઈ-ખેડૂત ૨.0 પોર્ટલની ઝીણવટભરી તમામ માહિતી પૂરી પાડી હતી. બાગાયત નિયામક એચ. કે. ચાવડા, ખેતીવાડી અને બાગાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ, વર્ચ્યુઅલ માધ્યમથી ખેતી, બાગાયત અને પશુપાલન કચેરીના અધિકારી-કર્મચારીઓ, ગ્રામસેવકો, VCE તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.

https://samaysandeshnews.in/૨૫-એપ્રિલ-વિશ્વ-મેલેરિયા/