ક્રાઇમ: ઉત્તર પ્રદેશમાં વૃદ્ધે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો, ધરપકડથી બચવા આત્મહત્યા કરી

ક્રાઇમ: ઉત્તર પ્રદેશમાં વૃદ્ધે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો, ધરપકડથી બચવા આત્મહત્યા કરી: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના એક ગામમાં એક 60 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો અને પછી ફાંસી લગાવી દીધી. એવું લાગે છે કે મોહમ્મદ, પોલીસ કાર્યવાહીથી ડરીને અથવા પસ્તાવાના કારણે, તેણે ઝાડ પર ફાંસી લગાવી દીધી, પોલીસે જણાવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના એક ગામમાં એક 60 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો અને બાદમાં પોતાની જાતને ફાંસી આપી દીધી, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ ઘટના ફરીદપુર પોલીસ સ્ટેશનની હદ હેઠળના એક ગામમાં બની હતી.

શેર મોહમ્મદ વિરુદ્ધ બળાત્કારની કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, પોલીસે જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાળકી લોહીથી લથપથ મળી આવી હતી અને તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

પીડિતાના પરિવારજનોએ જણાવ્યું કે તે ઘરની બહાર રમી રહી હતી. લાંબા સમય સુધી તે ઘરે પરત ન ફરતાં તેઓએ તેની શોધખોળ શરૂ કરી હતી.

તેઓએ કહ્યું કે મોહમ્મદના ઘરે પહોંચ્યા પછી, તેઓએ તેને સગીર પર બળજબરી કરતા જોયો.

પોલીસે જણાવ્યું કે છોકરીના પરિવારજનોને જોઈને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે પોલીસે તેને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે આરોપી ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો.

READ MORE:- ઉત્તર પ્રદેશના યુવકે પ્રેમ ત્રિકોણને લઈને મિત્રની ગોળી મારી હત્યા કરી

પ્રાથમિક દ્રષ્ટિએ, એવું લાગે છે કે મોહમ્મદ, પોલીસ કાર્યવાહીથી ડરીને અથવા પસ્તાવાના કારણે, તેણે ઝાડ પર ફાંસી લગાવી દીધી, તેણે કહ્યું.

પોલીસે જણાવ્યું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

ક્રાઇમ: ઉત્તર પ્રદેશના યુવકે પ્રેમ ત્રિકોણને લઈને મિત્રની ગોળી મારી હત્યા કરી

ક્રાઇમ: ઉત્તર પ્રદેશના યુવકે પ્રેમ ત્રિકોણને લઈને મિત્રની ગોળી મારી હત્યા કરી: ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વ્યક્તિએ તેના મિત્રની હત્યા કરી કારણ કે તેઓ એક જ મહિલા સાથે પ્રેમમાં હતા. બંને વચ્ચે અગાઉ પણ મહિલાને લઈને ઝઘડો થયો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ઉત્તર પ્રદેશના અલીગઢના આદર્શ નગર વિસ્તારમાં પ્રેમ ત્રિકોણને લઈને એક વ્યક્તિએ કથિત રીતે તેના મિત્રની ગોળી મારીને હત્યા કરી નાખી, પોલીસે જણાવ્યું હતું.

આરોપી બબલુ અને તેનો મિત્ર આર્યન પંડિત એક જ મહિલા સાથે પ્રેમમાં હતા જેના કારણે આ ઘટના બની હતી. બંને વચ્ચે અગાઉ પણ મહિલાને લઈને ઝઘડો થયો હતો.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ત્રણ માણસો બુલેટ મોટરસાઇકલ પાસે વાત કરી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિઓ અચાનક બીજી બાઇક પર આવી પહોંચ્યા. બબલુએ પહેલા આર્યનને થપ્પડ મારી અને પછી ઘટનાસ્થળેથી ભાગતા પહેલા તેને ગોળી મારી દીધી. તપાસમાં લાગેલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી

ઈજાગ્રસ્ત આર્યનને ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

સુરત: સુરત માં AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ઘાયલ વ્યક્તિને સારવાર માટે જેએન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પુરાવા એકત્ર કર્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાપ્ત ફરિયાદના આધારે, પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે,” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

સુરત: સુરત માં AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

સુરત: સુરત માં AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું: સુરત માં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વ્યક્તિને તમાચો મારી દેવાની ઘટનાને લઈને રાજકારણ
ગરમાયું છે. વિપુલ સુહાગિયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે કરેલા વર્તન બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ તેમની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરી લોકઅપમાં પુરી દેવાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

જેમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ 50થી 60 જેટલા નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.
કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ઝડપથી છોડી દેવાની ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે માટે રામધુન કરવામાં આવી હતી.
એકત્રિત થયેલા તમામ નેતાઓએ વિપુલ સુહાગિયાને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વિપુલ સુહાગિયા દ્વારા હોસ્પિટલની અંદર દર્દીઓના કામ ઝડપથી થાય તેવું કરાવવાનું કામ કરાયું હતું.
જેને કારણે કોન્ટ્રાક્ટ પરના વ્યક્તિ અને કોર્પોરેટર સાથે ચકમક થઈ હતી. જ્યારે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટનો માણસ છે અને તેની નોકરી ન હતી, તો તે ત્યાં શું કરી રહ્યો હતો?તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
આજે અમે અહીં વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ્યાં સુધી અમારા કોર્પોરેટરને છોડશે નહીં ત્યાં સુધી અહીંથી ન જવા માટેનો નિર્ણય લીધો હતો.
પરંતુ પોલીસની ભારતીય જનતા પાર્ટીના હિસાબેઅહીં જોવા મળી રહી છે.વરાછા પોલીસ સ્ટેશનની બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાતા વાતાવરણ થઈ ગયું હતું.
પોતાના કોર્પોરેટરને છોડાવવા આવેલા નેતાઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી.
READ MORE:-   ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર
પોલીસે આખરે તમામ વિરોધ પ્રદર્શન કરવા આવેલા વિરોધ પક્ષના નેતા સહિત મહિલા કોર્પોરેટર અને અન્ય કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.

ક્રાઇમ: ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર

ક્રાઇમ: ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર: ગાંધીધામ માં દાદી સાથે ઘરકામ કરવા જતી ૧૩ વર્ષની આ દિકરી સાથે ની ઘટના સરકાર માટે પણ એક ચેલેન્જ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

“મહિલા બાળ કલ્યાણ ની વાતો કરનાર નેતાઓ અને સંસ્થાઓ સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા માટે લાલબત્તી સમાન ઘટના પ્રકાશમાં આવી”
શહેરમાં ૧૩ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી ગાંધીધામ  એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ૧૦૦ મીટર અંતરે ફેંકી દેવાઈ
એક તરફ પોલીસ પ્રજાના રક્ષક તરીકે જાણીતી છે તો બીજી તરફ કચ્છ ના ગાધીધામ એ.ડિવિઝન પોલીસે નિષ્ક્રિયતા ની નિશાની
આપી હોય તેમ લાંબો સમય વિત્યો છતાં તપાસનો સિલસિલો ચાલુ હોય તેમ આજની તારીખે આરોપી ૧ પકડાયો છે અને ૩
ઝડપાયા નથી ઘટના ગત તારીખ ૨૦/૦૯/૨૦૨૩ ના રોજ ભોગ બનનારે જણાવી છે શહેરમાં આવેલ નવી સુંદરપુરી વિસ્તારમાં
પોતાના પરિવાર સાથે રહેતી ૧૩ વર્ષની બાળકી પર બળાત્કારની બહાર આવેલી ઘટનાએ ચકચાર જગાવી છે.
તારીખ – ૨૦/૦૯/૨૦૨૩ ના રોજ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં ઘર કામ કરવા જતા દાદી સાથે ગયેલી બાળકી ગુમ થઇ જતા
પરીવારમાં ચીતા વ્યાપી હતી.બાળકીની શોધખોળ માટે પરિવારે સગા-સબંધીઓમાં પણ તપાસ કરતા કોઈ માહિતી ના મળતા
પરિવારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે ગુમ નોંધ નોંધાવી હતી.
બીજા દિવસે પરિવારના સભ્યો ગુરુકુળ વિસ્તારમાં બાળકીને શોધવા જતા એ- ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા
શંકરજીના મંદિર પાછળ બાળકી બેભાન હાલતમાં મળી આવેલ હતી આ જોતા સારવાર માટે ગાંધીધામની રામબાગ
હોસ્પિટલમાં દાખલ કરી ને પ્રથમ સારવાર કરી જ્યાં તેની વધુ તબિયત બગડતા ભુજની જી. કે. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
સમગ્ર બનાવ અંગે પૂર્વ કચ્છ પોલીસ  દ્રારા મળતી માહિતી અનુસાર એફ એસ એલમાં ભોગ બનનાર અને આરોપીના રિપોર્ટ
તપાસ માટે એફ.એસ.એલ મોકલવામાં આવ્યા છે.
ફરિયાદ પોલીસ સ્વીકારે છે?
તો ન્યાય ભોગ બનનાર મહિલાને ક્યારે ?
મળશે!!!?
એ એક વિકાસ લક્ષી સરકારના નેતાઓ માટે ખાસ કરી મહિલા ચિંતક મહિલા સુરક્ષા ની વાતો કરનાર મહિલા સંગઠન મહિલા
અને બાળકલ્યાણ અંતર્ગત સસ્તી પ્રસિદ્ધિ મેળવતા નેતા નેતી ઓ અને મહિલા સંગઠનો એનજીઓ માટે લાલબત્તી સમાન
કચ્છના ગાધીધામ પોલીસની હદમાં દુષ્કર્મ ની ઘટના નો ભોગ બનનાર મહિલા પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા
છતાં પોલીસ તંત્ર રિપોર્ટ તેમજ પ્રાથમિક કાગળો કરી રહી છે આરોપીઓ ને જમીન ખાઈ ગઈ કે આસમાન ગળચી ગયો!!!
READ MORE:-  પાંડેસરામાં ગેસ ગળતર થતાં દોડધામ, 6 લોકોને ગુંગળામણ; 1ની હાલત ગંભીર
તે ખબર પડતી નથી જ્યારે બુદ્ધિજીવી અને પોલીસ તંત્રના ઘણા બધા ફિલ્મી ડાયલોગ એવા પણ છે જે પોલીસ ધારે તો ચંપલ
ચોરીની ઘટના પણ તત્કાલ ઉકેલી શકે છે તો કચ્છ ગાધીધામ પોલીસ કેમ? નહીં!!!

સુરત: પાંડેસરામાં ગેસ ગળતર થતાં દોડધામ, 6 લોકોને ગુંગળામણ; 1ની હાલત ગંભીર

સુરત: પાંડેસરામાં ગેસ ગળતર થતાં દોડધામ, 6 લોકોને ગુંગળામણ; 1ની હાલત ગંભીર: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ભંગારની દુકાનમાં આવેલ બાટલામાંથી ક્લોરિન ગેસ લિકેજ થવાની ઘટના સામે આવી છે. જેના પગલે 6 લોકોને ગુંગળામણની

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

અસર થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 5ની હાલત સ્થિર હોવાનું તેમજ એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાંડેસરાના વડોદમાં ભંગારની દુકાનમાં ક્લોરિનનો બાટલો આવ્યો હતો.જેને ભંગારની દુકાન વાળાએ ખોલવાનો પ્રયાસ કરતાં ક્લોરિનનો ગેસ લીક થયો હતો.
જેના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જે પૈકી 5 લોકોને વધારે ગુંગળામણ ળતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ આ બાબતની જાણ થતાં પાંડેસરા પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે
દોડી આવ્યો હતો અને ભોગ બનેલા લોકોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આ અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આજે બપોરે પોતે નોકરીથી ઘરે પરત ફર્યા બાદ જમી રહ્યા
હતા. આ દરમિયાન અચાનક લોકો ભાગવા લાગતા હું પણ મારા ભત્રીજાને લઈને ટેરેસ પર દોડ્યો હતો. જો કે મને ગેસની અસર થવા લાગતા હું પણ નીચે ઉતરીને રોડ પર દોડ્યો હતો. જો કે ધીમે-ધીમે મારો શ્વાસ પણ રુંધાવા લાગ્યો અને હું બેભાન થવા
READ MORE:-    ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા
લાગ્યો હતો. હાલ તો આ ઘટનામાં ભોગ બનેલા 5 લોકો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે પૈકી 1ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે

સુરત: ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા

સુરત: ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા: શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર SoG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ
વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જ્યાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સીરપની 50 બોટલો જપ્ત કરવામાં આવી છે.સુરત SoG પોલીસની ટીમે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટરને સાથે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

રાખીને કાપોદ્રા રામક્રિશ્ના કોલોની પાસે આવેલી મહાલક્ષ્‍મી મેડીકલ એન્ડ જનરલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી હતી, જ્યાં ડમી ગ્રાહક મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક ભાવેશભાઈ મગનભાઈ નાકરાણીએ કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત
દવાનું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર પરથી કર્યું હતું જેથી એસઓજી પોલીસે ત્યાં દરોડો પાડીને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી
નશાકારક સીરપની ૫૦ નંગ બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીપોલીસે જણાવ્યું હતું કે મેડીકલ સ્ટોરમાંથી
મળી આવેલ અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતા સીરપના જત્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ
READ MORE:-  એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.280ની નરમાઈઃ મેન્થા તેલના ભાવમાં સુધારો સોના-ચાંદીમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ રૂ.147 ડાઊનઃ…
ધરવામાં આવી છે, તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ અને રૂલ્સ હેઠળ મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

બજાર ભાવ: એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.280ની નરમાઈઃ મેન્થા તેલના ભાવમાં સુધારો સોના-ચાંદીમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ રૂ.147 ડાઊન

બજાર ભાવ: એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.280ની નરમાઈઃ મેન્થા તેલના ભાવમાં સુધારો સોના-ચાંદીમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ રૂ.147 ડાઊનઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,068 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 30038 કરોડનું ટર્નઓવરઃ

બુલડેક્સ વાયદામાં રૂ.6 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,90,817 સોદાઓમાં કુલ રૂ.37,112.67 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,067.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 30038.8
કરોડનો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 65,438 સોદાઓમાં રૂ.4,106.74 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.56,237ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,631 અને નીચામાં રૂ.56,225 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી રૂ.56,319ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.174 ઘટી રૂ.46,007 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.5,709ના ભાવે
પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.77 ઘટી રૂ.56,308ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.67,024ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.67,550 અને નીચામાં રૂ.66,901 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી
રૂ.67,434 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.57 વધી રૂ.67,587 અને ચાંદી-માઈક્રો
નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.49 વધી રૂ.67,618 બોલાઈ રહ્યો હતો.

ક્રાઇમ: જમીન વિવાદમાં ઉત્તર પ્રદેશના વ્યક્તિએ ટ્રેક્ટર ચલાવ્યું, તેની સાથેના બે પોલીસને ઈજા

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,986 સોદાઓમાં રૂ.1,086.36 કરોડના વેપાર થયા હતા.
તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.701.00ના ભાવે ખૂલી, રૂ.1.50 ઘટી રૂ.703.30 જ્યારે એલ્યુ મિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ
રૂ.1.40 ઘટી રૂ.207.45 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર
કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.224ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1
કિલોદીઠ રૂ.1.55 ઘટી રૂ.208.05 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.187.25 જસત-મિની ઓક્ટોબર
વાયદો રૂ.0 કોઈ ફેરફાર વગર રૂ.224 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 42,479 સોદાઓમાં રૂ.1,863.3 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,429ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,437
અને નીચામાં રૂ.7,285 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.147 ઘટી રૂ.7,301 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.153 ઘટી રૂ.7,292 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.246ના ભાવે ખૂલી, રૂ.2.80 વધી રૂ.248.40 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 2.7
વધી 248.5 બોલાઈ રહ્યો હતો.

જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યસનમુક્તિના સંદેશા સાથે સાઈકલ રેલીનું આયોજન કરાયું

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.11.10 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,360 અને
નીચામાં રૂ.60,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.280 ઘટી રૂ.60,120ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.923.10 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,639.22 કરોડનાં
2,885.651 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,467.52 કરોડનાં 366.419 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.828.68 કરોડનાં 11,27,510 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,034.62 કરોડનાં 4,13,17,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.107.52 કરોડનાં 5,172 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.23.99 કરોડનાં 1,284 ટન તાંબાના વાયદાઓમાં રૂ.667.88 કરોડનાં 9,520 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.286.97 કરોડનાં 12,831 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.32 કરોડનાં 384 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.78 કરોડનાં 94.68
ટનનાં કામકાજ થયાં હતાં.

ક્રાઇમ: હરિયાણાના વ્યક્તિએ અફેરના કારણે પત્નીની હત્યા કરી, લાશને દાટી દીધી, પછી ‘ગુમ’ ફરિયાદ નોંધાવી

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,484.997 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,483.055 ટન, તાંબાના વાયદાઓમાં 20,077.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 22,940 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,665 ટન તથા જસત અને જસત-મિનીમાં
22,247 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 11,55,990 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,07,30,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
5,568 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 621.36 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.6.37 કરોડનાં 85 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 957 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,990
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,020 અને નીચામાં 14,885 બોલાઈ, 135 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 2 પોઈન્ટ વધી
15,005 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 30038.8 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 822.62 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 592.33 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 26107.33 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.
2501.92 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 624.82 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.198.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.215.30 અને નીચામાં
રૂ.149.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61.60 ઘટી રૂ.156.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ
ઓક્ટોબર રૂ.250 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12 ખૂલી, ઉપરમાં રૂ.13.30
અને નીચામાં રૂ.11.10 રહી, અંતે રૂ.1.70 વધી રૂ.12.95 થયો હતો.
સોનું નવેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.385.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.495 અને નીચામાં રૂ.385.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.25.50 વધી
રૂ.481.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.57,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10
ગ્રામદીઠ રૂ.440 ખૂલી, ઊપરમાં રૂ.494 અને નીચામાં રૂ.411 રહી, અંતે રૂ.3 વધી રૂ.484 થયો હતો.

ચાંદી નવેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,101.00ના ભાવે ખૂલી, રૂ.77
વધી રૂ.1,342.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,700.00ના ભાવે ખૂલી, રૂ.71 વધી રૂ.1,421.50 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.710 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.28 ઘટી રૂ.8.02 જસત ઓક્ટોબર રૂ.225 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ રૂ.0.63 ઘટી રૂ.3.34 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.174.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.258 અને નીચામાં રૂ.171 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.84.20 વધી રૂ.248.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.85 ખૂલી, ઉપરમાં રૂ.10.85 અને નીચામાં રૂ.9.20 રહી, અંતે રૂ.1
ઘટી રૂ.9.75 થયો હતો.
સોનું નવેમ્બર રૂ.56,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.530.00ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.575 અને નીચામાં રૂ.507.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.42 વધી રૂ.521.50
થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.56,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.350
ખૂલી, ઊપરમાં રૂ.372 અને નીચામાં રૂ.309 રહી, અંતે રૂ.1.50 વધી રૂ.319 થયો હતો.

ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી

ચાંદી નવેમ્બર રૂ.65,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,300.00ના ભાવે ખૂલી, રૂ.16
વધી રૂ.1,278 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.67,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.2,150.00ના ભાવે ખૂલી, રૂ.52 વધી રૂ.2,026 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.0.96 વધી રૂ.8.08 થયો હતો.