BMC ચૂંટણી પહેલાં BJP–શિંદેસેનામાં ડેડ એન્ડ: ૧૦૦+ સામે ૧૪૫ બેઠકોની માગણીથી ગઠબંધનનું ગણિત ગૂંચવાયું
મુંબઈ:મહારાષ્ટ્રની રાજનીતિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી નજીક આવતી જતાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના વચ્ચે સીટ-શૅરિંગને લઈને ભારે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. બન્ને પક્ષો પોતાની-પોતાની માગણી પર અડગ રહેતાં હાલ વાટાઘાટો ‘ડેડ એન્ડ’ પર પહોંચી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એક તરફ…