સુરત: ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા

સુરત: ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા: શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર SoG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ
વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જ્યાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સીરપની 50 બોટલો જપ્ત કરવામાં આવી છે.સુરત SoG પોલીસની ટીમે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટરને સાથે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

રાખીને કાપોદ્રા રામક્રિશ્ના કોલોની પાસે આવેલી મહાલક્ષ્‍મી મેડીકલ એન્ડ જનરલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી હતી, જ્યાં ડમી ગ્રાહક મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક ભાવેશભાઈ મગનભાઈ નાકરાણીએ કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત
દવાનું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર પરથી કર્યું હતું જેથી એસઓજી પોલીસે ત્યાં દરોડો પાડીને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી
નશાકારક સીરપની ૫૦ નંગ બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીપોલીસે જણાવ્યું હતું કે મેડીકલ સ્ટોરમાંથી
મળી આવેલ અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતા સીરપના જત્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ
READ MORE:-  એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.280ની નરમાઈઃ મેન્થા તેલના ભાવમાં સુધારો સોના-ચાંદીમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ રૂ.147 ડાઊનઃ…
ધરવામાં આવી છે, તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ અને રૂલ્સ હેઠળ મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.