બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ

બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ: નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ કોટન-ખાંડીમાં સુધારોઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.4,14,923 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.20,16,478 કરોડનું ટર્નઓવર.

બુલડેક્સ વાયદામાં રૂ.575 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન 259,50,524 સોદાઓમાં કુલ રૂ.24,31,976.81 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,14,923.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.2016478.67 કરોડનો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

સમીક્ષા હેઠળના મહિના દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 35,28,904
સોદાઓમાં રૂ.2,44,305.6 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો
મહિનાના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,296ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,665 અને
નીચામાં રૂ.57,026 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2,269 ઘટી રૂ.57,105ના ભાવે પહોંચ્યો હતો. આ સામે
ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,363 ઘટી રૂ.46,766 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1
ગ્રામદીઠ રૂ.168 ઘટી રૂ.5,777ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,307 ઘટી
રૂ.57,061ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો મહિનાના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.75,748ના ભાવે ખૂલી, મહિના
દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,614 અને નીચામાં રૂ.69,754 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.5,825 ઘટી
રૂ.69,857 ના સ્તરે ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5,634 ઘટી રૂ.69,995 અને ચાંદી-
માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5,599 ઘટી રૂ.70,021 ના સ્તરે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં મહિના દરમિયાન એમસીએક્સ ખાતે 3,91,700 સોદાઓમાં રૂ.43,944.75
કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.738.90ના ભાવે ખૂલી, રૂ.14.25 ઘટી રૂ.722.45 જ્યારે
એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.9.00 વધી રૂ.211.95 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.188ના
ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.13.45 વધી રૂ.232ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં
એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.9.25 વધી રૂ.212.10 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.55
વધી રૂ.188.10 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.13.50 વધી રૂ.231.90 ના સ્તરે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર મહિના દરમિયાન 30,27,471 સોદાઓમાં રૂ.1,26,223.31
કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,864ના ભાવે ખૂલી, મહિના
દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,884 અને નીચામાં રૂ.6,864 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.714 વધી
રૂ.7,542 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.722 વધી રૂ.7,540 ના સ્તરે બંધ થયો હતો.
નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.261ના ભાવે ખૂલી, રૂ.16.60 ઘટી રૂ.245.90 અને નેચરલ
ગેસ-મિની ઓક્ટોબર વાયદો 16.5 ઘટી 246 ના સ્તરે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે મહિના દરમિયાન રૂ.449.74 કરોડનાં કામકાજ થયા હતા.
કોટન ખાંડી નવેમ્બર વાયદો મહિનાના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.60,220ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં

ક્રાઇમ: બંગાળમાં પોલીસે નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, 10 લાખની કિંમતનો 100 કિલો ગાંજો જપ્ત કર્યો

 

ઉપરમાં રૂ.62,000 અને નીચામાં રૂ.59,360 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.840 વધી રૂ.60,780ના સ્તરે
પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.120.10 ઘટી રૂ.926.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર મહિના દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં
રૂ.82,752.84 કરોડનાં 1,40,736.030 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,61,552.76 કરોડનાં
22,320.917 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.42,812.24
કરોડનાં 5,77,15,520 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.83,411.07 કરોડનાં
3,61,96,33,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-
મિની વાયદાઓમાં રૂ.5,267.90 કરોડનાં 2,57,976 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.1,631.50 કરોડનાં
86,798 ટન તાંબાના વાયદાઓમાં રૂ.23,179.12 કરોડનાં 3,19,060 ટન અને જસત તથા જસત-મિની
વાયદાઓમાં રૂ.13,866.23 કરોડનાં 6,20,806 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં
રૂ.65.21 કરોડનાં 10,704 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.384.53 કરોડનાં 4008.96 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર મહિનાના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,431.854 કિલો અને ચાંદીના
વિવિધ વાયદાઓમાં 1,248.978 ટન, તાંબાના વાયદાઓમાં 16,235 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-
મિનીમાં 26,079 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,351 ટન તથા જસત અને જસત-મિનીમાં 35,720 ટન, એનર્જી
સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,85,740 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની
વાયદાઓમાં 3,81,23,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 5,760 ખાંડી અને મેન્થા
તેલ વાયદામાં 650.16 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર મહિના દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.574.74 કરોડનાં
7316 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 883 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ
ઓક્ટોબર વાયદો 16,030 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,387 અને નીચામાં 15,252 બોલાઈ, 1135 પોઈન્ટની
મૂવમેન્ટ સાથે 908 પોઈન્ટ ઘટી 15,265 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

https://samaysandeshnews.in/a-newborn-baby-was-branded-with-a-hot-rod-in-the-name-of-treating-pneumonia-in-bhilwara/

ઓપ્શન્સની વાત કરીએ તો, મહિના દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર
રૂ.2016478.67 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં
રૂ.125807.77 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.33383.07 કરોડનાં કામ થયાં હતાં.
એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1595334.79 કરોડ અને નેચરલ ગેસના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.261398.49 કરોડનાં કામકાજ થયાં હતાં.

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,   ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો: જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતી 2 ઓક્ટોબર નિમિત્તે સ્વચ્છતા પખવાડિયા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આજે જામનગર શહેરમાં આવેલ જૈન ઉપાશ્રય  ની સામે ચાંદી બજાર પાસે
ગાંધીજીની પ્રતિમા ને મેયર સહિતના પદાધિકારીઓ રાજકીય આગેવાનો દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાજકીય આગેવાનો દ્વારા ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાદીની ખરીદી કરાઈ હતી તેમજ એમપી શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને સર્વે રાજકીય આગેવાનો દ્વારા સુતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

આ કાર્યક્રમમાં  જામનગર મનપાના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા,  જામનગર તથા દેવભૂમિ દ્વારકા ના સાંસદ શ્રી પુનમબેન માડમ,  ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા,  ડે. મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીનિલેશભાઈ કગથરા,  શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ જોશી,  દંડક શ્રી કેતનભાઇ નાખવા,  કમિશનર શ્રી ડી. એન. મોદી, નાયબ કમિશનર શ્રી બી. એન. જાની, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, વિપક્ષી નેતા શ્રી ધવલભાઈ નંદા,  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા,  પૂર્વ નગર પ્રાથમિક
READ MORE:-  ભાવનગર વાડો કાઈ કરાટે ચેમ્પિયનશીપ 2023 નું આયોજન સફળતા પૂર્વક સંપન્ન
શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વસંતભાઈ ગોરી , પૂર્વ મેયર શ્રી બીનાબેન કોઠારી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા,  પૂર્વ શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, સર્વે મ્યુનિસિપલ સભ્યશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ક્રાઇમ: બંગાળમાં પોલીસે નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, 10 લાખની કિંમતનો 100 કિલો ગાંજો જપ્ત કર્યો

બંગાળમાં પોલીસે નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, 10 લાખની કિંમતનો 100 કિલો ગાંજો જપ્ત કર્યો: સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ પશ્ચિમ બંગાળમાં આંતરરાજ્ય નાર્કો-ડ્રગ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને હાવડામાંથી 100 કિલો ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયા છે.

પશ્ચિમ બંગાળની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ આંતરરાજ્ય નાર્કો-ડ્રગ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને રાજ્યના હાવડા જિલ્લામાંથી ભારતીય બજારમાં આશરે રૂ. 10 લાખની કિંમત સાથે 100 કિલો ગાંજો રિકવર કર્યો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

પોલીસે ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે STFએ શનિવારે હાવડામાં નેશનલ હાઈવે નંબર 6 પર એક સ્વિફ્ટ ડિઝાયર કારને રોકી હતી.

કારની તપાસ દરમિયાન બુટ સ્પેસમાંથી અંદાજે 100 કિલો ગાંજો મળી આવ્યો હતો.

ઓપરેશનમાં, STF એ અકરમ હોસેન મંડલ (28) અને સમર મિસ્ત્રી (35) તરીકે ઓળખાતા બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી હતી.

આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઓડિશાથી 100 કિલો ગાંજાની દાણચોરી અનુક્રમે હાવડાના સાંકરેલ વિસ્તાર અને ઉત્તર 24 પરગણાના બોનગાંવ વિસ્તારમાં કરવામાં આવી હતી.

સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી

ગાંજાની પુનઃપ્રાપ્તિ પછી, STFએ આરોપી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પ્રથમ માહિતી અહેવાલ (FIR) દાખલ કર્યો.

સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી

સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી: સુરતમાં હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા બેન આહિરે આજે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી અને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી,
વિઝીટ દરમ્યાન તેઓના ધ્યાને આવેલા મુદાઓને લઈને તેઓએ સૂચનો પણ કર્યા હતા.સુરત મહાનગર પાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વિવિધ સમિતિઓના અધ્યક્ષ ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ તરીકે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

મનીષા બેન આહીરની નિયુક્તિ કરવામાં આવી છે, હોસ્પિટલ સમિતિના ચેરમેન બન્યા બાદ તેઓ આજે એક્શન મોડમાં આવી ગયા હતા, સુરતના સહારા દરવાજા ખાતે આવેલી સ્મીમેર હોસ્પિટલની તેઓએ આજે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી.હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા બેન આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ દરમ્યાન દર્દીઓ રૂબરૂ મળી ચર્ચાઓ કરી હતી
સાથે દર્દીઓના અલગ અલગ વોર્ડ આ ઉપરાંત ટોયલેટ બાથરૂમ સાફ છે કે કેમ તે તમામ બાબતોને લઈને જાતે તપાસ કરી હતી દરમ્યાન ટોયલેટમાં ગંદકીને લઈને તેઓએ ઉધડો પણ લીધો હતો, અને બાદમાં સ્મીમેરના અધિકારીઓ સાથે બેઠક કરી સૂચનો પણ કર્યા હતા.આ અંગે મનીષાબેન આહિરે જણાવ્યું હતું કે હોસ્પિટલ સમિતિના ચેરમેન બન્યા બાદ આજે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી, ઘણા એવા પ્રશ્નો છે કે જે મારા ધ્યાને આવ્યા છે અને તેના પર કામ થાય તે માટે સૂચનો પણ કર્યા છે, મારો મુખ્ય આગ્રહ સ્વચ્છતા પર રહેશે.હોસ્પિટલમાં ટોયલેટ બાથરૂમથી લઈને વોર્ડ રૂમ સુધીની સફાઈ અંગે
READ MORE:- પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે:ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
સુચનાઓ આપી છે, આ ઉપરાંત હોસ્પિટલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગા સબંધીઓને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે મારો વિશેષ ભાર રહેશે, હોસ્પિટલની પ્રાથમિક જે જરૂરિયાત છે તે દર્દીઓને મળી રહે તે અંગેના મારા પ્રયાસો રહેશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

ગુજરાત: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે

ગુજરાત: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે:ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ઘાટલોડિયા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો સહિત જન પ્રતિનિધિઓ વિવિધ સ્થળો એ એક કલાક માટે શ્રમદાન કરશે.
શ્રમદાન કાર્યક્રમમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરાશે.
સમગ્ર દેશમાં ૧લી ઓક્ટોબરે સવારના ૧૦ થી ૧૧ એક કલાકના સમયગાળા દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે નવો ઇતિહાસ રચાશે. ગુજરાત રાજ્ય પણ આ ઐતિહાસિક કલાકમાં હરહંમેશની જેમ પોતાનો સિંહફાળો આપશે, તેમ ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી કરાશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાવવા રાજ્યભરમાં ૧લી ઓક્ટોબરે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિતના જનપ્રતિનિધિ ઓ અને રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ધાટલોડિયા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો એક કલાક માટે શ્રમદાન કરશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ રાજ્યના તમામ ગામડાઓમાં પણ વિવિધ પદાધિકારીઓની આગેવાની હેઠણ મહત્તમ લોક ભાગીદારી સાથે મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રમદાનનાં અંતમાં એકત્રિત થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ, MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે પણ પૂર્વ આયોજન કરાયું છે. આ સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરશે. શ્રમદાન માટે સ્વચ્છતા હી સેવા પોર્ટલ પર રાજ્યભરમાં ૩૦,૦૦૦ જેટલા કાર્યક્રમોની નોંધણી થઈ છે, જેમાં આશરે ૨૫ લાખ જેટલા લોકો એક સાથે જોડાઈને એ સાથે શ્રમદાન કરશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી ઉજવવા સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી દ્વારા સંયુક્ત રીતે ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઑક્ટોબર દરમિયાન “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૨૯ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૧.૨૪ લાખ જેટલી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આશરે ૨.૫૪ કરોડ ગ્રામજનોએ ભાગ લીધો છે. આશરે એક લાખથી વધુ સંખીમંડળના ૮.૨૪ લાખ સભ્યોએ આજ સુધીમાં ૨૦.૮૭ લાખ કલાકનું શ્રમદાન કર્યુ છે.
READ MORE:  સરકારે 5-વર્ષની રિકરિંગ ડિપોઝિટનો વ્યાજ દર વધારીને 6.7% કર્યો
આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હેઠળ રાજ્યના અંદાજીત ૧૧,૦૦૦ ‘’બ્લેક સ્પોટ’’ ખાતે વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસના રોજ પણ રાજ્યના ૧૪ મુખ્ય પ્રવાસન સ્થળોએ સાફસફાઈ કરી, “Travel Life“ અભિયાન કાર્યરત કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦૦થી વધુ ગ્રામજનો ભાગીદાર બન્યા હતા. સ્વચ્છતા કામદારો અને સફાઇ મિત્રોની સુખાકારી નક્કી કરવા માટે ૮૦૦૦થી વધુ આરોગ્ય તપાસ તથા શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શાળા-કોલેજોના ૧૦.૪૪ લાખથી વધુ વિધાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ “સ્વચ્છતા હી સેવા ૨૦૨૩” અભિયાન અંતર્ગત પ્રેરણારૂપી સંદેશ પાઠવી, સ્વચ્છતા અંગેની ઝુંબેશમાં સક્રિય થઈ સહયોગ આપવા તેમજ સ્વચ્છ, સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સમગ્ર રાજ્યના નાગરીકોને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

ટોપ ન્યૂઝ: સરકારે 5-વર્ષની રિકરિંગ ડિપોઝિટનો વ્યાજ દર વધારીને 6.7% કર્યો

ટોપ ન્યૂઝ: સરકારે 5-વર્ષની રિકરિંગ ડિપોઝિટનો વ્યાજ દર વધારીને 6.7% કર્યો: સેવિંગ્સ ડિપોઝિટ પર વ્યાજ દર 4 ટકા અને એક વર્ષની ટર્મ ડિપોઝિટ પર 6.9 ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. કેન્દ્રએ શુક્રવારે પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમનો વ્યાજ દર ડિસેમ્બર ક્વાર્ટર માટે 6.5 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે. જો કે, તેણે અન્ય તમામ નાની બચત યોજનાઓના દરો જાળવી રાખ્યા હતા.

 

ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ સેવિંગ્સ ડિપોઝિટ પર વ્યાજ દર 4 ટકા અને એક વર્ષની ટર્મ ડિપોઝિટ પર 6.9 ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે.

પરિપત્ર અનુસાર, બચત થાપણો પર વ્યાજ દર 4 ટકા અને એક વર્ષની મુદતની થાપણ પર 6.9 ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

બે વર્ષની અને ત્રણ વર્ષની બંને મુદતની થાપણો પર વ્યાજ દર 7 ટકા છે, જ્યારે પાંચ વર્ષની મુદતની થાપણ પર, દર 7.5 ટકા છે.

સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન દરો સમાન હતા.

પરિપત્ર મુજબ, બાકીની યોજનાઓ યથાવત છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના પર 8.2 ટકા વ્યાજ દર, માસિક આવક ખાતાની યોજના પર 7.4 ટકા અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર પર 7.7 ટકા વ્યાજ દર હશે.

READ MORE: ઉત્તર પ્રદેશમાં ખાણીપીણીના માલિક દ્વારા 13 વર્ષના છોકરા પર બળાત્કાર, આરોપી ફરાર…

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં 7.1 ટકાનો વ્યાજ દર હશે.

પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5 ટકા છે અને રોકાણ 115 મહિનામાં પરિપક્વ થાય છે. દરમિયાન, લોકપ્રિય ગર્લ ચાઈલ્ડ સ્કીમ સુકન્યા સમૃદ્ધિ ખાતા પર વ્યાજ દર 8 ટકા પર યથાવત છે.

ક્રાઇમ: ઉત્તર પ્રદેશમાં ખાણીપીણીના માલિક દ્વારા 13 વર્ષના છોકરા પર બળાત્કાર, આરોપી ફરાર

ક્રાઇમ: ઉત્તર પ્રદેશમાં ખાણીપીણીના માલિક દ્વારા 13 વર્ષના છોકરા પર બળાત્કાર, આરોપી ફરાર: ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં રસ્તાની બાજુના ભોજનશાળાના માલિક દ્વારા 13 વર્ષના છોકરા પર કથિત રીતે ઘણી વખત બળાત્કાર કરવામાં આવ્યો હતો.


ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં રસ્તાની બાજુના ભોજનશાળા (ઢાબા) પર કામ કરતા 13 વર્ષના છોકરા પર તેના માલિક દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે છોકરો આરોપીઓના ચુંગાલમાંથી ભાગવામાં સફળ થયો અને તેણે પોલીસને તેની અગ્નિપરીક્ષા જણાવી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

પોલીસે છોકરાની મેડિકલ તપાસ કરાવી હતી અને હાલમાં નાસી ગયેલા ખાણીપીણીના માલિકને શોધી રહી છે.

ગરીબી અને ભૂખમરાથી વ્યથિત સગીર પૈસા કમાવા માટે તેના ગામથી શહેરમાં ચાલ્યો ગયો હતો. બાદમાં તેને રાજેશની માલિકીના રાઠોડ ઢાબામાં કામ મળ્યું.

છેલ્લા ત્રણ દિવસથી રાજેશ છોકરાને કપડાં કાઢીને તેનું જાતીય શોષણ કરતો હતો, જ્યારે બધા સૂઈ જતા હતા. જ્યારે છોકરાએ પ્રતિકાર કર્યો ત્યારે રાજેશે તેને ચૂપ રહેવાની ધમકી આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ક્રાઇમ: બેંગલુરુ પોલીસે રૂ. 854 કરોડની સાયબર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કર્યો, 6ની ધરપકડ કરી

વ્યથિત, છોકરો ગુપ્ત રીતે ભોજનાલયમાંથી ભાગવામાં સફળ રહ્યો અને પોલીસ પાસે પહોંચ્યો. છોકરાની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

હાલ નાસતા ફરતા આરોપીને પકડવા પોલીસ પ્રયાસ કરી રહી છે.