રાજકોટ જિલ્લામાં ભાયાવદરમાં ટોકન આધારિત જુગારધામ પર પોલીસનો તડાકો; છ શખ્સો ઝડપાયા, રૂ.2.74 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ રેન્જમાં દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટ સૂચનોના પગલે ભાયાવદર પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. ટોકન આધારિત જુગારધામ ચલાવાતું હોવાનું બાતમીના આધારે સ્થાનિક પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન રૂ.1.04 લાખની રોકડ, ચાર બાઈક, છ મોબાઈલ ફોન…